શીખ ગુરુ તેગ બહાદુર જન્મ જયંતિ નિમિત્તે PM મોદી 21 એપ્રિલે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને કરશે સંબોધન

નવમા શીખ ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબની 400મી જન્મજયંતિને સમર્પિત લાલ કિલ્લા પર બે દિવસીય
ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. તેનું આયોજન કેન્દ્ર સરકાર કરશે. જ્યારે દિલ્હી
ગુરુદ્વારા કમિટી આ કાર્યક્રમ માટે સંપૂર્ણ સહકાર આપશે. તેનું આયોજન 20 અને 21 એપ્રિલે લાલ કિલ્લા ખાતે ભવ્ય કાર્યક્રમમાં કરવામાં
આવશે. ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે અને
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના સમાપન કાર્યક્રમમાં ભાગ લેશે. 21 એપ્રિલે વડાપ્રધાન આ સમાગમના સમાપન સમારોહમાં ભાગ
લેશે. આ બેઠકમાં વડાપ્રધાન દેશને સંબોધિત કરશે.
નવમા શીખ ગુરુ શ્રી ગુરુ તેગ
બહાદુરની 400મી જન્મજયંતિ ધામધૂમથી
ઉજવવાનો કેન્દ્રની મોદી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આવતા વર્ષે 1 એપ્રિલે આવતા આ તહેવારને
યાદગાર બનાવવા માટે શનિવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં 70 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની
પણ રચના કરવામાં આવી છે. આ સમિતિ ઈવેન્ટને લગતા તમામ નિર્ણયો લેશે.
દિલ્હી ગુરુદ્વારા સમિતિના
વડા હરમીત સિંહ કાલકાએ જણાવ્યું કે 20 એપ્રિલે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને શબ્દ કીર્તન થશે. બીજા દિવસે 21મી એપ્રિલે 400 રાગી સિંહ એકસાથે કીર્તન
કરશે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ
બહાર પાડવામાં આવશે. કાલકાના જણાવ્યા અનુસાર દિલ્હી ગુરુદ્વારા સમિતિ વતી ભારત સરકારના નિર્ણયને ધ્યાનમાં રાખીને 16 અને 17 એપ્રિલના રોજ યોજાનાર દિલ્હી ફતેહ દિવસના કાર્યક્રમને સ્થગિત કરવામાં
આવ્યો છે. બંને કાર્યક્રમોનું સ્થળ પણ એક જ છે અને સમય પણ એક જ છે.