Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાંથી ઝડપાયો વધુ એક ડ્રગ્સ પેડલર , 'કપડા' કોડવર્ડથી કરતો હતો ડ્રગ્સનો વેપલો

રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ માફીયાઓ પર સકંજો કસાયેલો છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસની વિભિન્ન એજન્સીઓ ડ્રગ્સના દૂષણને ડામવા માટે કટિબદ્ધ બની છે. અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે 17ગ્રામ 850 મિલીગ્રામના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની શહેરના નવરંગપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી છે.મોઇન ઇકબાલ નામનો આ આરોપી ચોક્કસ કોડવર્ડ સાથે  ડ્રગ્ઝનો જથ્થો મંગાવતો હતો.આ માટે તેણે કપડા
અમદાવાદમાંથી ઝડપાયો વધુ એક ડ્રગ્સ પેડલર    કપડા  કોડવર્ડથી કરતો હતો ડ્રગ્સનો વેપલો

રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ માફીયાઓ પર સકંજો કસાયેલો છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસની વિભિન્ન એજન્સીઓ ડ્રગ્સના દૂષણને ડામવા માટે કટિબદ્ધ બની છે. અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે 17ગ્રામ 850 મિલીગ્રામના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની શહેરના નવરંગપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી છે.મોઇન ઇકબાલ નામનો આ આરોપી ચોક્કસ કોડવર્ડ સાથે  ડ્રગ્ઝનો જથ્થો મંગાવતો હતો.

Advertisement

આ માટે તેણે કપડા શબ્દ કોડવર્ડ રાખ્યો હતો. આ ઉપરાંત તે ગ્રાહકો સાથે હમેંશા વોટ્સએપ કોલિંથી જ વાતચીત કરતો હતો. આરોપી વોટ્સએપમાં બહુ મોટુ ગ્રુપ ધરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે મોઇનની ધરપકડ કરી આરોપીએ જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું તેને લઇને વધુ તપાસ હાથ ધરી છે.આરોપી મોઇન પાસેથી મુંબઈના કેટલાક એમ.ડી ડ્રગઝના પેડલરોના નામ સામે આવે તેવી સંભાવના છે.
Tags :
Advertisement

.