Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે આ ઓટી.ટી પ્લેટફોર્મ પર નીહાળી શકાશે સાઉથની આ બહુચર્ચિત ફિલ્મો

થિયેટરમમાં ધૂમ મચાવનાર સાઉથ ઇન્ડ્સ્ટ્રીની બહુચર્ચિત ફિલ્મો હવે ઓ.ટી.ટી પર આવશે. થિયેટરોમાં ધૂમ મચાવ્યા પછી, દક્ષિણ ઉદ્યોગની ત્રણ સૌથી વધુ ચર્ચિત ફિલ્મો હવે OTT પર રિલીઝ થવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં જ એસએસ રાજામૌલીની 'આરઆરઆર', વિજયની 'બીસ્ટ (રો)' અને ચિરંજીવી અને રામ ચરણની 'આચાર્ય' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ત્રણેય ફિલ્મો નેટફિલિક્સ અને એમોઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. અજà
હવે આ ઓટી ટી પ્લેટફોર્મ પર નીહાળી શકાશે સાઉથની આ બહુચર્ચિત ફિલ્મો
થિયેટરમમાં ધૂમ મચાવનાર સાઉથ ઇન્ડ્સ્ટ્રીની બહુચર્ચિત ફિલ્મો હવે ઓ.ટી.ટી પર આવશે. થિયેટરોમાં ધૂમ મચાવ્યા પછી, દક્ષિણ ઉદ્યોગની ત્રણ સૌથી વધુ ચર્ચિત ફિલ્મો હવે OTT પર રિલીઝ થવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં જ એસએસ રાજામૌલીની 'આરઆરઆર', વિજયની 'બીસ્ટ (રો)' અને ચિરંજીવી અને રામ ચરણની 'આચાર્ય' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ત્રણેય ફિલ્મો નેટફિલિક્સ અને એમોઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. અજય દેવગણ, આલિયા ભટ્ટ, જુનિયર એનટીઆર અને રામ ચરણની ફિલ્મ 'RRR' એ પાંચ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર રૂ. 767.54 કરોડની કમાણી કરી હતી. તો બીજી તરફ, બીસ્ટ અને આચાર્યે અનુક્રમે રૂ. 8.6 (પ્રથમ સપ્તાહ) અને 54.74 (પ્રથમ છ દિવસ) કરોડની કમાણી કરી છે. જો તમે પણ સાઉથની ફિલ્મોના પ્રશંસક છો, અને આ ફિલ્મોને થિયેટરોમાં જોઈ શક્યા નથી, તો આ તમારા માટે ખુશખબર છે.


બીસ્ટ
વિજય અને પૂજા હેગડે અભિનીત તમિલ ફિલ્મ 'બીસ્ટ' થિયેટરોમાં રિલીઝ થયાના એક મહિના પછી OTT પર રિલીઝ થવાની તૈયારીમાં છે. નેટફ્લિક્સ ઈન્ડિયાએ 4 મેના રોજ સવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી હતી કે બીસ્ટ 11 મેના રોજ પાંચ ભાષાઓમાં રિલિઝ થવા જઈ રહ્યું છે. નેટફ્લિક્સે લખ્યું, "ધ બીસ્ટ 11 મેના રોજ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષાઓમાં નેટફ્લિક્સ પર આવી રહ્યું છે".
RRR
બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થયા પછી, હવે RRR OTT પર રિલીઝ થવા માટે તૈયાર છે. રિપોર્ટ્સનું માનીએ તો રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં Zee5 પર રિલીઝ થવાની છે. તે જ સમયે, હિન્દી ભાષી દર્શકોને આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે એસએસ રાજામૌલીની આ ફિલ્મ 20 મે 2022ના રોજ OTT પ્લેટફોર્મ પર આવશે.

'
આચાર્ય'
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'આચાર્ય' હવે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રામ ચરણ અને ચિરંજીવીની ફિલ્મ 'આચાર્ય' 27 મે, 2022ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.