હવે ચેસ ઓલિમ્પિયાડમાં દેશનો દબદબો, ભારતની 'B' ટીમે ઓપન સેક્શનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
44મી ચેસ ઓલિમ્પિયાડના અંતિમ દિવસે ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રગ્નાનંદ, ગુકેશ, નિહાલ, રાઉનાક અને અધિબાન જેવી ટીમોની બનેલી ઈન્ડિયા બી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો બીજો બ્રોન્ઝ મેડલ છે. આ પહેલા 2014ની સાલમાં ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. ભારતીય મહિલા ટીમ અમેરિકા સામે હારી તાનિયા સચદેવની આગેવાની હેઠળની ભારતની મહિલા ટીમને અમેરિકા સામે 1-3થી હારનો સામનો કà
ઉઝબેકિસ્તાનની ટીમે જીત્યો ગોલ્ડ
ટુર્નામેન્ટમાં 14મો સીડ ધરાવતી ઉઝબેકિસ્તાનની ટીમે મેન્સ વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યો.તામિલનાડુના મામલ્લાપુરમ ખાતે યોજાયેલા 44માં ચેસ ઓલિમ્પિયાડનો અંત 11માં અને આખરી રાઉન્ડ બાદ મંગળવારે મોડી રાત્રે થશે. તે પછી સમાપન સમારંભ યોજાશે.
Congratulations to the youngsters from India 2 for winning the bronze medals in the open section. 🥉👏#ChessOlympiad
📷: Stev Bonhage pic.twitter.com/T7iXSXIopp
— International Chess Federation (@FIDE_chess) August 9, 2022
ભારતમાં પ્રથમવાર થયું ચેસ ઓલિમ્પિયાડનું આયોજન
ભારતમાં આ ટુર્નામેન્ટનું આયોજન સૌપ્રથમ વખત થયું હતુ અને ઓપન અને વિમેન્સ વિભાગમાં રેકોર્ડ સંખ્યામાં ટીમોએ ભાગ લીધો હતો. તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિન સમાપન સમારોહની અધ્યક્ષતા કરશે.આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના પ્રમુખ આર્કાડી ડ્વોર્કોવિચ અને તાજેતરમાં ચૂંટાયેલા ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ભારતની પુરુષ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર મહેન્દ્ર સિંહ ધોની પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે અને સ્ટાર આકર્ષણનું કેન્દ્ર બનશે.
Advertisement