Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એકવાર ફરી વંદે ભારત એક્સપ્રેસની ઝપટમાં આવી ગાય, આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત

વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)ના ફરી એકવાર અકસ્માત થવાના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતના વલસાડના ઉદવાડા ખાતે વંદે ભારત એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. અહીં અચાનક એક ગાય ટ્રેક પર આવી ગઇ અને ટ્રેન સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ વંદે ભારત એક્સપ્રેસનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જેના કારણે ટ્રેન 15-20 મિનિટ સુધી ઉભી રહી હતી.ઉદવાડા અને વાપી રેલ્વે સ્ટેશન વચ્ચે ઘટી આ
એકવાર ફરી વંદે ભારત એક્સપ્રેસની ઝપટમાં આવી ગાય  આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત
વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)ના ફરી એકવાર અકસ્માત થવાના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતના વલસાડના ઉદવાડા ખાતે વંદે ભારત એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. અહીં અચાનક એક ગાય ટ્રેક પર આવી ગઇ અને ટ્રેન સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ વંદે ભારત એક્સપ્રેસનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જેના કારણે ટ્રેન 15-20 મિનિટ સુધી ઉભી રહી હતી.
ઉદવાડા અને વાપી રેલ્વે સ્ટેશન વચ્ચે ઘટી આ ઘટના
દેશની સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની ઝપટમાં એકવાર ફરી પશુઓ આવવાની પ્રક્રિયા ચાલુ છે. અહેવાલો અનુસાર, રાજ્યના ઉદવાડા અને વાપી રેલ્વે સ્ટેશન વચ્ચે ગુરુવારે સાંજે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની ઝપટમાં એક ઢોર આવી ગયું હતું. આ અંગે માહિતી આપતા રેલ્વે અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં ટ્રેનના આગળના ભાગમાં સામાન્ય નુકસાન થયું છે. જણાવી દઈએ કે આ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસની સેવા 2 મહિના પહેલા શરૂ થઈ હતી અને ત્યારથી આ ચોથી ઘટના છે.
આ અકસ્માત ઉદવાડા અને વાપી વચ્ચે થયો હતો
ઘટના અંગે માહિતી આપતા પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે આ ઘટના સાંજે 6.23 વાગ્યે ઉદવાડા અને વાપી વચ્ચેના લેવલ ક્રોસિંગ ગેટ નંબર 87 પાસે બની હતી. તેમણે કહ્યું કે, "ટ્રેનના આગળના ભાગમાં નાનુ નુકસાન છે અને પરિચાલનમાં કોઈ સમસ્યા નથી." નુકસાનને આજે રાત્રે સુધારી લેવામાં આવશે." ઘટનાને કારણે ટૂંકા સ્ટોપેજ પછી, ટ્રેન તેની આગળની મુસાફરી સાંજે 6.35 વાગ્યે શરૂ થઈ. જણાવી દઈએ કે આ પહેલા પણ આ રૂટ પર પશુઓની ટ્રેન સાથે અથડામણ થઈ ચૂકી છે, પરંતુ રાહતની વાત એ છે કે કોઈ મોટું નુકસાન થયું નથી.
આણંદમાં પણ એક મહિલાનું મોત થયું હતું
વટવા અને મણિનગર રેલ્વે સ્ટેશન વચ્ચે 6 ઓક્ટોબરે 4 ભેંસોના ટોળા સાથે અથડાયા બાદ તેના આગળના ભાગને નુકસાન થયું હતું. તેના બીજા જ દિવસે 7 ઓક્ટોબરે આણંદ પાસે એક ગાય ટ્રેન સાથે અથડાઈ હતી. અન્ય એક ઘટનામાં ગુજરાતના અતુલ રેલ્વે સ્ટેશન પાસે એક આખલો ટ્રેન સાથે અથડાયો હતો. 8 નવેમ્બરના રોજ, ગુજરાતના આણંદ રેલ્વે સ્ટેશન નજીક મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં 54 વર્ષીય મહિલાનું મોત થયું હતું. મહિલાની ઓળખ બીટ્રાઇસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે અને તે પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવી ગઈ હતી.
વંદે ભારત ટ્રેનને કેમ નુકસાન થાય છે?
રેલ્વે અધિકારીઓએ હાલમાં જ જણાવ્યું હતું કે, વંદે ભારત એક્સપ્રેસના નોઝ કોનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે ટક્કર બાદ પણ ટ્રેન અને તેમાં બેઠેલા મુસાફરોને નુકસાન ન થવા દે. મોટાભાગની પ્રીમિયમ ટ્રેનોમાં આગળના ભાગને શંકુ આકારમાં રાખવામાં આવે છે. આ ભાગ મજબૂત ફાઇબર પ્લાસ્ટિકનો બનેલો હોય છે. કોઈપણ પ્રકારની અથડામણમાં, ફક્ત આગળના શંકુ આકારના ભાગને નુકસાન થાય છે, વાહનના અન્ય ભાગો, ચેસિસ અને એન્જિનને નુકસાન થતું નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.