Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે ટ્રાફિક પોલીસ કારણ વગર તમારી કારને રોકી નહીં શકે, જાણો શું છે કારણ..

જો તમે પણ કાર ચલાવતા હોય તો આ  સમાચાર તમારા  માટે ઉપયોગી થશે. સરકારે  ટ્રાફિકને લઈને નવા નિયમો લાગુ કર્યા  છે. જે અંતર્ગત પોલીસ હવે તમને કોઈ પણ  કારણ  વગર રોકી શકશે નહિ તેમજ કોઈપણ  કારણ  વગર  તમારી  ગાડી પણ ચેક  કરી શકશે  નહીં.નોંધનીય છે કે પોલીસ કમિશનર હેમંત નાગરાલે આ અંગે ટ્રાફિક વિભાગને અગાઉથી જ એક પરિપત્ર જારી કરી ચૂક્યા છે. આ પરિપત્ર મુજબ, ટ્રાફિક પોલીસ વાહનોને ચેક કરશે નહીં. તેઓ મà
હવે ટ્રાફિક પોલીસ કારણ વગર તમારી કારને રોકી નહીં શકે  જાણો શું છે કારણ
જો તમે પણ કાર ચલાવતા હોય તો આ  સમાચાર તમારા  માટે ઉપયોગી થશે. સરકારે  ટ્રાફિકને લઈને નવા નિયમો લાગુ કર્યા  છે. જે અંતર્ગત પોલીસ હવે તમને કોઈ પણ  કારણ  વગર રોકી શકશે નહિ તેમજ કોઈપણ  કારણ  વગર  તમારી  ગાડી પણ ચેક  કરી શકશે  નહીં.
નોંધનીય છે કે પોલીસ કમિશનર હેમંત નાગરાલે આ અંગે ટ્રાફિક વિભાગને અગાઉથી જ એક પરિપત્ર જારી કરી ચૂક્યા છે. આ પરિપત્ર મુજબ, ટ્રાફિક પોલીસ વાહનોને ચેક કરશે નહીં. તેઓ માત્ર ટ્રાફિક પર નજર રાખશે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે કે ટ્રાફિક સામાન્ય રીતે ચાલે. 
ઘણી વખત એવું બને છે કે ટ્રાફિક પોલીસ શંકાના આધારે વાહનોને ગમે ત્યાં રોકે છે અને તેમના બૂટ અને વાહનની અંદરની બાજુ તપાસવાનું શરૂ કરતા હોય છે. જેની અસર વાહનવ્યવહારને પણ થતી હોય છે. ઘણા લોકો તે જોવામાં  ઉભા રહી જતા  હોય છે .
હવેથી પોલીસ અને સ્થાનિક પોલીસકર્મીઓ દ્વારા સંયુક્ત નાકાબંધી દરમિયાન, ટ્રાફિક પોલીસ ફક્ત ટ્રાફિકના ઉલ્લંઘન પર જ કાર્યવાહી કરશે અને વાહનોની તપાસ કરશે નહીં. જો આ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવામાં નહીં આવે તો સંબંધિત ટ્રાફિક ચોકીના સિનિયર ઈન્સ્પેક્ટરને જવાબદાર ગણવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.