CM ભૂપેન્દ્ર પટેલના શાસનને એક વર્ષ પૂર્ણ, ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’નું થશે આયોજન
આજે ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકારને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે તેમના આ એક વર્ષના શાસનકાળમાં તેમણે લોકોની તમામ સમસ્યાઓને પોતાની સમસ્યાઓ સમજી તેનું નિરાકરણ લાવવાનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. તેમના નેતૃત્વને જ્યારે એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. ભૂપેન્દ્ર સરકારને એક વર્ષ પૂર્ણ થયુ છે ત્યારે â€
આજે ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકારને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે તેમના આ એક વર્ષના શાસનકાળમાં તેમણે લોકોની તમામ સમસ્યાઓને પોતાની સમસ્યાઓ સમજી તેનું નિરાકરણ લાવવાનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. તેમના નેતૃત્વને જ્યારે એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
ભૂપેન્દ્ર સરકારને એક વર્ષ પૂર્ણ થયુ છે ત્યારે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાશે. તો CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર રહેશે. આજે રાજ્ય સરકાર દ્વારા ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના સૂત્ર હેઠળ એક વર્ષની ઉજવણી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ હેઠળ 4,500 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. આવતીકાલે જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજાશે અને 15 સપ્ટેમ્બરે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
Advertisement
મહત્વનું છે કે, આજે ગુજરાતમા મોટા રોકાણની જાહેરાત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમા એમઓયુ થશે. સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિક્શન માટેનું રોકાણ અમદાવાદમાં થશે. 20 બિલિયન ડોલર એટલે કુલ 1,75,000 કરોડનું રોકાણ થશે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ થયો હતો. તેમણે ધોરણ 12 પાસ સુધી જ અભ્યાસ કરેલો છે. વ્યવસાયે બિલ્ડર શ્રીભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારના રહેવાસી છે. તેઓ પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં ‘દાદા’ના નામથી જાણીતા છે. વર્ષ 2021માં 12 સપ્ટેમ્બરે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી અને 13 સપ્ટેમ્બરે તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે, તેમને મુખ્યમંત્રી તરીકે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હવે ભાજપ પક્ષ દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે.
Advertisement