Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પતિના અવસાનના બીજા દિવસે સ્ટેજ પર પરત ફર્યાં આ સિનિયર એક્ટ્રેસ

કલાકાર બેલડી કેતકી દવે અને રસિક દવેનું પોતાના કામ પ્રત્યેનો જુસ્સો ઇન્ડસ્ટ્રીમાં સૌ કોઇ જાણે છે. કેતકી અને રસિકના લગ્નને 40 વર્ષ થયા, જો કે કલાકાર રસિકદવેનું તાજેતરમાં જ નિધન થયું હતું. આ બંને સ્ટાર્ર  2006માં ટીવી શો 'નચ બલિયે' બલિયેમાં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. કેતકી અને રસિકને 2 બાળકો છે. હજુ પણ સોશિયલ કલ્ચર મુજબ પત્નીએ પતિના મૃત્યુ બાદ શોક પાળવો પડે છે. પણા આ લેજન્ડરી એક્ટ્રેસે નà
પતિના અવસાનના  બીજા દિવસે સ્ટેજ પર પરત ફર્યાં આ સિનિયર એક્ટ્રેસ
કલાકાર બેલડી કેતકી દવે અને રસિક દવેનું પોતાના કામ પ્રત્યેનો જુસ્સો ઇન્ડસ્ટ્રીમાં સૌ કોઇ જાણે છે. કેતકી અને રસિકના લગ્નને 40 વર્ષ થયા, જો કે કલાકાર રસિકદવેનું તાજેતરમાં જ નિધન થયું હતું. આ બંને સ્ટાર્ર  2006માં ટીવી શો 'નચ બલિયે' બલિયેમાં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. કેતકી અને રસિકને 2 બાળકો છે. હજુ પણ સોશિયલ કલ્ચર મુજબ પત્નીએ પતિના મૃત્યુ બાદ શોક પાળવો પડે છે. પણા આ લેજન્ડરી એક્ટ્રેસે નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. પોતાના ઘર પરિવારને 

અંગત જીવનને કામથી દૂર રાખવાનું પસંદ
ઘણી ફિલ્મો અને ટીવી શોનો હિસ્સો રહી ચૂકેલા અભિનેતા રસિક દવેનું તાજેતરમાં નિધન થયું છે. રસિક દવેના અવસાનના એક દિવસ પછી, તેમની પત્ની કેતકી દવે કામ પર પાછા ફર્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તે પોતાના અંગત જીવનને કામથી દૂર રાખવાનું પસંદ કરે છે. આપને જણાવી દઈએ કે મૃત્યુ પહેલા રસિકે કેતકીને કહ્યું હતું કે તેના ગયા પછી પણ તે કામ કરતી રહેશે.
'નચ બલિયે'માં સાથે કામ કરતા જોવા મળ્યા હતા.
રસિક દવે અને કેતકી દવે સાથે મળીને એક ડ્રામા કંપની ચલાવતા હતા અને બંનેએ ઘણી પ્રખ્યાત સિરિયલોમાં કામ કર્યું હતું. કેતકી અને રસિકના લગ્નને 40 વર્ષ થયા હતા અને બંને 2006માં ટીવી શો 'નચ બલિયે' બલિયેમાં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. કેતકી અને રસિકને 2 બાળકો છે. પુત્રનું નામ અભિષેક દવે અને પુત્રીનું નામ રિદ્ધિ દવે છે.
'દર્શકો મારા દુઃખનો ભાગ ન બનવા જોઈએ'
મીડીયા સાથેની વાતચીતમાં કેતકી દવેએ કહ્યું, 'હું નથી ઈચ્છતી કે લોકો મારી  દુખની પળનો ભાગ બને. લોકોએ તેમના સુખનો આનંદ માણવો જોઈએ. હું કોઈપણ પાત્રમાં તરત જ આવી જાઉં છું અને હું નથી ઈચ્છતી કે કેતકી દવેના અંગત જીવનના કારણે તેની અસર હું જે પાત્ર નિભાવું છે તેના પર થાય. ગઈ કાલે સુરતમાં એક નાટક હતું અને હું પણ ત્યાં ગયો હતો.
'મારા કારણે કોઈ નારાજ થાય એવું રસિક નથી ઈચ્છતા'
કેતકીએ કહ્યું, 'મારી તબિયત સારી ન હતી ત્યારે પણ હું કામ પર જતી હતી. મને માત્ર પ્રોજેક્ટની જ પડી નથી. આ મારી આખી ટીમનું કમિટમેન્ટ છે. શો અગાઉથી બૂક કરવામાં આવે છે અને હું નથી ઈચ્છતી કે મારા કારણે આકી ટીમમાં કોઈને તકલીફ પડે. જાણવા મળે છે કે રસિકને છેલ્લા 4 વર્ષથી કિડનીની સમસ્યા હતી.
આ પણ વાંચો- 
Advertisement
Tags :
Advertisement

.