Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમીરગઢ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો, ત્રણ ફરાર

અમીરગઢ (Amirgarh)પોલિસ બોર્ડર ચેક પોસ્ટ પરથી મારૂતી સુઝુકી ગાડી નં.MH-04-DN-7525 માંથી એક પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ નંગ-૯ તથા મેગઝીન નંગ -૨ કુલ મુદામાલ કિ.રૂ.3,27800 સાથે એક ઇસમની અમીરગઢ પોલીસે  અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે            શુક્રવારની રાત્રે અમીરગઢ પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.આર બારોટ પોલીસ સ્ટેશનન ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ ખાતે રાત્રીના સà
અમીરગઢ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો  ત્રણ ફરાર
અમીરગઢ (Amirgarh)પોલિસ બોર્ડર ચેક પોસ્ટ પરથી મારૂતી સુઝુકી ગાડી નં.MH-04-DN-7525 માંથી એક પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ નંગ-૯ તથા મેગઝીન નંગ -૨ કુલ મુદામાલ કિ.રૂ.3,27800 સાથે એક ઇસમની અમીરગઢ પોલીસે  અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે
            
શુક્રવારની રાત્રે અમીરગઢ પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.આર બારોટ પોલીસ સ્ટેશનન ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ ખાતે રાત્રીના સમયે વાહન ચેકીંગ કામગીરીમાં હતા તે દરમ્યાન રાજસ્થાન તરફથી એક મારૂતી સુઝુકી કમ્પની ગાડી નં.MH-04-DN-7525 ની આવતાં તેમાં ચાર ઇસમો સવાર હોઇ શંકાસ્પદ જણાતા જેને રોકાવી ચેકીંગ કરતાં ગાડીની આગળ ખાલી સાઇડ માં બેઠેલ ઇસમ (૧) અજીત સ/ઓફ દીનદયાળ જાતે.પાંડે(બ્રાહ્મણ) ઉ.વ.૩૪ રહે.પીંડરા થાના પીંડરા તા.પીંડરા જી.વારાણસી(ઉ.પ્ર)ની ચેકીંગ કરતા તેની જોડે પીસ્ટલ મળી આવી હતી. જોકે પોલીસ ચેકીંગ કામગીરી ચાલુ હતી તે દરમ્યાન સાથેના ત્રણેય ઇસમો કાર ગાડીને એકદમ પુરઝડપે હનકારી પાલનપુર તરફ ભગાડી નાસી છૂટ્યા હતા પોલીસે ચેકીંગ દરમ્યાન ના આરોપી ને પકડી પાડ્યો હતો અન્ય કાર ચાલક ફિલ્મી ઢબે કાર ને લઈને નાસી છૂટ્યા હતા
પોલીસે આ અંગે નાકાબંદી કરવામાં આવી જે કાર ગાડીનો પીછો કરતાં કાર ચાલક ઇસમો અમીરગઢ પોલિશ ચેક પોસ્ટ થી આશરે ૧૭ કિલો મીટર અંદર ઢોલીયા ગામની સીમમાં બનાવેલ સિંચાઈના ડેમ ખાતે પહોંચી ગયા હતા જોકે આગળ રસ્તો ના મળતા કાર ચાલક પોતાની કારને રાત્રી ના સમયે ઢોલિયા ગામે મૂકી ત્યાં થી ચાલતી પકડી હતી આ ત્રણે ઈસમો એ ઢોલિયા ગામમાં એક મકાન માલિકના ધર માં પડેલી બાઇકને રોડ પર લાવી ચાલુ કરવાનો પ્રયાસ કરતા લોકો એ બુમાં બૂમ કરતા ત્યાંથી આ ત્રણે ઈસમો નાસી છૂટ્યા હતા 
ત્યાર બાદ ઢોલિયા ગામના લોકો ને સમગ્ર મામલા ની જાણ થતાં તેઓ કાર જોડે પહોંચ્યા હતા ત્યાર બાદ અમીરગઢ પોલિશ ને જાણ કરવામાં આવી હતી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર ને કબ્જે લઈ કાર મુકી અંધારાનો લાભ લઇ ફરાર થયેલા આરોપી (૨) દીપક ઉર્ફે દિપો રહે.બેગ્લોર તથા (૩) જાવેદ શેખ રહે.હૈદરાબાદ તથા (૪) કિશન થાપા નેપાળીવાળા નાસી ગયેલ આ ચારેય આરોપીઓ એકબીજાના મેળાપીપણાથી પોતાના કબજાની મારૂતિ સજુકી SX4 કાર ગાડી નંબર MH 04 DN 7525 માં ગેરકાયદેસર વગર પાસ પરમીટની (૧) મેગ્જીન સાથેની પીસ્તોલ નંગ-૦૧ કીરૂ.૨૦,૦૦૦ તથા (૨) અન્ય મેગ્જીન -૧ કિ.રૂ.૧૦૦૦ તથા (૩) રાઉન્ડ નંગ ૯ કિ.રૂ.૧૮૦૦ (૪) મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦  તથા (૪) મારૂતી સુજુકી SX4 કાર કી.રૂ.૩,૦૦,૦૦૦- મળી કુલ કિ.રૂ.૩,૨૭,૮૦૦ નો મુદ્દામાલ રાખી આરોપી નં.૧ પકડાઇ જઇ તથા આરોપી નંબર ૨,૩,૪ નો ગાડી મુકી નાસી જઇ ગુનો કરેલ હોઇ અમીરગઢ પો.સ્ટે તમામ આરોપી ઓ વિરુધ્ધ આર્મ એકટ કલમ ૨૫(૧-બી),(એ) તથા ઇ.પી.કો કલમ ૧૧૪ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસર નો ગુન્હો નોંધી નાસી ગયેલ ત્રણે આરોપી ની શોધખોળ હાથ ધરી છે તો બીજી બાજુ પોલિશ ના હાથે ઝડપાઇ ગયેલ આરોપી જોડે થી પોલીશે વધુ વિગતો એકત્રિત કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.