Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીના જન્મદિવસે દેશને મળશે 8 ચિત્તાની અનમોલ ભેટ, 17મીએ સવારે નામીબીયાથી પહોંચશે જયપુર

આગામી 17 સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ છે. ત્યારે  દેશને એક ઐતિહાસિક ભેટ મળવા જઈ રહી છે. 70 વર્ષ બાદ દેશમાં ફરી એકવાર ચિત્તા જોવા મળશે. જણાવી દઈએ કે વર્ષ 1952માં દેશમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા છે.અને હવે ભારતની આ ધરોહર ફરી સ્થાપિત થશે.17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિવસના અવસર પર મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તા છોડવામાં આવશે, જે નામીબીયાની રાજધાàª
pm મોદીના જન્મદિવસે દેશને મળશે 8 ચિત્તાની અનમોલ ભેટ  17મીએ સવારે નામીબીયાથી પહોંચશે જયપુર
આગામી 17 સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ છે. ત્યારે  દેશને એક ઐતિહાસિક ભેટ મળવા જઈ રહી છે. 70 વર્ષ બાદ દેશમાં ફરી એકવાર ચિત્તા જોવા મળશે. જણાવી દઈએ કે વર્ષ 1952માં દેશમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા છે.અને હવે ભારતની આ ધરોહર ફરી સ્થાપિત થશે.
17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિવસના અવસર પર મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તા છોડવામાં આવશે, જે નામીબીયાની રાજધાની વિન્ડહોકથી લાવવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 16 સપ્ટેમ્બરના રોજ વિન્ડહોકમાંથી 5 માદા અને 3 નર સહિત 8 ચિત્તાઓ લાવવામાં આવશે. આ તમામ ચિત્તા ચાર્ટર્ડ એરક્રાફ્ટ દ્વારા ભારતમાં લાવવામાં આવશે.અને 17મીએ સવારે જયપુર ઉતરશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કુનો નેશનલ પાર્કમાં ઉતારવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે કોઈ માંસાહારી પ્રાણીને એક ખંડમાંથી બીજા ખંડમાં લાવવામાં આવી રહ્યું હોય. આ ઐતિહાસિક પગલાની પ્રશંસા કરતા પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે આનાથી પર્યાવરણીય સંતુલન જાળવવાનું સરળ બનશે.
નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવાની તૈયારી ચાલી રહી છે.નામિબિયા સાથેના કરારને કારણે શરૂઆતમાં 8 ચિત્તા ભારત લાવવાના છે, જ્યારે દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા ભારતમાં આવવાના છે. તમને જણાવી દઈએ કે 2020માં સુપ્રીમ કોર્ટે નામીબિયાથી ચિત્તા લાવવા માટે લીલી ઝંડી આપી હતી.
Advertisement
Tags :
Advertisement

.