Oh my God ! પિતાના ખોળા માંથી દીપડો બાળકને ખેંચી ગયો
છોડાઉદેપુર તેમજ આસપાસના વિસ્તારમાં દીપડાના ભયના કારણે નાગરિકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે આજે બનેલી દીપડાના હુમલાની એક ઘટના સાંભળીને તમારા પણ રૂંવાડા ઊંચા થઈ જશે.શિકારી દીપડાનો હિંમતભેર સામનો કરવામાં આવ્યો હતોછોટાઉદેપુરના બોડેલી તાલુકાના ધોળી વાવ ગામે લાલસિંહ ભાઈ પોતાના પરિવાર સાથે વસ્ત્મવાત કરે છે.ગત રોજ તેઓ પોતાના ઘર આંગણે પોતાના બાળકને ખોળામાં àª
Advertisement

છોડાઉદેપુર તેમજ આસપાસના વિસ્તારમાં દીપડાના ભયના કારણે નાગરિકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે આજે બનેલી દીપડાના હુમલાની એક ઘટના સાંભળીને તમારા પણ રૂંવાડા ઊંચા થઈ જશે.
શિકારી દીપડાનો હિંમતભેર સામનો કરવામાં આવ્યો હતો
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ધોળી વાવ ગામે લાલસિંહ ભાઈ પોતાના પરિવાર સાથે વસ્ત્મવાત કરે છે.ગત રોજ તેઓ પોતાના ઘર આંગણે પોતાના બાળકને ખોળામાં રાખીને બેઠા હતા દરમિયાન આદમખોર દીપડો શિકારની શોધમાં અચાનક ધસી આવ્યો હતો લાલસિંહ ભાઈ કાઈ સમજે વિચારે એ પેહલા જ શિકારી દીપડા એ લાલસિંહ ભાઈના ખોળા માંથી નાના બાળકનું જડબુ પકડી લીધું હતું.અને ત્યાંથી ભાગવા લાગ્યો હતો.લાલસિંહ ભાઈના કુમળી વયના દીકરાને દીપડા એ પોતાનો શિકાર બનાવતા તેમના દ્વારા શિકારી દીપડાનો હિંમતભેર સામનો કરવામાં આવ્યો હતો અને દીપડાને પાડિયુ (ખેતી માં ઉપયોગ માં લેવાતું એક ઓજાર)મારી દીપડાના મુખ માંથી પોતાના બાળકને બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેથી દીપડો હુમલા થી બચવા ઝડપભેર ઝાડ પર ચઢી ગયો હતો.
વડોદરાની સયાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
લાલસિંહ ભાઈ એ જેમતેમ કરી દીપડાના મુખ માંથી પોતાના દીકરાને છોડાવી તો લીધો પરંતુ દીપડાના જીવલેણ હુમલા થી નાના બાળકને ગળાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પોહચી હતી.જેથી ઈજાગ્રસ્ત બાળક ને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ માં ખસેડાયો હતો ઉલ્લેખનીય છે બાળકના નાજુક શરીર પર દીપડાના ઘાતક દાંત બેસી જતા બોડેલી સિવિલ હોસ્પિટલ માં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં દીપડાના હુમલા થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરી મૃત બાળક નું પોસ્ટમોર્ટમ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ગ્રામજનોનું રાત્રે ઊંઘવું કે દિવસે ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં દીપડા ના હુમલા ની આ કોઈ પ્રથમ ઘટના નથી થોડા દિવસો અગાઉ બોડેલી તાલુકાના મુલધર ગામે આજ પ્રકારે ભાઈ ના ખોળા માંથી દીપડો બાળક ને ઉઠાવી ગયો હતો અને બાળક ને પોતાનો શિકાર બનાવ્યું હતું. છેલ્લા ચાર દિવસ માં દીપડા દ્વારા બે બાળકો નો શિકાર કરાયો હોવાના સમાચાર સમગ્ર પંથક માં વાયુવેગે ફેલાતા ત્યાંના સ્થાનિક લોકો માં ભયનો માહોલ સર્જાયો છે.દીપડા ના અવારનવાર આ પ્રકારના જીવલેણ હુમલાના કારણે ગ્રામજનો નું રાત્રે ઊંઘવું કે દિવસે ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે વહેલી તકે આ આદમખોર દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી ગ્રામજનો માં માંગ ઉઠી છે.