મહાસુદ પુનમ નિમિતે અંબાજીમાં ભક્તોની ભીડ, ગુજરાત સરકારના અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે કર્યા દર્શન
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચà«
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.અંબાજી ખાતે માં અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે.આજે મહા સુદ પૂનમ ના દિવસે ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રી અંબાજી મંદિરના દર્શન કરવા આવ્યા હતા.
મંદિરના મહારાજ દ્વારા ચૂંદડી ઓઢાડીને બહુમાન
આજે રોડ માર્ગે ગુજરાત સરકારના રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અંબાજી મંદિર ખાતે આવ્યા હતા જ્યા તેમનું દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ખેસ પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.અંબાજી મંદિર ખાતે મંત્રીએ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીના મંદિરમાં પહોંચી મા અંબાના દર્શન કર્યા હતા. મંદિરના મહારાજ દ્વારા તેમને ચૂંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યુ હતું.મહારાજ દ્વારા તેમને પાવડી મુકીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા ત્યારબાદ તેમણે મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.અંબાજી મંદિર ખાતે હાલમાં વિવિધ મંત્રીઓ માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રીએ પણ માતાજીના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ તેઓ પરત ગયા હતા.
મંત્રી બન્યા બાદ પ્રથમ વખત મુલાકાત
અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તો સિવાય ઘણાય વીઆઈપી લોકો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે નેતાઓ,અભિનેતાઓ ,બિઝનેશમેન સહીત ઘણા વીઆઈપી લોકો પણ માતાજીના મંદિરમાં શીશ ઝુકાવવા આવી રહ્યા છે ત્યારે આજે ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પણ પ્રથમ વખત મંત્રી બન્યા બાદ માતાજીના દર્શન કરવા આવ્યા હતા.ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, સોશ્યિલ જુસ્ટિસ એન્ડ એમ્પવર્મેન્ટ.વિભાગનો તેઓ હવાલો સંભાળે છે . પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. તેમણે અંબિકેશ્વર મહાદેવ ખાતે શિવજી ને જળ અર્પણ કર્યું હતું.
આ પણ વાંચોઃ પુનમના પાવન દિવસને લઇને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર, ગુજરાતી સિંગર જયકર ભોજકે ગાયુ માનું ભજન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement