Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનમાં ઝીરો કોરોના પોલિસીના વિરોધમાં લોકો રસ્તે ઉતર્યા, 'શી જિનપિંગ ખુર્સી છોડો'ના લાગાવ્યા નારા

ચીનમાં કોરોના લોકડાઉનના કારણે લોકો વિફર્યાશિનજિયાંગ, બેઈજિંગ, શાંઘાઈમાં વિરોધ પ્રદર્શનરાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરૂદ્ધ પ્રદર્શનમાં નારેબાજી'જિનપિંગ ખુરશી ખાલી કરો' ના લાગ્યા નારાઅનેક પ્રદર્શનકારીઓની પોલીસે કરી ધરપકડ2019 બાદ ચીનમાં સૌથી વધુ દૈનિક કોરોના કેસચાઓયાંગ શહેરમાં 35 લાખ લોકો ઘરમાં કેદચીનમાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે અહીં કડક ઝીરો àª
ચીનમાં ઝીરો કોરોના પોલિસીના વિરોધમાં લોકો રસ્તે ઉતર્યા   શી જિનપિંગ ખુર્સી છોડો ના લાગાવ્યા નારા
  • ચીનમાં કોરોના લોકડાઉનના કારણે લોકો વિફર્યા
  • શિનજિયાંગ, બેઈજિંગ, શાંઘાઈમાં વિરોધ પ્રદર્શન
  • રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરૂદ્ધ પ્રદર્શનમાં નારેબાજી
  • 'જિનપિંગ ખુરશી ખાલી કરો' ના લાગ્યા નારા
  • અનેક પ્રદર્શનકારીઓની પોલીસે કરી ધરપકડ
  • 2019 બાદ ચીનમાં સૌથી વધુ દૈનિક કોરોના કેસ
  • ચાઓયાંગ શહેરમાં 35 લાખ લોકો ઘરમાં કેદ
ચીનમાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે અહીં કડક ઝીરો કોવિડ પોલિસી લાગુ છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે ચીનમાં લોકડાઉન, મોટા પાયે ટેસ્ટિંગ અને મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ચીનમાં એક પછી એક પ્રતિબંધો અને કડક માર્ગદર્શિકાએ લોકોને હવે ગુસ્સે કર્યા છે કારણ કે કોરોના કેસ ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગની 'કડક શૂન્ય કોવિડ નીતિ' સામે લોકો રસ્તા પર ઉતરીને ચીન સરકારના કડક કોવિડ પ્રતિબંધો સામે વિરોધ તીવ્ર કરી રહ્યા છે.
લોકોનું વિરોધ પ્રદર્શન, પોલીસે કર્યો બળપ્રયોગ
ચીનની 'શી જિનપિંગ' સરકારના કડક કોવિડ પ્રતિબંધો સામે ચાઇના ઝીરો કોવિડ પોલિસી સામે વિરોધ ઉગ્ર બન્યો છે. લોકો રસ્તા પર ઉતરીને દેશની કડક શૂન્ય કોવિડ નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ વિરોધમાં હજારો વિરોધીઓ શાંઘાઈના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કર્યો હતો. વળી, મીડિયા અહેવાલો અનુસાર, આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને પોલીસ વાહનમાં બાંધી દીધા હતા. વળી, બેઇજિંગ અને નાનજિંગ સહિત અન્ય ઘણી જગ્યાએ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. 
Advertisement

રવિવારે નોંધાયેલા 40,000 નવા ચેપ સાથે કોરોનાવાયરસના કેસમાં તીવ્ર વધારો થવાના કારણે શી જિનપિંગને પદ છોડવાની હાકલ વચ્ચે દેશમાં ચીનના કડક COVID-19 લોકડાઉનનો વિરોધ કરતો જાહેર વિરોધ તીવ્ર બન્યો છે. ચાઇનીઝ નાગરિકોએ શાંઘાઈમાં એક વિશાળ પ્રદર્શન સહિત જાહેર વિરોધના ઘણા વીડિયો પોસ્ટ અને શેર કર્યા, જ્યાં લોકોએ સોશિયલ મીડિયા અને ટ્વિટર પર શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના (CPC) અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

કમ્યુનિસ્ટ પાર્ટી સત્તા છોડો જેવા લાગ્યા નારા
અહેવાલ મુજબ, દૂરના ઉત્તર-પશ્ચિમ શહેર ઉરુમકીમાં વિરોધ પ્રદર્શન પછી દેશના ઘણા ભાગોમાં કોવિડ વિરુદ્ધ અશાંતિ ફેલાઈ ગઈ. મળતી માહિતી મુજબ અહીંના એક ટાવર બ્લોકમાં લાગેલી આગમાં 10 લોકોના મોત થયા છે. લોકોએ આ માટે કડક લોકડાઉનને જવાબદાર ઠેરવતા ઉગ્ર વિરોધ કર્યો છે. રવિવારે રાત્રે શાંઘાઈમાં સેંકડો વિરોધીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. શનિવારની રાત્રે શાંઘાઈમાં વિરોધ પ્રદર્શન દરમિયાન, લોકો ખુલ્લેઆમ "શી જિનપિંગ, પદ છોડો" અને "કમ્યુનિસ્ટ પાર્ટી સત્તા છોડો" જેવા નારા લગાવ્યા હતા. લોકો ખાલી બેનરો પકડેલા જોવા મળ્યા હતા, જ્યારે અન્ય લોકોએ ઉરુમકીમાં પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મીણબત્તીઓ પ્રગટાવી હતી અને ફૂલો મૂક્યા હતા. આવી માંગણીઓ ચીનની અંદર એક અસામાન્ય દૃશ્ય છે, જ્યાં સરકાર અને રાષ્ટ્રપતિની કોઈપણ સીધી ટીકા કઠોર સજામાં પરિણમી શકે છે.
Advertisement

'કોવિડ ટેસ્ટ નહીં, અમને આઝાદી જોઈએ છે'
ચીનમાં સરકાર વિરૂદ્ધ વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે. સોમવારે, બેઇજિંગમાં થર્ડ રિંગ રોડ પાસે વિરોધીઓની મોટી ભીડ એકઠી થઈ. આ દરમિયાન લગભગ 1000 લોકોએ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. વિરોધીઓએ 'અમને માસ્ક નથી જોઈતા, અમને આઝાદી જોઈએ છે' ના નારા લગાવ્યા હતા. 'અમને કોવિડ ટેસ્ટ નહીં પણ આઝાદી જોઈએ છે'ના નારા લગાવ્યા. શાંઘાઈમાં હજારો વિરોધીઓ બહાર આવ્યા, જ્યાં લોકોને પોલીસની કારમાં લઈ જવામાં આવ્યા હતા. બેઇજિંગ અને નાનજિંગ સહિત અન્ય સ્થળોએ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. શનિવારે ચીનમાં 34,398 કોરોના કેસ નોંધાયા હતા. શુક્રવારે, આંકડો 31,928 હતો, જે ચેપની સંખ્યામાં તાજેતરના ઉછાળાને દર્શાવે છે.

ચીનમાં અલગ જ રીતે થઇ રહ્યું છે પ્રદર્શન
ચીનના ડઝનેક શહેરોમાંથી એક સાથે સામે આવી રહેલા વિરોધ પ્રદર્શનની આ તસવીરો દુર્લભ કહેવામાં આવી રહી છે, કારણ કે ચીનમાં સરકાર વિરુદ્ધ એક શબ્દ પણ બોલવાની છૂટ નથી અને આવી સ્થિતિમાં હજારો લોકો ખુલ્લેઆમ આગળ આવ્યા અને વિરોધમાં ભાગ લીધો છે, જેને તદ્દન દુર્લભ માનવામાં આવે છે. આ પહેલા ચીનમાં 1989માં તિયાનમેન સ્ક્વેર પર પ્રદર્શન થયું હતું, જેમાં કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા હજારો લોકોને મારી દેવામાં આવ્યા હતા. ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામે અસહમત થવાનો લોકોને અધિકાર નથી અને લોકોએ ભારે સેન્સરશીપ હેઠળ જીવવું પડે છે. 
Advertisement

પરંતુ, એવું પહેલીવાર બન્યું છે કે પ્રદર્શનમાં સામેલ લોકો સીધા જ શી જિનપિંગના રાજીનામાની માંગ કરી રહ્યા છે. વળી, રોઇટર્સના જણાવ્યા અનુસાર, પર્સનલ ચેટમાં જોડાવા જતા લોકો અને ચાઇનીઝ સોશિયલ મીડિયા પર એકબીજાને વ્હાઇટ પેપર સાથે લેવાની સલાહ આપી રહ્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા વર્ષ 2020માં હોંગકોંગમાં લોકશાહી તરફી આંદોલનકારીઓએ પણ શ્વેતપત્ર સાથે પ્રદર્શન કર્યું હતું, પરંતુ શી જિનપિંગની સરકાર દ્વારા લોકોના પ્રદર્શનને ક્રૂરતાથી કચડી નાખવામાં આવ્યું હતું અને પ્રદર્શનમાં સામેલ નેતાઓને જેલની સજા કરવામાં આવી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.