દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 14 થઈ
નાઈજીરિયામાં રહેતી એક મહિલાને દિલ્હીમાં મંકીપોક્સનો ચેપ લાગ્યો છે. આ સાથે રાજધાનીમાં મંકીપોક્સના કુલ નવ કેસ નોંધાયા છે. ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. મંકીપોક્સ વાયરસથી સંક્રમિત મહિલાની ઉંમર 30 વર્ષ છે. મહિલાને દિલ્હીની લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલ (LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મહિલાનો તપાસ રિપોર્ટ રવિવારે આવ્યો હતો. નાઈજીરીયન મૂળના અન્ય એક શંકાસ્પદ દર્દીને પણ રવિવારે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. શુક્રવારે જ દિલ્હીમાં મંકીપોક્સનો આઠમો કેસ જોવા મળ્યો હતો. લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP)ના મેનેજિંગ ડિરેક્ટરે શુક્રવારે દિલ્હીમાં મંકીપોક્સના 8મા કેસની પુષ્ટિ કરી હતી.
14th monkeypox case reported in India, 9th in Delhi: Official sources
Read @ANI Story | https://t.co/oGke65mddT#monkeypox #monkeypoxupdate #India #Health pic.twitter.com/gDQkxc4cuV
— ANI Digital (@ani_digital) September 19, 2022
તેણે કહ્યું હતું કે એક મહિલાને બે દિવસ પહેલા દાખલ કરવામાં આવી હતી, તેનો રિપોર્ટ શુક્રવારે આવ્યો હતો જેમાં તે સંક્રમિત જોવા મળી હતી. આ મહિલા પણ નાઈજીરિયાની રહેવાસી છે. દિલ્હીમાં અત્યાર સુધી જોવા મળતા મંકીપોક્સના કેસોમાં એક ભારતીય હતો અને બાકીના આફ્રિકન મૂળના છે. નવા મંકીપોક્સના દર્દીનો તાજેતરનો કોઈ પ્રવાસ ઇતિહાસ નથી. મંકીપોક્સનો પહેલો કેસ 24 જુલાઈએ દિલ્હીમાં નોંધાયો હતો.
સોમવારે દિલ્હીમાં નવા કેસ મળ્યા બાદ હવે ભારતમાં મંકીપોક્સના 14 કેસ નોંધાયા છે. તેમાંથી નવ કેસ દિલ્હીમાં અને પાંચ કેરળમાંથી નોંધાયા છે. દિલ્હીમાં કુલ કેસમાંથી પાંચ દર્દીઓ સાજા થયા છે. કેરળના એક દર્દીનું મંકીપોક્સથી મૃત્યુ થયું હતું. દેશમાં મંકીપોક્સનો પહેલો કેસ કેરળમાં જ જોવા મળ્યો હતો.