Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાઉદી અરબ અને અમેરિકા વચ્ચે થયું તેલ યુદ્ધ

સાઉદી અરબ ઉપર આરોપ લગાવ્યો છે કે રશિયાના ફાયદા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમજ ઘણા અમેરિકી સંસદે સાઉદી અરબને શ્સ્ત્રો ના પહોંચાડલા માટેની પણ અપીલ કરી છે. સાઉદી અરબે તેલની નિકાસ કરતા સંગઠન ઓપેક પ્લસના નિર્ણય પર વિરોધ દર્શાવ્યો છે. તેમના આ નિર્ણય બાદ સાઉદી અરબ અને અમેરિકા વચ્ચેન સંબંધો વણસ્યા છે. ઓપેક પ્લસના આ નિર્ણય પર અમેરિકાએ વિરોધ કરતા જણાવ્યું છે કે, તેમના આ નિર્ણયથી યૂકà
12:01 PM Oct 17, 2022 IST | Vipul Pandya
સાઉદી અરબ ઉપર આરોપ લગાવ્યો છે કે રશિયાના ફાયદા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમજ ઘણા અમેરિકી સંસદે સાઉદી અરબને શ્સ્ત્રો ના પહોંચાડલા માટેની પણ અપીલ કરી છે. સાઉદી અરબે તેલની નિકાસ કરતા સંગઠન ઓપેક પ્લસના નિર્ણય પર વિરોધ દર્શાવ્યો છે. તેમના આ નિર્ણય બાદ સાઉદી અરબ અને અમેરિકા વચ્ચેન સંબંધો વણસ્યા છે. ઓપેક પ્લસના આ નિર્ણય પર અમેરિકાએ વિરોધ કરતા જણાવ્યું છે કે, તેમના આ નિર્ણયથી યૂક્રેનના નાકમાં દમ કરી રહેલા રશિયાને ચોક્કસથી તેનો ફાયદો થશે. 
પશ્ચિમી દેશોને ધમકી આપી
જોકે ઓપેક પ્લસમાં પોતાનું વર્ચસ્વ જમાવનારા સાઉદી અરબે ઓપેક પ્લસના આ નિર્ણય પર પોતાનું મંતવ્ય પણ આપ્યું છે. આ દરમિયાન સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના પિતરાઈ ભાઈ સાઉદી અલ શાલાને અમેરિકાનું નામ લીધા વગર તેમની સામે તીર સાધ્યું છે અને પશ્ચિમી દેશોને ધમકી આપી છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના પિતરાઈ ભાઈ પ્રિન્સ સઉદ અલ શાલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પશ્ચિમી દેશોને ચેતવણી આપતા કહે છે, જે કોઈ પણ સાઉદી રાજ્યના અસ્તિત્વને પડકારશે તેમને જણાવી દઈ કે આપણે બધા જેહાદ અને શહાદત માટે બન્યા છીએ. જે લોકો એમ વિચારતા હોય કે તઓ અમને ધમકાવીને ચૂપ કરી શકે છે તેમના માટે આ એક માત્ર ઉદાહરણ છે. 

સાઉદ અલ શાલાન સાઉદી અરબના સ્થાપક અબ્દુલઅજીજના પૌત્ર 
સાઉદી માનવ અધિકારોના વકિલ અબ્દુલ્લાહ મુજબ, પશ્ચિમી દેશોને જેહાદનો પડકાર ફેકનાર સાઉદ અલ શાલાન સાઉદી અરબના સ્થાપક અબ્દુલઅજીજના પૌત્ર છે. અમેરિકા સતત  તેલ ઉત્પાદન ઘટાડવાના નિર્ણય અંગે સાઉદી અરબ પર ટિકા કરી રહ્યું છે અને આવા સમયે  સઉદ અલ શાલાને તેમનું આ નિવેદન આપ્યું છે.
 
સાઉદી અરબ અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ
ઓપેક પ્લસે તેલ ઉત્પાદનમાં કપાતનો જે નિર્ણય કર્યો છે, તેનાથી અમેરિકા નાખુશ છે. તેલ ઉત્પાદન વધારવાને લઈને અમેરિકા સતત સાઉદી અરબના સંપર્કમાં રહ્યું છે, કારણ કે અમેરિકાને એ વાતનો ડર હતો કે વિશ્વમાં જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે તેના પગલે જો તેલ ઉત્પાદનમાં કપાત કરવામાં આવી તો રો-ઓઈલના ભાવ આકાશને આંબશે.
2022માં સઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યાની ઘટનાને પગલે  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાઉદી અરબ પહોંચ્યા હતા, જ્યાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેમની સારી એવી આવભગત કરી હતી. આ સમગ્ર ઘટનામાં મોહમ્મદ બિન સલમાનના જમાઈ પર જ જમાલ ખશોગીની હત્યાનો આરોપ લાગ્યો હતો. 

રોજના 20 લાખ બેરલ તેલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય 
સાઉદી અરબની આ યાત્રા બાદ જો બાઈડનને આશા હતી કે ઓપેક પ્લસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા સાઉદી અરબ હવે તેલ ઉત્પાદનમાં કપાતનો નિર્ણય લેશે નહીં. જોકે બાઈડનના આ વિચારથી ઉલટું ઓપેક પ્લસે રોજના 20 લાખ બેરલ તેલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય કર્યો. ઓપેક પ્લસે તેલ ઉત્પાદનમાં કપાતનો આ નિર્ણય લેતા અમેરિકા સાઉદી અરબ પર ગુસ્સે ભરાયું અને અમેરિકાએ આ નિર્ણય પર ફરી વિચારણા કરવાની સલાહ આપી. આ સાથે સાઉદી અરબ પર એ પણ આરોપ લગાવ્યો છે કે રુસના ફાયદા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.  તેમજ ઘણા અમેરિકી સંસદે સાઉદી અરબને શ્સ્ત્રો ના પહોંચાડલા માટેની પણ અપીલ કરી છે.

આરોપોને સંપૂર્ણ રીતે ગેરવ્યાજબી ઠેરવ્યો
જોકે સાઉદી અરબે અમેરિકાના આ વલણ પર પોતાનો મંતવ્ય મૂક્યો છે અને તેમણે આ બધા જ આરોપોને સંપૂર્ણ રીતે ગેરવ્યાજબી ઠેરવ્યો છે. આ ઉપરાંત સાઉદી અરબે એ પણ કહ્યું છે કે, ઓપેક પ્લસનો આ નિર્ણય સંપૂર્ણ રીતે આર્થિક દૃષ્ટિથી લેવામાં આવ્યો છે. સાઉદીએ એ પણ કહ્યું છે કે, જો આ નિર્ણય લેવામાં ન આવ્યો હોત તો આવનાર સમયમાં તેનો નેગેટિવ ઈમ્પેક્ટ જોવા મળતો.
Tags :
AmericaGujaratFirstOilwarrussiaSaudiArabia
Next Article