Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્વીન એલિઝાબેથ-IIના નિધન પર ભારતમાં રાષ્ટ્રીય શોક જાહેર

બ્રિટનની મહારાણી એલિઝાબેથ (Queen Elizabeth) દ્વિતીયનું ગુરૂવારે 96 વર્ષની વયે નિધન થયું છે ત્યારે ભારત (India) સરકારે નિર્ણય કર્યો છે કે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ ભારત દેશમાં 11 સપ્ટેમ્બરના રોજ એક દિવસનો રાજકિય શોક રહેશે. રવિવારે ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે, મૃતક મહાનુભાવના સમ્માનમાં ભારત સરકારે (Government of India) નિર્ણય લીધો છે ક
ક્વીન એલિઝાબેથ iiના નિધન પર ભારતમાં રાષ્ટ્રીય શોક જાહેર
બ્રિટનની મહારાણી એલિઝાબેથ (Queen Elizabeth) દ્વિતીયનું ગુરૂવારે 96 વર્ષની વયે નિધન થયું છે ત્યારે ભારત (India) સરકારે નિર્ણય કર્યો છે કે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ ભારત દેશમાં 11 સપ્ટેમ્બરના રોજ એક દિવસનો રાજકિય શોક રહેશે. રવિવારે ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે, મૃતક મહાનુભાવના સમ્માનમાં ભારત સરકારે (Government of India) નિર્ણય લીધો છે કે 11 સપ્ટેમ્બરે સમગ્ર ભારતમાં એક દિવસનો રાજ્ય શોક રહેશે. આ દિવસે કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં અને સમગ્ર ભારતમાં તમામ ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બ્રિટનની મહારાણી (Queen Elizabeth) એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બર 2022ના રોજ નિધન થયું હતું. તેઓ બ્રિટનમાં સૌથી વધારે સમય સુધી રાજ કરનારા મહારાણી હતા. તેમણે ભારતીય સમય પ્રમાણે ગુરૂવારે રાતે સ્કોટલેન્ડના બાસલ્મોરલ કૈસલ મહેલમાં અંતિમ શ્વાસ લીધાં.
Advertisement

Tags :
Advertisement

.