Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિવાળી પર Olaએ લોન્ચ કર્યું ઈ-સ્કૂટર, જાણી લો કિંમત અને અન્ય વિગત

દિવાળીના અવસર પર ઈલેક્ટ્રિક વાહન કંપની ઓલા ઈલેક્ટ્રીકે (Ola Electric) તેનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર Ola S1 Air લોન્ચ કર્યું છે. Ola S1 Airને કંપનીની ફ્લેગશિપ પ્રોડક્ટ Ola S1ના આધારે બનાવવામાં આવી છે. જોકે તેની કિંમત તેના કરતા ઘણી ઓછી છે. કંપનીએ Ola S1 Airને 84,999 રૂપિયામાં લોન્ચ કર્યું છે.ફૂલ ચાર્જમાં આટલા કિમી ચાલશેઆ સ્કૂટરની વિગતો શેર કરતી વખતે, કંપનીના પ્રમુખ ભાવિશ અગ્રવાલે કહ્યું કે તે માત્ર 25 પૈસા પ્રતિ કિલ
12:11 PM Oct 22, 2022 IST | Vipul Pandya
દિવાળીના અવસર પર ઈલેક્ટ્રિક વાહન કંપની ઓલા ઈલેક્ટ્રીકે (Ola Electric) તેનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર Ola S1 Air લોન્ચ કર્યું છે. Ola S1 Airને કંપનીની ફ્લેગશિપ પ્રોડક્ટ Ola S1ના આધારે બનાવવામાં આવી છે. જોકે તેની કિંમત તેના કરતા ઘણી ઓછી છે. કંપનીએ Ola S1 Airને 84,999 રૂપિયામાં લોન્ચ કર્યું છે.
ફૂલ ચાર્જમાં આટલા કિમી ચાલશે
આ સ્કૂટરની વિગતો શેર કરતી વખતે, કંપનીના પ્રમુખ ભાવિશ અગ્રવાલે કહ્યું કે તે માત્ર 25 પૈસા પ્રતિ કિલોમીટરના ખર્ચે ચાલી શકે છે. કંપનીનો દાવો છે કે Ola S1 Air એકવખતના ફુલ ચાર્જીંગ પર ઈકો મોડમાં 101 કિલોમીટરથી વધુનું અંતર કાપી શકે છે. તેની ટોપ સ્પીડ પણ 90 kmph છે. તેમજ આ સ્કૂટર માત્ર 4.3 સેકન્ડમાં 0-40 kmphની સ્પીડ પકડી લે છે. આ સ્કૂટરનું વજન માત્ર 99 કિલો છે.
ફિચર્સ
કંપનીએ તેમાં 4.5kWની ઇલેક્ટ્રિક મોટર આપી છે. તેમાં 2.5kWh બેટરી પેક છે. આ સ્કૂટરમાં ત્રણ રાઈડ મોડ આપવામાં આવ્યા છે. Ola S1 Airમાં કંપનીએ 34 લીટર અંડર-સીટ સ્ટોરેજ આપ્યું છે. તેમજ તમે તમારા મૂડ પ્રમાણે તમારા સ્કૂટરની સ્ક્રીન, સાઉન્ડ બદલી શકો છો. તેમજ તેમાં 10Wનું સ્પીકર પણ છે આ સિવાય તેમાં ફ્લેટ ફૂટબોર્ડ, સ્કલ્પટેડ સીટ, ટ્વિન રિયર સસ્પેન્શન અને ફ્રન્ટ ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન પણ આપવામાં આવ્યું છે.
ક્યારે આવશે માર્કેટમાં?
Ola S1 Airને સંપૂર્ણ ચાર્જ થવામાં 4.5 કલાકનો સમય લાગશે. આ સ્કૂટરમાં ત્રણ રાઈડ મોડ ઈકો, નોર્મલ અને સ્પોર્ટ્સ આપવામાં આવ્યા છે. આ સ્કૂટર નીઓ મિન્ટ, જેટ બ્લેક, કોરલ ગ્લેમ, પોર્સેલિન વ્હાઇટ અને લિક્વિડ સિલ્વર એમ 5 રંગોમાં ઉપલબ્ધ છે. Ola S1 Airની પરચેઝ વિન્ડો ફેબ્રુઆરી 2023માં ખુલશે અને તેની ડિલિવરી એપ્રિલ 2023 માં શરૂ થશે.
આ પણ વાંચો - MG મોટર લાવશે સસ્તી ઇલેક્ટ્રિક કાર, શું Tata Tiago EV સ્પર્ધા કરશે?
Tags :
AutoNewsElectricScooterEScooterGujaratFirstIndiaOlaOlaElectricOlaS1Air
Next Article