Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નૂતનવર્ષના પ્રથમ દિવસે ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર, રણછોડજીની મંગળા આરતીમાં જનમેદની ઉમટી

આજ થી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે.ત્યારે સૌ કોઇ વડીલોના આશીર્વાદની સાથે સાથે ઇષ્ટ દેવના દર્શન કરવા મંદિરોમાં પહોંચી ગયા છે. ત્યારે સુપ્રસિદ્ધ ધામ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવી પહોંચ્યા. મંગળા આરતીમાં તો મંદિરમાં પગ મૂકવાની જગ્યા નહી. ગર્ભગૃહ આખુ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. માતાજીના દર્શન કરીને નવા વર્ષની ઉજવણી કરી. ગુજરાતભરમાંથી મોટી
નૂતનવર્ષના પ્રથમ દિવસે ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર  રણછોડજીની મંગળા આરતીમાં જનમેદની ઉમટી
આજ થી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે.ત્યારે સૌ કોઇ વડીલોના આશીર્વાદની સાથે સાથે ઇષ્ટ દેવના દર્શન કરવા મંદિરોમાં પહોંચી ગયા છે. ત્યારે સુપ્રસિદ્ધ ધામ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવી પહોંચ્યા. મંગળા આરતીમાં તો મંદિરમાં પગ મૂકવાની જગ્યા નહી. ગર્ભગૃહ આખુ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. માતાજીના દર્શન કરીને નવા વર્ષની ઉજવણી કરી. 
ગુજરાતભરમાંથી મોટી સંખ્યા માઇ ભક્તો ઉમટી પડ્યા બહુચરાજીમાં. નવા વર્ષમાં મા બહુચરના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું,  મા બહુચરને નુતન વર્ષ નિમિત્તે નવુ વર્ષ સુખદાઇ સંપત્તિદાઈ અને આરોગ્યમય રીતે પસાર થાય તે માટે વિશેષ પ્રાર્થના કરી. લાંબી લાઇનોમાં ઉભા રહીને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી.  નવુ વર્ષ હોવાથી માતાજીને ખાસ સાજ શણગાર કરવામાં આવ્યા. ભક્તો માતાજીના મનોહર રૂપના દર્શન કરીને ભાવવિભોર બન્યા હતા. 
નવા વર્ષના પ્રારંભે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું . ખાસ કરીને ભક્તો નવા વર્ષનો પ્રારંભ પોતાના આરાધ્ય દેવના દર્શન કરી કરતા હોય છે ત્યારે શામળાજી ખાતે મોટી સંખ્યમાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટયા હતા અને ભગવાન શામળિયાના દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. નવા વર્ષ પ્રસંગે ભગવાન શામળીયાને વિશેષ સોનાના આભૂષણોથી સાજ શણગાર તેમજ વિશેષ ફૂલોથી શણગાર કરવામાં આવ્યા હતા જે શામળિયાના દર્શન કરી હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી 
તો આ તરફ યાત્રાધામ  ડાકોરમાં તો નજર પહોંચે ત્યાં ભક્તોની ભીડ જોવા મળી. મંદિર પરિસર આખુ ભક્તોની ભરાઇ ગયું. કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે લોકો ક્યાંય ક્યાંયથી આવી પહોંચ્યા હતા.   મંગળાઆરતીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જય રણછોડ માખણચોરના નાદથી મંદિર પરિસર આખુ ગુંજી ઉઠ્યું.
સૂર્યગ્રહણને લીધે એક દિવસ બંધ રહેલા મંદિરોમાં નવા વર્ષના દિવસે રોનક જોવા મળી હતી.  નવા વર્ષના પ્રારંભે જ નાગરિકોએ ઇષ્ટદેવના દર્શન કરીને નવુ વર્ષ સુખ સમૃદ્ધિ અપાવનારુ બની રહે તેવી પ્રાર્થના સાથે માતાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. 
Advertisement
Tags :
Advertisement

.