Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુલાઈ 1999માં આજના જ દિવસે ભારતે પાકિસ્તાનને જંગમાં હરાવીને બતાવી દીધું- બાપ બાપ હોતા હૈ ઔર...

આજે કારગિલ વિજય દિવસની 23મી વર્ષગાંઠ છે. વર્ષ 1999માં આજના દિવસે ભારતે પાકિસ્તાન સાથે 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં જીત મેળવી હતી. આજે આ અવસર પર સમગ્ર ભારત બહાદુર સપૂતોને સમ્માન આપી રહ્યું છે અને શહીદોને સલામ કરી રહ્યું છે.ભારતીય સશસ્ત્ર દળોએ જુલાઈ 1999માં કારગીલમાં પાકિસ્તાની સેનાને હરાવી હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે 26 જુલાઈના રોજ 'કારગિલ વિજય દિવસ 2021' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરàª
જુલાઈ 1999માં આજના જ દિવસે ભારતે પાકિસ્તાનને જંગમાં હરાવીને બતાવી દીધું  બાપ બાપ હોતા હૈ ઔર
આજે કારગિલ વિજય દિવસની 23મી વર્ષગાંઠ છે. વર્ષ 1999માં આજના દિવસે ભારતે પાકિસ્તાન સાથે 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં જીત મેળવી હતી. આજે આ અવસર પર સમગ્ર ભારત બહાદુર સપૂતોને સમ્માન આપી રહ્યું છે અને શહીદોને સલામ કરી રહ્યું છે.
ભારતીય સશસ્ત્ર દળોએ જુલાઈ 1999માં કારગીલમાં પાકિસ્તાની સેનાને હરાવી હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે 26 જુલાઈના રોજ 'કારગિલ વિજય દિવસ 2021' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરના લોકો 1999ના કારગિલ યુદ્ધમાં લડેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ વર્ષે સંઘર્ષની 23મી વર્ષગાંઠ છે. જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં મે અને જુલાઈ 1999 વચ્ચે થયેલું યુદ્ધ બે મહિનાથી વધુ ચાલ્યું હતું. 
આ દરમિયાન આપણા જવાનો માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પાકિસ્તાની સેના વિરુદ્ધ લડ્યા હતા. 8 મે 1999ના રોજ શરૂ થયેલી આ લડાઈ 26 જુલાઈ 1999 સુધી ચાલી હતી અને ભારતીય સેનાની જીત બાદ તેને દર વર્ષે કારગીલ 'વિજય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ભારતના વડાપ્રધાન દર વર્ષે આ દિવસે ઇન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે.
કારગિલ યુદ્ધમાં ઘણા રહસ્યો છુપાયેલા છે. આજે અમે તમને કારગિલ યુદ્ધ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે ચોંકી જશો. કારગિલ યુદ્ધ 1999માં થયું હતું. તે 8 મે 1999 ના રોજ શરૂ થયું જ્યારે કારગિલની ટોચ પર પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી આતંકવાદીઓ જોવા મળ્યા. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાનો જોરદાર મુકાબલો કર્યો અને તેમને ઊંચા શિખરો પરથી ભાગી જવા મજબૂર કર્યા.
પાકિસ્તાને અગાઉ દાવો કર્યો હતો કે, કારગિલ શિખરો પાકિસ્તાની સેનાએ નહીં પરંતુ મુજાહિદ્દીને કબજે કર્યો હતો. પરંતુ બાદમાં પાકિસ્તાનનો આ દાવો ખોટો સાબિત થયો. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાના નિયમિત સૈનિકો સામેલ હતા. પાકિસ્તાની સૈનિકોએ કારગીલમાં ઘૂસણખોરી કરી હતી. બાદમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ અધિકારી શાહિદ અઝીઝે આ રહસ્યનો પર્દાફાશ કર્યો હતો.
તે સમયે એક વાત પણ ખૂબ ચર્ચામાં રહી હતી કે, જનરલ પરવેઝ મુશર્રફે 1999માં કારગીલ સેક્ટરમાં ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચેની લડાઈ શરૂ થયાના થોડા અઠવાડિયા પહેલા હેલિકોપ્ટરમાં નિયંત્રણ રેખા પાર કરી હતી. મુશર્રફે ભારતીય સરહદની અંદર લગભગ 11 કિમી અંદર રાત વિતાવી હતી. મળતી માહિતી મુજબ મુશર્રફની સાથે 80 બ્રિગેડના તત્કાલીન કમાન્ડર બ્રિગેડિયર મસૂદ અસલમ પણ હતા. બંનેએ જીકરીયા મુસ્તાકર નામના સ્થળે રાત વિતાવી હતી.
પાકિસ્તાનીઓએ કારગીલની કેટલીક મહત્વપૂર્ણ જગ્યાઓ પર કબજો કરીને પોતાનો દબદબો વધારી દીધો હતો. પરંતુ જ્યાં ભારતીય સૈનિકોએ પણ ભારતની તાકત બતાવતા પાકિસ્તાનીઓને હાંકી કાઢવાનું શરૂ કર્યું. બે મહિનાથી વધુ ચાલેલા કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ 26 જુલાઈ 1999ના રોજ આ મિશનમાં સફળતા મેળવી હતી. ત્યારથી, 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Advertisement

Tags :
Advertisement

.