ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

હવે તમે Instagram પર 90 સેકન્ડની રીલ બનાવી શકો છો

ઇન્સ્ટાગ્રામે હવે રીલ્સની લંબાઈ વધારીને 90 સેકન્ડ કરી છે. અગાઉ તે માત્ર 60 સેકન્ડ માટે રીલ બનાવી શકતા હતાં.  ઇન્સ્ટાગ્રામે એક બ્લોગપોસ્ટમાં લખ્યું. 'અમે તમને રીલ્સની લંબાઈને 90 સેકન્ડ સુધી વધારીને છે હવે તમે ઇન્સ્ટા રીલ્સ સાથે વધુ એન્જોય  કરી શકો છો. Tiktok અને Snapchat  સાથે છે કોમ્પિટિશન મેટાના વીડિયો શેરિંગ પ્લેટફોર્મે પણ તાજેતરમાં રીલ ટેમ્પલેટ્સની પણ જાહેરાત કરી છે. 90-સેકન્ડની રીલ ઇન્સ્à
02:58 PM Jun 03, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
ઇન્સ્ટાગ્રામે હવે રીલ્સની લંબાઈ વધારીને 90 સેકન્ડ કરી છે. અગાઉ તે માત્ર 60 સેકન્ડ માટે રીલ બનાવી શકતા હતાં.  ઇન્સ્ટાગ્રામે એક બ્લોગપોસ્ટમાં લખ્યું. "અમે તમને રીલ્સની લંબાઈને 90 સેકન્ડ સુધી વધારીને છે હવે તમે ઇન્સ્ટા રીલ્સ સાથે વધુ એન્જોય  કરી શકો છો. 
Tiktok અને Snapchat  સાથે છે કોમ્પિટિશન 
મેટાના વીડિયો શેરિંગ પ્લેટફોર્મે પણ તાજેતરમાં રીલ ટેમ્પલેટ્સની પણ જાહેરાત કરી છે. 90-સેકન્ડની રીલ ઇન્સ્ટાગ્રામને કન્ટેન મેકીંગની દુનિયામાં તેના પ્રતિસ્પર્ધીઓ TikTok અને Snapchat સામે ફાયદો આપશે. ઇન્સ્ટાગ્રામે કહ્યું, "60-દિવસના સમયગાળામાં ઓછામાં ઓછા પાંચ રીલ પોસ્ટ કરનારા 10,000 થી વધુ યુઝર્સ ધરાવતા એકાઉન્ટ્સને અન્ય કરતા 2.5 ગણા વધુ ફોલોઅર્સ મળ્યા છે.
Instagram માં નવી સાઉન્ડ ઇફેક્ટ ઉમેરવામાં આવી 
ઇન્સ્ટાગ્રામ રીલ્સને વધુ પ્રભાવશાળી બનાવવા માટે નવી સાઉન્ડ ઇફેક્ટ્સ પણ ઉમેરી રહ્યું છે. ઇન્સ્ટા કહે છે, "એર હોર્નથી લઈને ક્રિકેટ્સથી લઈને ડ્રમ્સ સાથે સાઉન્ડ ઈફેક્ટ્સનો નવો ખજાનો તમારી રીલ્સમાં વધુસારી રીતે દર્શાવવામાં મદદ કરશે. 
સીધાં જ રીલ્સમાં ઓડિયો ઇમપોર્ટ કરી શકાશે
ઈન્સ્ટાગ્રામ તરફથી કહેવામાં આવ્યું છે કે - હવે તમે ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં સીધો તમારો ઓડિયો ઈમ્પોર્ટ કરી શકો છો. તમારા કેમેરા રોલ પર ઓછામાં ઓછી પાંચ સેકન્ડના કોઈપણ વિડિયોમાં કોમેન્ટ્રી અથવા બેકગ્રાઉન્ડ નોઈઝ ઉમેરવા માટે ઈમ્પોર્ટ ઓડિયો ફીચરનો ઉપયોગ પણ કરી શકાશે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાંના ગમતા ઘણા ઇન્ટરેક્ટિવ સ્ટીકરો હવે રીલ પર ઉપલબ્ધ છે.
તાજેતરમાં લોંચ કર્યા નવા ટેમ્પલેટ્સ
ઇન્સ્ટાએ એમ પણ ઉમેર્યું હતું કે "અમે તાજેતરમાં ટેમ્પલેટ્સ લોન્ચ કર્યા છે, જે તમને ટેમ્પલેટ તરીકે અન્યનો ઉપયોગ કરીને સરળતાથી રીલ બનાવવાની મંજૂરી આપે છે. તે ઑડિઓ અને ક્લિપ પ્લેસહોલ્ડર્સને પ્રી-લોડ કરે છે, તેથી તમારે ફક્ત તમારી પોતાની અનન્ય ક્લિપ ઉમેરવા અને ટ્રિમ કરવાનું છે." અમે તમારા પ્રેક્ષકો સાથે જોડાવા અને રીલ્સ પર મનોરંજન મેળવવાની નવી રીતો બનાવવામાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું.InstagramTech News In HindiTech News
Tags :
GujaratFirstInstagraminstagramnewInstagramreelnewtechnologySocialmediaupdateininstagram