બે દિવસીય હાથ સે હાથ જોડો યાત્રાનો બીજો દિવસ, અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રની ભાજપ સરકાર પર સાધ્યું નિશાન
કોંગ્રેસ દ્વારા અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાંથી શરુ કરવામાં આવેલી હાથ સે હાથ જોડો યાત્રાનો આજે બીજો અને અંતિમ દિવસ છે. બીજા દિવસે અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર સામે નિશાન તાક્વામાં આવ્યું હતું. અર્જુનભાઈ મોઢવાડીયાએ સરકાર સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા એ આઝાદી પછીની સૌથી મોટી મુવમેન્ટ છે અને એના દ્વારા ભારત વિરોધી તાકતો દેશમાં
કોંગ્રેસ દ્વારા અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાંથી શરુ કરવામાં આવેલી હાથ સે હાથ જોડો યાત્રાનો આજે બીજો અને અંતિમ દિવસ છે. બીજા દિવસે અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર સામે નિશાન તાક્વામાં આવ્યું હતું. અર્જુનભાઈ મોઢવાડીયાએ સરકાર સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા એ આઝાદી પછીની સૌથી મોટી મુવમેન્ટ છે અને એના દ્વારા ભારત વિરોધી તાકતો દેશમાં ઉભરી રહી છે તેને પરાસ્ત કરવાનો નેમ છે આ દેશ અનેક ભાષાઓ અનેક જાતિઓ અને વિવિધ સંપ્રદાયોનો બનેલો દેશ છે ત્યારે તેના ઉપર કોઈ એક વિચાર ધારા ઠોકી બેસાડી ટુકડા થવા દેવાય નહિ તેવું જણાવતા ભાજપ સરકાર સામે નિશાન તાક્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા પ્રારંભ કરવામાં આવેલી આ યાત્રાની આજે શામળાજી નજીકના લૂસડિયા ખાતે આવેલા સંત સુરમલ દાસજી મહારાજ મંદિર ખાતે પુર્ણાહુતી કરવામાં આવનાર છે ત્યારે બે દિવસ દરમિયાન આ યાત્રા ભિલોડા તાલુકાના ૫૦ થી વધુ ગામોમા ફરી હતી ત્યારે ગુજરાત વિધાનસભા ની ચૂંટણીમાં બેકફૂટ ઉપર આવી ગયેલી કોંગ્રેસ દ્વારા ક્યાંકને ક્યાંક ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી પહેલા હાથ સે હાથ જોડો યાત્રા અંતર્ગત અત્યાર થીજ મતદારોને રીઝવવાના પ્રયાસ થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
આ યાત્રાના બીજા દિવસે શામળાજી આદિવાસી સેવા સમિતિ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ બાદ યાત્રા શામળાજી મંદિર ખાતે પહોંચી હતી અને ભગવાન શામળિયાના દર્શન કર્યા બાદ આગળના ગામડાઓમાં જવા રવાના થઇ હતી ત્યારે યાત્રાના બીજા દિવસે પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પવાર , તાલુકા પ્રમુખ વનરાજભાઈ ડામોર , ડો રાજનભાઈ ભગોરા , રાજેન્દ્રભાઇ પારઘી સહીત મોટી સઁખ્યામા કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહયા હતા અને યાત્રામાં જોડાયા હતા યાત્રા દરમિયાન હાજર રહેલા અરજુનભાઈ મોઢવાડિયાએ પત્રિકાઓ પણ વહેંચી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement