ભારતની વધુ એક સિદ્ધિ, દેશમાં પ્રથમ વખત 5G કોલનું સફળ પરીક્ષણ
IIT મદ્રાસમાં 5G કૉલ્સનું સફળતાપૂર્વક પરીક્ષણ
કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માહિતી ટેકનોલોજી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે
આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નેટવર્કની સમગ્ર ડિઝાઇન ભારતમાં
વિકસાવવામાં આવી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ 5G નેટવર્ક પર વીડિયો કોલ પણ કર્યો
હતો. તમને જણાવી દઈએ કે 5G ટેસ્ટ બેડ કુલ 8 સંસ્થા દ્વારા સંયુક્ત રીતે
વિકસાવવામાં આવ્યું છે. તેને IIT મદ્રાસના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં
આવ્યું છે. પ્રોજેક્ટ્સમાં IIT દિલ્હી, IIT હૈદરાબાદ, IIT બોમ્બે, IIT કાનપુર, IISc બેંગ્લોર, સોસાયટી ફોર એપ્લાઇડ માઇક્રોવેવ
ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ (SAMEER) અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન
વાયરલેસ ટેકનોલોજી (CEWiT) નો સમાવેશ થાય છે.
સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું
કે આ પ્રોજેક્ટને વિકસાવવા માટે 220 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં
આવ્યો છે. આ ટેસ્ટબેડ ભારતીય ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ માટે સહાયક ઇકોસિસ્ટમને સક્ષમ
કરશે. ટેલિકોમ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 5G ટેક્નોલોજી આ વર્ષના અંત
સુધીમાં તૈયાર થઈ જશે. તમને જણાવી દઈએ કે TRAIની સ્થાપના 1997માં ટેલિકોમ રેગ્યુલેટરી
ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક્ટ, 1997 દ્વારા કરવામાં આવી હતી.
ટેલિકોમ્યુનિકેશનને
નિયંત્રિત કરવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં પીડી વાઘેલા ટ્રાઈના
ચેરમેન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 મેના રોજ 5G ટેસ્ટબેડ લોન્ચ કર્યું હતું. 5G ટેસ્ટબેડ દેશના ટેલિકોમ ઉદ્યોગ
અને સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરશે. આ ઉપરાંત તે પાંચમી પેઢીમાં તેમના
ઉત્પાદનો, પ્રોટોટાઇપ
અને ઉકેલોને માન્ય કરશે. PM એ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના સિલ્વર જ્યુબિલી
સેલિબ્રેશનમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વદેશી રીતે બનાવેલા આ ટેસ્ટબેડ
લોન્ચ કર્યા હતા. 5G ટેસ્ટબેડ લોન્ચ કર્યા પછી, નરેન્દ્ર મોદીએ તેને આત્મનિર્ભર
ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. પીએમ મોદીએ કહ્યું હતું કે આગામી 15 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાને 5G નેટવર્કથી 450 અબજ ડોલર સુધીનો વધારો મળશે.
તેમણે કહ્યું કે અમે ગરીબોના હાથમાં મોબાઈલ લઈ જવાનો આગ્રહ રાખ્યો હતો. આ માટે
દેશમાં જ મોબાઈલ ફોન બનાવવા પર ધ્યાન આપવામાં આવ્યું અને પરિણામે આજે દેશમાં
મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટની સંખ્યા બેથી વધીને 200 થઈ ગઈ છે.