સાઉથની ફિલ્મોની સફળતા પર , નવાઝુદ્દીન સિદ્દીકી-અભિષેક બચ્ચને કર્યો ઇન્ડસ્ટ્રીનો બચાવ
હાલના દિવસોમાં સિનેમા હોલમાં જો કઇ ચર્ચાના વિષય હોય તો માત્ર સાઉથની જ્વલંત સફળતા છે. છેલ્લાં ઘમા સમયથી કોરોના મહામારીના ડાઉનફોલ પછી હીન્દી બેલ્ટમાં પણ સાઉથની ફિલ્મો રેકોર્ડબ્રેક કમાણી કરીને બોલિવુડના મોટા સ્ટાર્સને ટક્કર આપી રહ્યાં છે.આવી સ્થિતિમાં, ચાલો જાણીએ દક્ષિણ ભારતીય ફિલ્મોની સફળતા વિશે બોલિવૂડ સ્ટાર્સ શું વિચારે છે? આ અંગે એક મીડિયા ઇન્ટરવ્યુમાં અભિષેક બચ્ચન અને à
09:37 AM Apr 27, 2022 IST
|
Vipul Pandya
હાલના દિવસોમાં સિનેમા હોલમાં જો કઇ ચર્ચાના વિષય હોય તો માત્ર સાઉથની જ્વલંત સફળતા છે. છેલ્લાં ઘમા સમયથી કોરોના મહામારીના ડાઉનફોલ પછી હીન્દી બેલ્ટમાં પણ સાઉથની ફિલ્મો રેકોર્ડબ્રેક કમાણી કરીને બોલિવુડના મોટા સ્ટાર્સને ટક્કર આપી રહ્યાં છે.આવી સ્થિતિમાં, ચાલો જાણીએ દક્ષિણ ભારતીય ફિલ્મોની સફળતા વિશે બોલિવૂડ સ્ટાર્સ શું વિચારે છે? આ અંગે એક મીડિયા ઇન્ટરવ્યુમાં અભિષેક બચ્ચન અને નવાઝુદ્દીન સિદ્દીકીની પ્રતિક્રિયા સામે આવી છે.
હાલના દિવસોમાં બોલિવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર સાઉથની ફિલ્મોની સામે પાણી ભરતી જોવા મળે છે. ક્યાંક પુષ્પા, ક્યાંક કેજીએફ 2 સાઉથની આ ફિલ્મોની સામે કોઈ મોટું બી-લિસ્ટ નથી ચાલી રહ્યું. તેની સાથો સાથ હીન્દી બેલ્ટમાં ધીમે ધીમે સાઉથના સુપરસ્ટાર્સનું સ્ટારડમ પણ ફેલાઈ રહ્યું છે. બોલિવૂડમાં સાઉથની ફિલ્મોની રીમેક પણ આડેધડ બની રહી છે. સાથો સાથ મનોરંજન ઇન્ડ્સ્ટ્રીમાં પેન ઈન્ડિયા સ્ટાર્સ અને ભારતીય કલાકારોની માંગ પણ વધી છે. આના પર બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનની પ્રતિક્રિયા આવી છે. આ મુદ્દે અભિષેક બચ્ચને હીન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બચાવ કર્યો છે. બોલિવૂડમાં સાઉથની ફિલ્મોની રિમેક અંગે તે કહે છે કે આ વિચારોની આપ-લે છે. જે બંને તરફથી થાય છે. એવું નથી કે દક્ષિણમાં હીન્દી ફિલ્મો રિમેક નથી બનતી.
મિડિયા સાથેની વાતચીતમાં અભિષેકે કહ્યું- આવું શા માટે માનવું જોઇએ. આપણે બધા ભારતીય ફિલ્મ ઉદ્યોગનો જ ભાગ છીએ. ભલે આપણે જુદી જુદી ભાષાઓમાં કામ કરતા હોઈએ પણ આપણે એક જ ઈન્ડસ્ટ્રીમાંથી આવીએ છીએ. આપણે બધા એક જ પ્રેક્ષકો સુધી પહોંચીએ છીએ. ફિલ્મ હીન્દીમાં બને કે અન્ય ભાષાઓમાં, સારી ફિલ્મોની રિમેક હંમેશા બનતી જ આવી છે. આ કોઈ નવી વાત નથી. હંમેશા કન્ટેનની આપ-લે થતી રહી છે. આમાં કંઈક ખોટું નથી.
સાઉથની ફિલ્મોની સફળતા પર બોલિવૂડમાં જોરદાર ચર્ચા થઇ રહી છે. ત્યારે નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ આ મુદ્દે પોતાનો પક્ષ મૂક્યો છે. નવાઝનું માનવું છે કે બોલિવુડે સાઉથની ફિલ્મોની રિમેક કરીને ભૂલ કરી છે. તેમણે કહ્યું- આપણે ઓરિજિનલ નથી બનાવી રહ્યા. માત્ર રિમેક બનાવી રહ્યા છીએ. સમય આવી ગયો છે કે આપણે બોધપાઠ લઈને ઓરિજિનલ ફિલ્મો બનાવવી જોઈએ, તે વધુ સારું રહેશે.
Next Article