Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબ સરકારનો વધુ એક નિર્ણય, ધારાસભ્યોને માત્ર એક જ પેન્શન મળશે

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ તાબડતોબ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન જારી કર્યા પછી અને કોન્ટ્રાક્ટ કામદારોને નોકરી મળે તે સુનિશ્ચિત કરવાના વચનને પૂર્ણ કર્યા પછી, પંજાબ સરકારે હવે ધારાસભ્યોના પેન્શન પર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પંજાબના સીએમ ભગવંત માને સૂચના આપી છે કે હવે રાજ્યના ધારાસભ્યોને માત્ર એક જ પેન્શન મળશે. આ સૂચના બાદ ધારàª
પંજાબ સરકારનો વધુ એક નિર્ણય  ધારાસભ્યોને માત્ર એક જ પેન્શન મળશે

પંજાબમાં આમ આદમી પાર્ટીની
સરકાર આવ્યા બાદ
તાબડતોબ
નિર્ણયો કરવામાં આવી રહ્યા
છે. ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન જારી કર્યા પછી અને કોન્ટ્રાક્ટ કામદારોને નોકરી
મળે તે સુનિશ્ચિત કરવાના વચનને પૂર્ણ કર્યા પછી
, પંજાબ સરકારે હવે ધારાસભ્યોના પેન્શન પર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો
છે. પંજાબના સીએમ ભગવંત માને સૂચના આપી છે કે હવે રાજ્યના ધારાસભ્યોને માત્ર એક જ
પેન્શન મળશે. આ સૂચના બાદ ધારાસભ્યોને આપવામાં આવનાર પેન્શનની ફોર્મ્યુલામાં
ફેરફાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પંજાબમાં અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે
જેટલી વખત ધારાસભ્ય બનતા હતા તેટલી વખત તેમનું પેન્શન કન્ફર્મ થતું હતું. હવે
માત્ર
1 પેન્શન મળશે.

Advertisement

Today, we have taken another big decision. The pension formula for Punjab's MLAs will be changed. MLAs will now be eligible for only one pension.

Thousands of crores of rupees which were being spent on MLA pensions will now be used to benefit the people of Punjab. pic.twitter.com/AdeAmAnR7E

— Bhagwant Mann (@BhagwantMann) March 25, 2022

" title="" target="">javascript:nicTemp();

આ નિર્ણય અંગે ભગવંત માને
કહ્યું હતું કે ધારાસભ્ય કેટલી વાર જીતે
, તેમને માત્ર એક ટર્મ માટે પેન્શન મળશે. આ સિવાય ધારાસભ્યોનું ફેમિલી
પેન્શન ઘટાડવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ધારાસભ્ય પાંચ વખત
જીતે કે
10 વખત તેને પેન્શન માત્ર એક
જ વાર મળશે. સીએમ ભગવંત માને કહ્યું કે અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે વ્યક્તિ
ગમે તેટલી વખત જીતે
, તેને તેટલી વખત પેન્શન મળતું
હતું
, જેનાથી તિજોરી પર ઘણો બોજ
પડતો હતો. 
સીએમ ભગવંત માનએ એક ટ્વીટમાં
જણાવ્યું કે આજે અમે વધુ એક મોટો નિર્ણય લીધો છે. પંજાબના ધારાસભ્યોના પેન્શન
ફોર્મ્યુલામાં ફેરફાર કરવામાં આવશે. ધારાસભ્યો હવે માત્ર એક જ પેન્શન માટે પાત્ર
રહેશે. જે હજારો કરોડ રૂપિયા ધારાસભ્ય પેન્શન પર ખર્ચવામાં આવતા હતા તે હવે
પંજાબના લોકોના હિત માટે ઉપયોગમાં લેવાશે.

Advertisement

Tags :
Advertisement

.