Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે આવી ગઇ છે ઉડી શકે તેવી Bike, બુકિંગ શરૂ, જાણો કિંમત

તમે અત્યાર સુધી રોડ પર દોડતી બાઈક જોઇ અને ચલાવી જ હશે. પરંતુ જો અમે તમને કહીએ કે હવે એવું બાઈક પણ આવી ગયું છે જે હવામાં ઉડી શકશે. થોડીવાર માટે તમે તમારું માથુ ખંજવાડીને કહેશો કે આવું કેવી રીતે બની શકે. પરંતુ હવે આ શક્ય બન્યું છે. જીહા, એક એવું બાઈક હવે આપણી વચ્ચે આવી ગઇ છે જે ઉડી શકે છે. જે તમને આકાશમાં ઉડવાની મજા અપાવી શકે છે. તો શું છે તેનું નામ અને કિંમત આવો જાણીએ...ઉડવાની ઈચ્છા આપણે નાના
10:20 AM Sep 17, 2022 IST | Vipul Pandya
તમે અત્યાર સુધી રોડ પર દોડતી બાઈક જોઇ અને ચલાવી જ હશે. પરંતુ જો અમે તમને કહીએ કે હવે એવું બાઈક પણ આવી ગયું છે જે હવામાં ઉડી શકશે. થોડીવાર માટે તમે તમારું માથુ ખંજવાડીને કહેશો કે આવું કેવી રીતે બની શકે. પરંતુ હવે આ શક્ય બન્યું છે. જીહા, એક એવું બાઈક હવે આપણી વચ્ચે આવી ગઇ છે જે ઉડી શકે છે. જે તમને આકાશમાં ઉડવાની મજા અપાવી શકે છે. તો શું છે તેનું નામ અને કિંમત આવો જાણીએ...
ઉડવાની ઈચ્છા આપણે નાના હોઇએ છીએ ત્યારથી જ થવા લાગે છે. નાનપણમાં કે મોટા થયા પછી કે ટ્રાફિકમાં ફસાઈ ગયા પછી કોઈને કોઈ ક્ષણે તમારા મનમાં એવું તો આવ્યું જ હશે કે કાશ આ કાર કે બાઈક ઉડી શકે તો કેવું સારું હોત. જો નીચે ટ્રાફિક જામ હોત અને તમે ઉડી શકો તો કેટલી મજા આવી હોત. જો કે તમે હોલિવૂડની ફિલ્મોમાં ઉડતી કાર અને બાઈકની જરૂરિયાત જોઈ હશે, પરંતુ ટેક્નોલોજીના આ યુગમાં તે વાસ્તવિકતામાં પણ શક્ય છે. 
ફ્લાઈંગ કાર થોડા મહિનાઓ પહેલા જ સમાચારોમાં રહી હતી. હવે ફ્લાઈંગ બાઇક ચર્ચામાં આવી છે. જાપાનની કંપની એરવિન્સે ઉડતી બાઇકનું સ્વપ્ન સાકાર કર્યું છે. જેને અમેરિકાના ડેટ્રોઇટ શહેરમાં ચાલી રહેલા ઓટો શોમાં ડેબ્યૂ કર્યું હતું. જાપાનની એરવિન્સ કંપનીએ ઉડતી બાઇકનું સપનું સાકાર કર્યું છે. તેને X Turismo નામ આપવામાં આવ્યું છે. તેને હોવરબાઈક તરીકે પણ ઓળખવામાં આવે છે.

બાઇકના પાવરની વાત કરીએ તો તે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 40 મિનિટ સુધી ઉડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય રૂપિયામાં તેની કિંમત લગભગ છ કરોડ રૂપિયા સુધી હશે. X Turismo બાઇકનો લૂક ખૂબ જ Futuristic છે. તે દેખાવમાં એકદમ હાઇટેક છે. XTURISMO ઉડતી બાઇકનું વજન લગભગ 300 કિલો છે. આ ઉડતી બાઇકની લંબાઈ 3.7 મીટર, પહોળાઈ 2.4 મીટર અને ઊંચાઈ 1.5 મીટર છે. આ બાઇકમાં માત્ર ડ્રાઇવર જ બેસી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઉડતી બાઇકનો ક્રૂઝિંગ સમય 30 થી 40 મિનિટનો છે.
 તેને સ્પોર્ટ્સ બાઇક જેવો લૂક આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ બાઈક પેટ્રોલ પર ચાલે છે. એરવિન્સ કંપની આ બાઇકને જાપાનમાં વેચી રહી છે. આ બાઇક બનાવતી કંપની ભવિષ્યમાં આનાથી પણ નાની બાઇક બનાવવાની યોજના ધરાવે છે. કંપનીના સ્થાપકના જણાવ્યા અનુસાર, તેઓ હાલમાં અન્ય એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જેમાં અન્ય એક નાનું ઇલેક્ટ્રિક મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આ ચોક્કસ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં લગભગ બે થી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે અને કંપનીની નવી પ્રોડક્ટ વર્ષ 2025 સુધીમાં આવવાની ધારણા છે. આ સાથે નવું મોડલ વર્તમાન મોડલ કરતા સસ્તું પણ હોઈ શકે છે. બાઈક ચલાવ્યા બાદ ડેટ્રોઈટ ઓટો શોના કો-ચેરમેને કહ્યું કે, હોવરબાઈક ઉત્તમ છે અને ખૂબ આરામદાયક પણ છે. તેને ચલાવતી વખતે તેમને લાગ્યું કે તે સીધી સાયન્સ ફિક્શન ફિલ્મોમાંથી લાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, તે 15 વર્ષના બાળક જેવો અનુભવ કરી રહ્યા હતા.
આ પણ વાંચો - કેનેડામાં બનાવશે ટ્રેન જે વિમાન કરતા ઝડપી હશે,1000 કિમીની સ્પીડ તો પણ સસ્તી થશે,જાણો વધુ
Tags :
bikeBookingOpenFlyingBikeGujaratFirstTechnologyXTurismo
Next Article