ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત રમખાણો પર ગૃહમંત્રી શાહે કહ્યું- PM મોદી શિવની જેમ ઝેર પીતા રહ્યા

ગુજરાતમાં વર્ષ 2002ની 27 ફેબ્રુઆરીએ ગોધરા કાંડથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું હતું. તે પછી અમદાવાદની ગુલબર્ગ સોસાઈટીમાં કુલ 68 લોકો માર્યા ગયા હતા. આ માર્યા ગયેલા લોકોમાં કોંગ્રેસના સાંસદ રહેલા એહસાન જાફરી પણ હતા. આ બંને ઘટનાઓ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જે સમયે ગુજરાતમાં તોફાનો થઇ રહ્યા હતા ત્યારે તે સમયે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દà«
05:06 AM Jun 25, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં વર્ષ 2002ની 27 ફેબ્રુઆરીએ ગોધરા કાંડથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું હતું. તે પછી અમદાવાદની ગુલબર્ગ સોસાઈટીમાં કુલ 68 લોકો માર્યા ગયા હતા. આ માર્યા ગયેલા લોકોમાં કોંગ્રેસના સાંસદ રહેલા એહસાન જાફરી પણ હતા. આ બંને ઘટનાઓ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. 
જે સમયે ગુજરાતમાં તોફાનો થઇ રહ્યા હતા ત્યારે તે સમયે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આરોગ લગાવવામાં આવ્યો હતો કે તેમણે તેમની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી. આ મામલે રાજનીતિ ઉગ્ર બની હતી, મામલો કોર્ટના દ્વાર સુધી પહોંચ્યો હતો. નરેન્દ્ર મોદી સામે SITની તપાસ થઈ, ક્લીનચીટ મળી. પરંતુ આ ક્લીનચીટ પર સવાલ ઉઠ્યા. 
ગુલબર્ગની ઘટનામાં માર્યા ગયેલા અહેસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ કોર્ટનો દરેક દરવાજો ખટખટાવ્યો અને સુપ્રીમ કોર્ટ પહોંચી. જોકે, આખરે તો તેમને હારનો સામનો જ કરવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2002થી લઈને આજ સુધી જે રાજકીય આરોપોનો સામનો કરવો પડ્યો હતો તે અંગે ખુલીને વાત કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, તેમણે 2002ના ગુજરાત રમખાણો સંબંધિત આરોપોને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીડામાં જોયા છે. તેમણે કહ્યું, "એક મોટા નેતા કે જેમણે ભગવાન શંકરના 'વિષપાન' જેવા તમામ દર્દને 18 થી 19 વર્ષ સુધી એક પણ શબ્દ બોલ્યા વિના સહન કર્યા હતા અને મેં તેમને ખૂબ જ નજીકથી પીડાતા જોયા છે. આ સમયથી માત્ર એક મજબૂત ઈચ્છા ધરાવનાર વ્યક્તિ જ ઉભા થઈ શકે છે.''
કેટલાક લોકોએ આ મામલામાં ભાજપની છબીને કલંકિત કરી હતી, પરંતુ હવે તેને હટાવી દેવામાં આવી છે. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું, "PM મોદીએ SIT સમક્ષ હાજર થઈને નાટક નથી કર્યું. મારા સમર્થનમાં બહાર આવો, ધારાસભ્યો-સાંસદોને બોલાવો અને ધરણા કરો. જો SIT CMને પૂછપરછ કરવા માંગે છે તો તેઓ પોતે સહકાર આપવા તૈયાર છે. વિરોધ શા માટે?"
તેમણે કહ્યું, "ગુજરાત સરકારે રમખાણો સમયે તેમની કાર્યવાહીમાં વિલંબ કર્યો ન હતો. પરંતુ દિલ્હીમાં ઘણા શીખોની હત્યા કરવામાં આવી હતી પરંતુ કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી? તેઓ અમારા પર પક્ષપાતી હોવાનો આરોપ કેવી રીતે લગાવી રહ્યા છે?"

ભારતની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે 2002ના ગુજરાત રમખાણોના કેસમાં PM નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને વિશેષ તપાસ ટીમ (SIT)ની ક્લીનચીટને સમર્થન આપ્યું હતું. તેમણે કોંગ્રેસ નેતા એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી અને કહ્યું કે અરજીમાં કોઈ યોગ્યતા નથી.
ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 68 લોકોમાં કોંગ્રેસના નેતા અને સાંસદ એહસાન જાફરીનો પણ સમાવેશ થાય છે. એક દિવસ પહેલા જ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ ઘટનાઓ બાદ જ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ઝાકિયા જાફરીએ આ કેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારી હતી. ઝાકિયાએ હાઇકોર્ટના 5 ઓક્ટોબર, 2017ના આદેશને પડકાર્યો હતો, જેમાં SITના રિપોર્ટ સામેની તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 9 ડિસેમ્બરે અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ પણ વાંચો - 2002ના ગુજરાત રમખાણો મોદી સરકારનું કાવતરું ન હતું, સુપ્રીમ કોર્ટે કોરોનાનું ઉદાહરણ આપી સમજાવ્યું
Tags :
AMITSHAHAmitShahInterviewGujaratGujaratFirstGujaratriotsHomeMinisterPMModi
Next Article