Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાષ્ટ્રીય યુવા દિવસે રાજ્યકક્ષાની તૃતીય ઓસમ આરોહણ સ્પર્ધા યોજાઈ

શિયાળાની ગુલાબી ઠંડીમાં અને પ્રકૃતિના સાંનિધ્યનો અનુભવ કરતાં અનેરા જોમ જુસ્સા સાથે તૃતીય ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધાનો ધોરાજી તાલુકાના નાયબ કલેકટરશ્રી જયેશ લીખિયા દ્વારા ઓસમ તળેટી ખાતેથી ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 10.08મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને 9.34 મિનિટના રેકોર્ડ સાથે ભાઈઓમાં પ્રથમ ક્રમાંકે મેર ચેતન, દ્વિતીય ક્રમાંકે 1.49 મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રà
10:04 AM Jan 12, 2023 IST | Vipul Pandya
શિયાળાની ગુલાબી ઠંડીમાં અને પ્રકૃતિના સાંનિધ્યનો અનુભવ કરતાં અનેરા જોમ જુસ્સા સાથે તૃતીય ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધાનો ધોરાજી તાલુકાના નાયબ કલેકટરશ્રી જયેશ લીખિયા દ્વારા ઓસમ તળેટી ખાતેથી ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 10.08મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને 9.34 મિનિટના રેકોર્ડ સાથે ભાઈઓમાં પ્રથમ ક્રમાંકે મેર ચેતન, દ્વિતીય ક્રમાંકે 1.49 મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રમાંકે ૧૦.૫૧ મિનિટ સાથે કાલરીયા ક્રિશ તેમજ બહેનોમાં 14.04 મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને 13.35 મિનિટના નવા રેકોર્ડ સાથે પ્રથમ ક્રમાંકે ચૌહાણ યશના, દ્વિતીય ક્રમાંકે 13.41 મિનિટ સાથે બાવળીયા ત્રિશા અને તૃતીય ક્રમાંકે ૧૩.૪૫ મિનિટ સાથે પામકા કૃપા ઓસમ આરોહણ સ્પર્ધામાં વિજેતા થયા છે.
ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ  ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે તૃતીય ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના 8 જિલ્લાના જુનિયર ભાઈઓ અને બહેનોએ મોટી ઇંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદને યાદ કરતા ધોરાજી તાલુકાના નાયબ કલેકટરશ્રી જયેશ લીખિયાએ જણાવ્યું હતું કે, સ્પર્ધામાં ખેલદિલી સાથે ભાગ લેવો  એજ મહત્વની બાબત છે. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બને તે માટે રાજયસરકાર દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડીને આગળ વધવા માટે મહત્વનો ભાગ ભજવે છે. શ્રી લીખીયાએ આ સ્પર્ધમાં ઉત્તમ પ્રયાસો કરનાર દરેક ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સ્પર્ધામાં રાજકોટ,જુનાગઢ, ગીર-સોમનાથ,મોરબી,સુરેન્દ્રનગર,ભાવનગર, બોટાદ, જામનગર એમ કુલ 8જિલ્લામાંથી 14થી 18 વર્ષના ૨૫૨ ભાઈઓ તથા 162બહેનો સહિત ૪૧૪ ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોએ ઓસમ ડુંગર ઉપર આવેલાં માત્રીમાતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ પરત પહોંચવાનું હતું.
 
સંપૂર્ણ ખેલદિલી સાથે સ્પર્ધામાં જોડાયેલ ખેલાડીઓને ચેસ્ટ નંબર આપવાથી માંડી સેકન્ડ ટુ સેકન્ડ સમય સાથે આધુનિક ટેકનોલોજીની મદદથી રેડિયો ફ્રિકવન્સી ચીપ સીસ્ટમ સાથે પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમનો ઉપયોગ હાલ પોલીસ ભરતી માટે થઈ રહ્યો છે. ખેલાડીઓની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરાથી સ્પર્ધાનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના સુચારૂ આયોજન તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે આશરે ૫૩ શિક્ષકો તથા ૩૦ સ્વયંસેવકો જોડાયા હતા.
આ તકે રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ ખેલાડીને રૂ. 25000દ્વિતિય નંબરને રૂ.20000 તૃતિય નંબરને રૂ.15000એમ કુલ મળી 1 થી 10 નંબર સુધી વિજેતા થયેલ ખેલાડીઓને કુલ રૂ.2,34000 ના રોકડ ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સમય મર્યાદામાં પૂર્ણ કરેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં પર્વતારોહકને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૯થી ઓસમ આરોહણ - અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં જુનાગઢ, ચોટીલા, પાવાગઢ, ઇડર સહિત ઓસમ ડુંગર ખાતે આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
આપણ  વાંચો- કોંગ્રેસને મુખ્ય વિપક્ષનો દરજ્જો મળશે કે કેમ ? 1985માં બીજા નંબરની પાર્ટી જનતાદળને માત્ર 14 બેઠકો મળી હતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
awesomeclimbingcontestDeputyCollectorGujaratFirstnationalyouthdayRAJKOTstateclassIII
Next Article