Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

25 લાખથી વધુની મિલકત નામે કરવા હવે ખર્ચવા પડશે વધુ રૂપિયા, નવો ભાવ 16 જાન્યુઆરીથી થશે લાગુ

25 લાખ કે તેથી વધુની મિલકતમાં વધી ટ્રાન્સફર ફી અમદાવાદમાં પ્રોપર્ટીની ટ્રાન્સફર ફીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ અને રેસિડેન્સિયલ બંને મિલકતોમાં 25 લાખથી વધુની કિંમતની મિલકતોની નામ ટ્રાન્સફર ફી વધારવામાં આવી છે. 16 જાન્યુઆરી 2023થી નવા દર મુજબ ફી નાગરિકોએ ચૂકવવાની રહેશે. અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં 15 કરોડનો વધારો થશે પ્રોપર્ટી નà
25 લાખથી વધુની મિલકત નામે કરવા હવે ખર્ચવા પડશે વધુ રૂપિયા  નવો ભાવ 16 જાન્યુઆરીથી થશે લાગુ
25 લાખ કે તેથી વધુની મિલકતમાં વધી ટ્રાન્સફર ફી 
અમદાવાદમાં પ્રોપર્ટીની ટ્રાન્સફર ફીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ અને રેસિડેન્સિયલ બંને મિલકતોમાં 25 લાખથી વધુની કિંમતની મિલકતોની નામ ટ્રાન્સફર ફી વધારવામાં આવી છે. 16 જાન્યુઆરી 2023થી નવા દર મુજબ ફી નાગરિકોએ ચૂકવવાની રહેશે. 
અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં 15 કરોડનો વધારો થશે 
પ્રોપર્ટી નામ ટ્રાન્સફર ફીના દરમાં વધારો થવાથી રૂપિયા 15 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે. શહેરમાં મકાન ખરીદી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેને પોતાના નામે ટ્રાન્સફર કરવાની 10 વર્ષ જૂની ફોર્મ્યુલામાં રેવન્યુ કમિટીએ ફેરફાર કરી દીધો છે..રહેણાક અને કોમર્શિયલ મિલકતોની ટ્રાન્સફર ફી મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે..સુપર રિચ કેટેગરીમાં આવતી બન્ને પ્રકારની મિલકતોની ટ્રાન્સફર ફીના દરમાં ફેરફાર કરાયો છે.....વર્ષ 2013-14 બાદ પહેલીવાર ટ્રાન્સફર ફીના દરમાં સુધારો કરવામાં આવ્યો છે..
નવા દર અમલમાં આવતા AMC ને રૂ.15 કરોડથી વધુની આવક થવાની સંભાવના છે...અગાઉ રહેણાંક મિલ્કત માટે ટ્રાન્સફર ફી ના દર દસ્તાવેજની કિંમતના 0.025 % હતા, જયારે કોમર્શિયલ મિલ્કતો માટે તેજ દર 0.05 % હતી...હવે સ્ટેન્ડિંગ કમિટીની મજૂરી મળ્યા બાદ નવા દર લાગુ પડશે...
રહેણાંક
કિંમત                                      ફી
2500000                           1000
25 લાખ થી 50 લાખ              2000
50 લાખ થી 1 કરોડ               0.1 % (દસ્તાવેજ કિંમત)
1.50 કરોડથી વધુ                  0.2% (દસ્તાવેજ કિંમત)
બિન રહેણાંક
કિંમત                            ફી
25 લાખ સુધી               2000
25 લાખ થી 50 લાખ    4000
50 લાખથી 1.50કરોડ  0.2%(દસ્તાવેજ)
1.50 કરોડથી વધુ         0.4% (દસ્તાવેજ કિંમત)
આ નિર્ણયથી માત્ર 10 ટકા લોકોને જ અસર થશે ,વારસાઈ કે વીલ થી અપાતી મિલ્કતના કિસ્સામાં આ નિર્ણય લાગુ પડશે નહીં 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.