Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગની ઘટના બાદ ઓલા ઈલેક્ટ્રિકે 1,441 સ્કૂટર પરત મંગાવ્યા

ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના બનાવોને પગલે ઓલા તેના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરના 1,441 યુનિટ પાછા મંગાવવા જઈ રહી છે.  કંપનીએ જણાવ્યું હતું કે પુણેમાં 26 માર્ચે લાગેલી આગની ઘટનાની તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે તે એક અલગ ઘટના છે. અધિકારીએ કહ્યું કે અમે આગ લાગવાનું ચોક્કસ કારણ અને તેમાં શું સારું કરી શકાય તે અંગે તપાસ કરી રહ્યા છીએ. કંપની તરફથી કહેવામાં આવ્યà«
ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગની ઘટના બાદ ઓલા ઈલેક્ટ્રિકે 1 441 સ્કૂટર પરત મંગાવ્યા
ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના બનાવોને પગલે ઓલા તેના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરના 1,441 યુનિટ પાછા મંગાવવા જઈ રહી છે.  કંપનીએ જણાવ્યું હતું કે પુણેમાં 26 માર્ચે લાગેલી આગની ઘટનાની તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે તે એક અલગ ઘટના છે. 
અધિકારીએ કહ્યું કે અમે આગ લાગવાનું ચોક્કસ કારણ અને તેમાં શું સારું કરી શકાય તે અંગે તપાસ કરી રહ્યા છીએ. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે અમે તપાસ માટે એજન્સીઓની નિમણૂક કરી છે. ઓલા ઈલેક્ટ્રીક વતી એવું કહેવામાં આવ્યું છે કે આ સ્કૂટર્સની અમારા સર્વિસ એન્જિનિયરો દ્વારા તપાસ કરવામાં આવશે અને તમામ બેટરી સિસ્ટમ, થર્મલ સિસ્ટમ તેમજ સેફ્ટી સિસ્ટમની તપાસ કરવામાં આવશે. આગની ઘટનાઓ બાદ 3215 વાહનોને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
દેશના વિવિધ ભાગોમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં આગની વ્યાપક ઘટનાઓ બની છે. જેના કારણે ઉત્પાદકોને તેમના વાહનો પાછા બોલાવવાની ફરજ પડી છે. ઓકિનાવા ઓટોટેકની સાથે Pure EVએ પણ લગભગ 2,000 ઈલેક્ટ્રિક સ્કૂટર પાછા મંગાવ્યા હતા. આગની વારંવારની ઘટનાઓ બાદ સરકાર દ્વારા એક પેનલ પણ બનાવવામાં આવી છે અને કંપનીઓને ચેતવણી આપવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.