Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય કેબિનેટે ખરીફ પાક માટે MSPને આપી મંજૂરી, ખેડૂતોને થશે મોટો ફાયદો

ખેડૂતોને રાહત આપવાની દિશામાં સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે ખરીફ પાક માટે MSP (લઘુત્તમ ટેકાના ભાવ)ને મંજૂરી આપી છે. 2022-23 સીઝન માટે ખરીફ પાકની MSP મંજૂર કરવામાં આવી છે. હાલમાં 2021-22 માટે ડાંગરની MSP પ્રતિ ક્વિન્ટલ 1940 રૂપિયા છે. કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને લઈને અનેક નિર્ણયો કરી રહી છે. ત્યારે સરકારે ખેડૂતો માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેના પગલે દેશà
કેન્દ્રીય કેબિનેટે ખરીફ પાક માટે mspને આપી મંજૂરી  ખેડૂતોને થશે મોટો ફાયદો
ખેડૂતોને રાહત આપવાની દિશામાં સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે ખરીફ પાક માટે MSP (લઘુત્તમ ટેકાના ભાવ)ને મંજૂરી આપી છે. 2022-23 સીઝન માટે ખરીફ પાકની MSP મંજૂર કરવામાં આવી છે. હાલમાં 2021-22 માટે ડાંગરની MSP પ્રતિ ક્વિન્ટલ 1940 રૂપિયા છે. કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને લઈને અનેક નિર્ણયો કરી રહી છે. ત્યારે સરકારે ખેડૂતો માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેના પગલે દેશના ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે. 
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ભારત પાસે ખરીફ તેમજ રવિ સિઝનની ખાતરની જરૂરિયાતને પહોંચી વળવા માટે યુરિયાનો પૂરતો સ્ટોક છે અને ડિસેમ્બર સુધી તેની આયાત કરવાની જરૂર રહેશે નહીં. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં ઘટાડો થયો છે અને આગામી છ મહિનામાં તેની કિંમતો વધુ નીચે આવશે તેવી અપેક્ષા છે. માંડવીયાએ સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે, દેશમાં યુરિયાની પૂરતી ઉપલબ્ધતા છે. સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા અમારી પાસે ડિસેમ્બર સુધી યુરિયાનો સ્ટોક છે. અમારે ડિસેમ્બર સુધી આયાત કરવાની જરૂર નથી. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે પહેલેથી જ 1.6 મિલિયન ટન યુરિયાની આયાત કરી છે, જે આગામી 45 દિવસમાં મોકલવામાં આવશે.
યુરિયાનો પૂરતો સ્ટોક
ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) ના કિસ્સામાં માંડવીયાએ જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદન તેમજ લાંબા ગાળાની આયાત વ્યવસ્થા ડિસેમ્બર સુધીમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતી હશે. તેમણે કહ્યું કે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારે વ્યાજબી દરે ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સબસિડીમાં વધારો કર્યો છે. ખરીફ  મોસમ શરૂ થઈ ચૂકી છે જ્યારે રવિ પાકની વાવણી ઓક્ટોબરમાં શરૂ થાય છે.
ખાતર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારો પાસે હાલમાં 70 લાખ ટન યુરિયાનો સ્ટોક છે. જ્યારે 1.6 મિલિયન ટન યુરિયાની આયાત કરવામાં આવી રહી છે અને ડિસેમ્બર સુધીમાં 175 લાખ ટન યુરિયાનું ઉત્પાદન કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે બરૌની અને સિન્દ્રી ખાતેના બે નવા પ્લાન્ટમાંથી છ લાખ ટન યુરિયા ઉપલબ્ધ થશે. જે ઓક્ટોબરમાં કાર્યરત થશે અને અન્ય 20 લાખ ટન પરંપરાગત યુરિયાના વપરાશને પ્રવાહી નેનો યુરિયા દ્વારા બદલવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.