Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન પર્વ નિમિત્તે કલરવ શાળાના દિવ્યાંગ બાળકો બન્યા આત્મનિર્ભર

રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને બજારો રાખડીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકોએ આ તહેવારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.ભરૂચમાં દિવ્યાંગ બાળકો માટે કાર્યરત કલરવ શાળા દિવ્યાંગ બાળકો માટે વિવિધ રોજગારલક્ષી પ્રવૃતિઓ કરતી આવી છે. દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને ભવિષ્યમાં આત્મનિર્ભà
ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન પર્વ નિમિત્તે કલરવ શાળાના દિવ્યાંગ બાળકો બન્યા આત્મનિર્ભર
ક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને બજારો રાખડીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકોએ આ તહેવારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
ભરૂચમાં દિવ્યાંગ બાળકો માટે કાર્યરત કલરવ શાળા દિવ્યાંગ બાળકો માટે વિવિધ રોજગારલક્ષી પ્રવૃતિઓ કરતી આવી છે. દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બની રહે તે માટે અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ રોજગારલક્ષી પ્રવૃતિઓમાં ફાઈલ, ફોલ્ડર,દિવાળીના કોડિયા,બાજ પડીયા તેમજ વિવિધ કલાત્મક રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે. આગામી દિવસોમાં ભાઈ- બહેનના હેતનું પવિત્રપર્વ રક્ષાબંધન પર્વ આવી રહ્યું છે. ત્યારે બહેન-ભાઈના હાથમાં હેતથી રક્ષા બાંધશે.
કલરવ શાળાના દિવ્યાંગ બાળકો અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ રાખડીઓ બનાવી રહ્યા છે. જેમાં સુતરના તાતણાવાળી, મોતીવાળી, રૂદ્રાક્ષવાળી, ઓમવાળી, ડાયમંડવાળી સહિતની રાખડીઓ બનાવી રહ્યા છે.આમ બાળકો દ્વારા આત્મસન્માન અને સ્વનિર્ભરતાના ઉમદા હેતુથી અને બાળકો શું શું કરી શકે? તેવી વાત અને વ્યવસ્થા બદલવા માટે વીરાના કાંડે બાંધવાની રાખડીઓનું સર્જન દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના આર્થિક ઉર્પાજનથી ભેગી થતી રકમમાંથી  બાળકોને દિવાળી સમયે ફટાકડા અને મીઠાઈ આપવમાં આવે છે. ભરૂચ શહેરની જનતાને દિવ્યાંગ બાળકના આ ઉમદા હેતુસરના કાર્યને બિરદાવવા અને આત્મવિશ્વાસ વધારવા ભાઈ - બહેનના હેતભર્યા સબંધમાં દિવ્યાંગ બાળકની રાખડીને સ્થાન આપવા કલરવ શાળાના સંચાલક નિલાબેન મોદીએ અપીલ કરી હતી.                
ભાઈ - બહેનના પાવન પર્વ રક્ષાબંધનમાં લોકો પણ આ દિવ્યાંગ બાળકોની રાખડીઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરી તેમના આત્મ વિશ્વાસમાં  વધારો કરવાનું પુણ્ય કાર્યમાં સહભાગી બને તે આવશ્યક છે.
Advertisement
Tags :
Advertisement

.