Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સામાન્ય જનતાને એકવાર ફરી મોંઘવારીનો આંચકો, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો

સામાન્ય માણસ મોંઘવારી શબ્દથી ખૂબ જ પરેશાન થઇ ગયો છે. સવાર ઉઠે અને ખબર પડે કે આજે આ વસ્તુના ભાવ વધ્યા તે વસ્તુના ભાવ વધ્યા, જે જાણે નિયમિત જ થઇ ગયું છે. હવે એકવાર ફરી સામાન્ય નાગરિકને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. થોડા દિવસો પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડા બાદ હવે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ગેસ વિતરણ કંપનીઓએ બુધવારે સવારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધાર
સામાન્ય જનતાને એકવાર ફરી મોંઘવારીનો આંચકો  lpg સિલિન્ડરના ભાવમાં થયો વધારો
સામાન્ય માણસ મોંઘવારી શબ્દથી ખૂબ જ પરેશાન થઇ ગયો છે. સવાર ઉઠે અને ખબર પડે કે આજે આ વસ્તુના ભાવ વધ્યા તે વસ્તુના ભાવ વધ્યા, જે જાણે નિયમિત જ થઇ ગયું છે. હવે એકવાર ફરી સામાન્ય નાગરિકને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. 
થોડા દિવસો પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડા બાદ હવે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ગેસ વિતરણ કંપનીઓએ બુધવારે સવારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જોકે, એક સપ્તાહમાં ફરી કોમર્શિયલ સિલિન્ડરમાં રાહત મળી છે. ઈન્ડિયન ઓઈલના લેટેસ્ટ અપડેટ મુજબ હવે તમારે સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડર પર 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. રાજધાની દિલ્હીમાં હવે 14 કિલોના સિલિન્ડરની કિંમત 1003 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગઈ છે. મહત્વનું છે કે, છેલ્લા 6 મહિનામાં ત્રીજી વખત ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજના વધારા બાદ LPG સિલિન્ડરની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. 
Advertisement

વળી સામાન્ય લોકોને મોંઘા સિલિન્ડરથી રાહત આપવા માટે ઉજ્જવલા યોજના હેઠળ કનેક્શન લેનારા લોકોને 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સબસિડી એક વર્ષમાં માત્ર 12 સિલિન્ડર પર જ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી 9 કરોડ લોકોને ફાયદો થશે. બીજી તરફ જો 5 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો તેની કિંમતમાં 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો થયો છે. 
છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગઈ છે. છેલ્લી વખત 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 19 મેના રોજ 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 7 મેના રોજ દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા હતી. 22 માર્ચ 2022ના રોજ 949.50. આ પછી 22 માર્ચે ફરી એકવાર કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2021 થી ફેબ્રુઆરી 2022 વચ્ચે દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા હતી.
Tags :
Advertisement

.