Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદની રથયાત્રા કરતા પણ જૂની છે ભરૂચની આ રથયાત્રા અઢીસો વર્ષ પહેલા થયો હતો પ્રારંભ

મંદિરની સ્થાપના અંગે ભોઈ જ્ઞાતીના અતિ વયોવૃધ્ધો પાસેથી મળતી માહિતી મુજબ, ફુરજા બંદર પર વર્ષોથી ભોઈ સમાજના લોકો મજુરી તથા અન્ય કામ કરતા હતા અહી વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો. દેશ – વિદેશના મોટા મોટા વાહનો અહી લાંગરતા હતા. ભરૂચમાં ૨૫૦ વર્ષ ઉપરાંતથી ફુરજા બંદરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરા મુજબ નીકળતી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કહેરથી ભગવાન જગ
અમદાવાદની રથયાત્રા કરતા પણ જૂની છે ભરૂચની આ રથયાત્રા અઢીસો વર્ષ પહેલા થયો હતો પ્રારંભ
મંદિરની સ્થાપના અંગે ભોઈ જ્ઞાતીના અતિ વયોવૃધ્ધો પાસેથી
મળતી માહિતી મુજબ, ફુરજા બંદર પર વર્ષોથી ભોઈ સમાજના લોકો મજુરી તથા અન્ય
કામ કરતા હતા અહી વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો. દેશ –
વિદેશના મોટા મોટા વાહનો અહી લાંગરતા હતા. 
ભરૂચમાં
૨૫૦ વર્ષ ઉપરાંતથી ફુરજા બંદરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરા મુજબ
નીકળતી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કહેરથી ભગવાન જગન્નાથની
રથયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. જેના કારણે ભગવાન જગન્નાથ ભાઇ
બલરામ અને બહેન સુભદ્રાની એક જ રથમાં બિરાજમાન કરી મંદિર સંકુલમાં
સાદગીપૂર્વક મંદિર સંકુલમાં જ કરાવવામાં આવ્યા હતા.પરંતુ અત્યારે કોરોના
નહી થતા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને અલગ-અલગ ત્રણ રથમાં
બિરાજમાન કરી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થનાર હોવાની
માહિતી આયોજકોએ પૂરી પાડી છેે.
ફુરજા
બંદરે ભોઈ સમાજના લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જયાં જગન્નાથજીનું
મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા. ઓરિસ્સાથી આવતા જહાજોમાં ત્યાંથી
મજુરો તથા વેપારીઓ અવાર નવાર ભરૂચ આવતા હતા તેઓના સંપર્કમાં ભોઈ સમાજનાં
લોકો પણ આવ્યા શ્રધ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે આપને જ્યાં આરામ કરીએ
છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું જેથી સવારમાં કામે આવતી વ્યકિતઓ અહી
દર્શન કર્યા બાદ પોતાના કામે લાગી જાય ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતીના
કર્મચારીઓએ અહી ભગવાન જગન્નાથજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. તે સમયે આ
ફુરજા વિસ્તારનો કાદવ ( માટી) ઉચા પ્રકારનો હતો. 
અહી
નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડા (રેસા)ના
મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવા આવી એવી લોકવાયકા છે. આમ
ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય પ્રતિમાઓ તૈયાર થઇ
અને પછી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું ત્યારથી ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા દર
અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે.
અમદાવાદ
પહેલા ભરૂચમાં સૌપ્રથમ વખત ફુરજા બંદરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી
હોવાનું લોકવાયકા રહ્યું છે છેલ્લાં ૨૫૦ વર્ષોથી સતત ફુરજા બંદરથી ભોઈ પંચ
દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં
આવ્યો છે અને વિવિધ ત્રણ રથ તૈયાર કરવામાં આવે છે જેમાં એક રથમાં ભગવાન
જગન્નાથ બીજા રથમાં ભાઇ બલરામ અને ત્રીજા રથમાં બિરાજમાન કરવામાં આવે છે
અને ત્રણેય રથને એકસાથે ભક્તો ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવેલ છે પરંતુ
છેલ્લા ૨ વર્ષમાં કોરોનાના કારણે ભક્તોએ રથ ખેંચવાનો લાહવો ગુમાવ્યો હતો
કોરોનાના ચોથા વેવ વચ્ચે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા હજારો ભક્તોની
હાજરીમાં યોજાનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં ૨૫૦ વર્ષ થી નીકળતી ભગવાન
જગન્નાથની રથયાત્રા પૂર્ણ રાબેતા મુજબ બંદરેથી અષાઢી બીજના દિવસે નીકળનાર
છે જેને લઇ આયોજકો પણ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.