Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગાંધીધામ સંકુલમાં ફરી તેલ ચોર ગેંગનો આતંક, ખાનગી ટ્રક પાર્કિંગમાંથી ડિઝલ ચોરીનો પ્રયાસ

પડાણા ગામની ટ્રક પાર્કિંગમાં ચોરી કરવા આવ્યા હતાસ્થાનિકોએ પડકારતા નાસભાગના દ્રશ્યો સર્જાયાચોરી કરવા આવેલા શખ્સો કાર છોડી નાસ્યા કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ (Gandhidham) સંકુલમાં ફરી તેલ ચોર ગેંગનો  આતંક શરૂ થયો છે. શરૂઆતમાં ચોરી છુપી ડીઝલ ચોરી કરનારા તસ્કરો હવે પોલીસના પ્રતાપે  ટ્રક ચાલકોને રીતસર માર મારીને તેલ ચોરી કરતા થયા છે. ગત રાત્રે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ હસ્તકના પડાણા ગà
12:26 PM Dec 10, 2022 IST | Vipul Pandya
  • પડાણા ગામની ટ્રક પાર્કિંગમાં ચોરી કરવા આવ્યા હતા
  • સ્થાનિકોએ પડકારતા નાસભાગના દ્રશ્યો સર્જાયા
  • ચોરી કરવા આવેલા શખ્સો કાર છોડી નાસ્યા
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ (Gandhidham) સંકુલમાં ફરી તેલ ચોર ગેંગનો  આતંક શરૂ થયો છે. શરૂઆતમાં ચોરી છુપી ડીઝલ ચોરી કરનારા તસ્કરો હવે પોલીસના પ્રતાપે  ટ્રક ચાલકોને રીતસર માર મારીને તેલ ચોરી કરતા થયા છે. ગત રાત્રે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ હસ્તકના પડાણા ગામની ટ્રક પાર્કિંગમાં ડિઝલ ચોરી કરવામાં આવેલી ગેંગને સ્થાનિકોએ પડકારતા દોડાદોડી ના દ્રશ્યો સર્જાયા હતા. અંતે તસ્કર ગેગંના લોકો કાર મુકીને નાસી ગયા હતા. આજે સવારે પોલીસ મથકે પહોંચેલા ટ્રકના માલિકો અને આગેવાનોએ રીતસર પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો 
વર્ષોથી ચોરી થાય છે
કંડલા (Kundla) મહાબંદર ગાહ પરથી તેલ પરિવહન માટે નીકળતા વાહનોમાંથી તેલ ચોરી કરી અને પાઈપલાઈનમાં કાણું પાડીને તેલચોરી વર્ષોથી ખુલ્લેઆમ થાય છે. કયાંક કયાંક પોલીસની કાર્યવાહી થતી હોય છે. પણ તેલચોરી સામે પોલીસની કામગીરી વામણી પુરવાર થઈ રહી હોય તેમ હવે તેલચોરો સરેઆમ લૂંટ કરતા થયા છે.
પડાણા ગામમાં ચોરી કરવા આવ્યા હતા
બી ડિવિઝન પોલીસ (Police) સ્ટેશનમાં એકત્ર થયેલા લોકોએ ગુજરાત ફસ્ટને  રોષ સાથે જણાવ્યું હતું કે ગત રાત્રે પડાણા પાસેના ખાનગી ટ્રક પાર્કિંગમાંથી પાર્ક કરેલા ટ્રકમાંથી ડીઝલ ચોરી કરવા આવેલા લોકો હથિયારો , પથ્થર થી સજ્જ થઈને કારમાં કેરબા સાથે આવ્યા હતા. છેલ્લા સમયથી આ પ્રવૃત્તિ વધી ગઈ છે. પોલીસને રજૂઆત છતાં કોઈ પગલાં ન ભરાતા અંતે લોકોએ ચોકી રાખવાનું શરૂ કર્યું હતું. રાત્રે તસ્કરો ચોરી કરવા પહોંચ્યાની ની જાણ થતાં લોકો એકત્ર થયા હતા અને આ કાર પકડી પાડી છે. તસ્કરો નાસી ગયા હતા. પણ કાર ઝડપાઈ છે. જેમાંથી આ કાર ડીઝલ ચોરી કરવા આવી હોય તેવા તમામ સબૂત છે. 
હવે ખુલ્લે આમ લૂંટ થાય છે: અગ્રણી ટ્રાન્સપોર્ટર
અગ્રણી ટ્રાન્સપોર્ટર યુવાન શીવજીભાઇ જણાવ્યુ હતું કે, પહેલા આ તસ્કરો ટ્રક ચાલકોને ફોડી અથવા તો ચોરી છુપીથી ટ્રકની ટાંકીમાંથી તેલચોરી કરી જતા હતા પણ છેલ્લા થોડા દિવસોથી હથિયારો સાથે આવતા તસ્કરો ચાલકોને ડરાવી ધમકાવીને ચોરી સાથે રીતસર લુંટ ચલાવી રહયા છે. ગત 30 નવેમ્બરના તસ્કરોએ એક જણને લાકડીઓથી ફટકારીને લુંટ ચલાવી હતી. B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપવા સમયે કાચા કાગળ પર અરજી લેવાઈ હતી પણ આજે એ અરજી પોલીસ મથકમાં કયાંય મળતી નથી અને આજે પોલીસે આ કેસમાં પણ માત્ર અમે કાર્યવાહી કરશું તેમ જણાવી રહી છે. 
પોલીસની મીલભગત વિના શક્ય નથી: અગ્રણી
અગ્રણી સામતભાઈએ કહયું હતું કે લોકોની નારાજગી એટલી છે. કે હવે આગામી દિવસોમાં તમામ ટ્રક માલિકો સાથે મળીને ઉગ્ર રજુઆત કરીશું. સ્થાનિક ટ્રકોમાથી આ રીતે ચોરી થયા છે. તેની ફરિયાદ કરવા માલિકો આવે છે. પણ સમગ્ર દેશમાંથી આવતા જતા ટ્રક ચાલકો ફરિયાદ કરવા પણ પહોંચતા નથી. આ રીતે દૈનિક હજારો લીટર ડિઝલ ચોરી થાય છે. તેમાં પોલીસની મીલીભગત વગર આ થવું શકય નથી. 
તપાસ ચાલે છે: પોલીસ 
ગુજરાત ફસ્ટે આ બાબતે B ડિવિઝન પોલીસ મથકને પીઆઈ એમ એન દવેનો સંપર્ક કરતા તેમણે હાલ કંઈ પણ કહેવાનું ટાળ્યુ હતું. જોકે તેમેણે સ્વીકાર્યું હતું કે ચુંટણીની વ્યસ્તા વચ્ચે કામગીરી થઈ શકી નથી. પોલીસે વોચ ગોઠવી છે અને તપાસ ચાલી રહી છે. 
કાર્યવાહીની માંગ
નોંધનીય છે. કે કંડલા સંકુલમાં તેલચોરી વર્ષોના વરસથી ચાલી રહી છે. કંડલાથી પાઈપલાઈન વાટે જતા વિવિધ તેલની પણ રીતસર ચોરી થાય છે તો બંદર પરથી તેલ ભરીને નિકળતા વાહનોમાંથી પણ ટ્રક ચાલકોને ફોડીને ચોરી કરવામાં આવે છે. હવે પાઇક કરાયેલા ટ્રકોને નિશાન બનાવવા સાથે લુંટ કરવાનું શરૂ થયું છે. તેલચોરીમાં હંમેશા પોલીસના હાથ પલળેલા હોવાના આક્ષેપો ઉપરાંત ભૂતકાળમાં પોલીસની ભૂમિકાપણ સ્પષ્ટ થઈ છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ તરફ  કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉગ્ર બની રહી છે.
આ પણ વાંચો - જંગલમાંથી ભૂલું પડેલું હરણ ATMમાં ઘૂસ્યું, જુઓ Video...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeCrimeNewsGandhidhamGandhidhamPoliceGujaratFirstOilThiefGangpolice
Next Article