ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રિલીઝના પ્રથમ દિવસે દેશભરના સિનેમાઘરોમાં માત્ર સો રૂપિયામાં ફિલ્મ જોવા મળશે

હિન્દી ફિલ્મો બનાવનારા નિર્માતાઓને કદાચ બોક્સ ઓફિસ પર સફળતાનો નવો મંત્ર મળ્યો છે.  બાય ધ વે, આ મંત્ર નવો નથી પણ બોક્સ ઓફિસ પર દર્શકોના બદલાયેલા અભિપ્રાયની નિશાની છે. દેશભરમાં ફિલ્મ 'જનહિત મેં જારી' રિલિઝના પ્રથમ દિવસે આ ફિલ્મની ટિકિટ માત્ર સો રૂપિયા રાખવામાં આવી છે. તાજેતરમાં જ આવેલી  કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'માં ટી-સિરીઝે ફિલ્મના ટિકિટના ભાવમાં વધારો કર્યો ન હતો અને તે
10:28 AM Jun 06, 2022 IST | Vipul Pandya
હિન્દી ફિલ્મો બનાવનારા નિર્માતાઓને કદાચ બોક્સ ઓફિસ પર સફળતાનો નવો મંત્ર મળ્યો છે.  બાય ધ વે, આ મંત્ર નવો નથી પણ બોક્સ ઓફિસ પર દર્શકોના બદલાયેલા અભિપ્રાયની નિશાની છે. દેશભરમાં ફિલ્મ 'જનહિત મેં જારી' રિલિઝના પ્રથમ દિવસે આ ફિલ્મની ટિકિટ માત્ર સો રૂપિયા રાખવામાં આવી છે. તાજેતરમાં જ આવેલી  કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'માં ટી-સિરીઝે ફિલ્મના ટિકિટના ભાવમાં વધારો કર્યો ન હતો અને તે બોક્સ ઓફિસ પર સફળ પણ રહી છે. 
નિર્માતા વિનોદ ભાનુશાલી, જેમણે ટી-સિરીઝથી અલગ થયા પછી પોતાનો અલગ સ્ટુડિયો ખોલ્યો છે, અને તેમના સ્ટુડિયોની ડેબ્યુ ફિલ્મ 'જનહિત મેં જરી'ની ટિકિટ પ્રથમ દિવસે માત્ર રૂ.100 જ ભાવ રાખવમાં આવી છે. વિનોદના મતે ફિલ્મને વધુમાં વધુ દર્શકો સુધી લઈ જવાનો ઉદ્દેશ્ય છે તેથી આ ફિલ્મના ટિકિટદર ઓછાં રાખવામાં આવ્યાં છે. ફિલ્મ 'જાનીહિત મેં જારી' 10 જૂનના રોજ તમામ  સિનેમાઘરોમાં રિલીઝ થશે. 
ફિલ્મ 'જનહિત મેં જારી' તેનું પહેલું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ટ્રેન્ડમાં છે. આ ફિલ્મનું પહેલું ગીત જે રિલીઝ થયું છે તેણે પણ લોકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી દીધી છે. અને હવે તેનું ટાઈટલ ટ્રેક પણ રિલીઝ થઈ ગયું છે.  સ્વેગથી ભરપૂર ટાઈટલ ટ્રેક રફ્તાર અને નકાશ અઝીઝે કમ્પોઝ કર્યું છે. આ ગીત મહિલા સશક્તિકરણને ઉજાગર કરે છે. ફિલ્મ 'જનહિત મેં જારી'ના ટાઈટલ ટ્રેકના લોન્ચિંગ પ્રસંગે ફિલ્મના નિર્માતા વિનોદ ભાનુશાલી અને રાજ શાંડિલ્યએ ફિલ્મના ટિકિટદર ઓછાં રાખવાની જાહેરાત કરી હતી. 
બંનેએ કહ્યું કે દેશભરમાં આ ફિલ્મ રિલિઝના  પ્રથમ દિવસે એટલે કે શુક્રવારે ફિલ્મની ટિકિટ માત્ર સો રૂપિયામાં રાખવામાં આવશે. નોંધનીય છે કે ગયા મહિને રીલિઝ થયેલી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ની સફળતાનું મોટું કારણ પણ  ફિલ્મનો ઓછો ટિકિટદર માનવામાં આવે છે. આ ફિલ્મની ટિકિટ દર પણ  200થી અઢીસો રૂપિયાની આસપાસ રાખીને ફિલ્મે જબરદસ્ત નફો કર્યો છે, જેના કારણે વેકેશન સિઝનમાં અનેક લોકો પરિવાર સાથે આ ફિલ્મ જોવા જઇ શક્યાં હતાં. 
વિનોદ અને રાજ કહે છે, “ફિલ્મ 'જનહિત મેં જારી' એ કોમેડી અને સોશિયલ મેસેજ સાથેની વાર્તાનું એક પરફેક્ટ પેકેજ છે. પ્રેક્ષકોએ ફિલ્મના ટ્રેલરને પણ ખૂબ પસંદ કર્યું છે, તેથી આ અમારા તરફથી દર્શકો માટે એક નાનકડી ભેટ છે. આ  એક એવી વાર્તા છે જે દરેક ઘર સુધી પહોંચાડવાની જરૂર છે અને આ ઉદ્યેશ્યમાં અમને ટેકો આપવા બદલ અમે અમારા મલ્ટીપ્લેક્સ ભાગીદારોના પણ આભારી છીએ. અમને આશા છે કે અમારા દર્શકો પહેલા દિવસે રૂ.100 જેટલા ઓછા પૈસામાં મનોરંજન કરી શકશે.” 
જય બસંતુ સિંઘ દ્વારા દિગ્દર્શિત જનહિત મેં જારી એ થિંક ઈંક પિક્ચર્સ પ્રોડક્શન દ્વારા નિર્મિત ફિલ્મ છે. જે કોર્પોરેટ હાઉસ ઝી સ્ટુડિયોની પણ મહત્વની ફિલ્મ ગણાય છે, કારણકે તેની પાછલી ફિલ્મ 'ધાકડ' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તેથી તેઓ આ ફિલ્મથી ફરી બજારમાં સ્થાન બનાવવાનો પ્રયત્ન કરશે. આ ફિલ્મમાં નુસરત ભરૂચાના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. નિર્માતાઓને કદાચ આ ફિલ્મ કંગના રનૌતની ફિલ્મને લીધે થયેલા નુકસાનની ભરપાઈ પણ કરાવી શકે.  
Tags :
BollywoodfilmpricelawGujaratFirstJanhitmejariNusratBaruchafilmUpcomingFilm
Next Article