Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

OLA લોંચ કરશે ઇલેકટ્રિક કાર, જાણો ક્યારે આવશે બજારમાં

ઓલા ઇલેક્ટ્રિકે આજે સ્વતંત્રતા દિવસના અવસર પર એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ દુનિયાને પોતાની પહેલી ઇલેક્ટ્રિક કારની ઝલક બતાવી છે. આ સાથે કંપનીએ નવું સ્કૂટર Ola S-1 પણ લોન્ચ કર્યું છે. કંપનીના CEO ભાવેશ અગ્રવાલે જણાવ્યું કે Ola S1ની શરૂઆતની કિંમત 99,999 રૂપિયા હશે. આ ઓલાની બીજી ઇલેક્ટ્રિક પ્રોડક્ટ છે.ભાવેશ અગ્રવાલે ઓલાની પહેલી ઇલેક્ટ્રિક કારની ઝલક આપી છે. તેમણે જણાવ્યું કે ઓલાની પહેલી કાર 2024મà
ola લોંચ કરશે ઇલેકટ્રિક કાર  જાણો ક્યારે આવશે બજારમાં
ઓલા ઇલેક્ટ્રિકે આજે સ્વતંત્રતા દિવસના અવસર પર એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ દુનિયાને પોતાની પહેલી ઇલેક્ટ્રિક કારની ઝલક બતાવી છે. આ સાથે કંપનીએ નવું સ્કૂટર Ola S-1 પણ લોન્ચ કર્યું છે. 
કંપનીના CEO ભાવેશ અગ્રવાલે જણાવ્યું કે Ola S1ની શરૂઆતની કિંમત 99,999 રૂપિયા હશે. આ ઓલાની બીજી ઇલેક્ટ્રિક પ્રોડક્ટ છે.
ભાવેશ અગ્રવાલે ઓલાની પહેલી ઇલેક્ટ્રિક કારની ઝલક આપી છે. તેમણે જણાવ્યું કે ઓલાની પહેલી કાર 2024માં આવશે અને તે શાનદાર ટેક્નોલોજીથી સજ્જ હશે. ઓલાની ઇલેક્ટ્રિક કારની રેન્જ 500 કિમીની હશે. બતાવવામાં આવેલ વિડીયો મુજબ ઓલાની પ્રથમ કાર સેડાન સેગમેન્ટમાં હોઈ શકે છે.
ઓલા ઈલેક્ટ્રિક કારમાં ઓલ-ગ્લાસની છત હશે. આ કારના એરો-ડાયનેમિક્સમાં સુધારો કરશે. ઓલાએ હાલમાં જ તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારની ઝલક બતાવી છે. ભાવેશ અગ્રવાલે કહ્યું કે ઓલાની કાર માત્ર ચાવી વિનાની જ નહીં પરંતુ ડ્રાઈવર વિનાની પણ હશે. તેમાં આસિસ્ટેડ ડ્રાઇવિંગ ફીચર્સ પણ મળશે. તેમણે દાવો કર્યો હતો કે અમારી કાર સૌથી ઝડપી હશે.
ભાવેશે કહ્યું કે તે ભારતમાં બનેલી અત્યાર સુધીની સૌથી સ્પોર્ટી કાર હશે. તેમણે કહ્યું કે તે બે વાહન પ્લેટફોર્મ અને છ અલગ-અલગ કાર વિકસાવવાની યોજના ધરાવે છે. આ તમામ તમિલનાડુ સ્થિત ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવશે.
આ સિવાય કંપનીએ Ola S-1ને માર્કેટમાં લૉન્ચ કરી છે. ભાવેશે જણાવ્યું કે નવા Ola S-1 સ્કૂટરનું બુકિંગ આજથી જ શરૂ થઈ રહ્યું છે. તેને માત્ર રૂ. 499 ચૂકવીને ખાસ પ્રારંભિક કિંમતે બુક કરી શકાય છે. 
નવા ઈ-સ્કૂટરની ડિલિવરી 7 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તે ચાર રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, Ola S-1 S-1 Pro જેવી જ દેખાય છે અને આ પ્લેટફોર્મ પર આધારિત છે.
 Ola S1માં 3 kWhની બેટરી છે. કંપનીનો દાવો છે કે નવા સ્કૂટરની રેન્જ 131 કિમી અને ટોપ સ્પીડ 95 કિમી પ્રતિ કલાક છે. નવા Ola S1 ઈલેક્ટ્રિક સ્કૂટરને પાંચ કલર રેડ, જેટ બ્લેક, પોર્સેલિન વ્હાઇટ, નીઓ મિન્ટ અને લિક્વિડ સિલ્વરમાં ઓફર કરવામાં આવશે 
Advertisement
Tags :
Advertisement

.