પાર્ટીનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો: સોનિયા ગાંધી, જાણો નિવેદનબાજી કરતા નેતાઓને શું ચેતવણી આપી?
ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલી કોંગ્રેસ પાર્ટીએ ફરી વખત ઉભા થવા માટેના પ્રયત્નો શરુ કર્યા છે. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિર શરુ થવા જઇ રહી છે. તે પહેલા આજે રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઘણા મુદ્દાઓ પર વાત કરી છે. સાથે જ પાર્ટીના નેતાઓને શીખામણ પણ આપી છે. સોનિા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલà
ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલી કોંગ્રેસ પાર્ટીએ ફરી વખત ઉભા થવા માટેના પ્રયત્નો શરુ કર્યા છે. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિર શરુ થવા જઇ રહી છે. તે પહેલા આજે રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઘણા મુદ્દાઓ પર વાત કરી છે. સાથે જ પાર્ટીના નેતાઓને શીખામણ પણ આપી છે. સોનિા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાહુલ ગાંધી સહિતના અનેક દિગ્ગજ કોંગ્રેસી નતાઓ જોડાયા હતા.
પાર્ટીનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો
સોનિયા ગાંધીએ કહ્યું કે તમને યાદ હશે કે છેલ્લી બેઠકમાં મેં જાહેરાત કરી હતી કે આપણે ટૂંક સમયમાં ચિંતન શિબિરનું આયોજન કરીશું. જેથી આપણે 13, 14 અને 15 મેના રોજ ઉદયપુરમાં મળી રહ્યા છીએ. આપણા 400 જેટલા સહયોગીઓ તેમાં ભાગ લેશે. અમે પ્રયત્ન કર્યો છે કે આ શિબિરમાં સંતુલિત પ્રતિનિધિત્વ થઇ શકે. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે છ જુથોમાં આપણી ચર્ચા થશે. જેમાં રાજકીય, આર્થિક, સામાજિક ન્યાય, ખેડૂતો, યુવા અને સંગઠનાત્મક મુદ્દાઓ પર વાત કરવામાં આવશે. પ્રતિનિધિઓને પહેલાથી જ જાણ કરવામાં આવી છે કે તેઓ કયા જૂથમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે પાર્ટીએ હંમેશા આપણા બધાનું ભલુ કર્યું છે. હવે સમય આવી ગયો છે કે આપણે પાર્ટીનું ઋણ ચૂકવીએ.
આપણી પાસે કોઈ જાદુઈ છડી નથી
સોનિયા ગાંધીએ કહ્યું કે આપણી પાસે પાર્ટીને મજબૂત કરવા માટે કોઈ જાદુઈ છડી નથી, માત્ર અનુશાસન અને સતત સામૂહિક પ્રયાસથી જ આપણી દ્રઢતા, સહનશીલતા પ્રદર્શિત થઈ શકે છે. તેમણે કહ્યું કે ચિંતન શિબિર માત્ર એક ફોર્માલિટી ના હોવી જોઈએ. હું પ્રતિબદ્ધ છું કે તેમાં સંસ્થાના પુનર્ગઠનને પ્રતિબિંબિત કરે. જેથી વૈચારિક, ચૂંટણીલક્ષી અને વ્યવસ્થાપક પડકારોનો સામનો કરી શકાય. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ત્રણ દિવસીય 'નવસંકલ્પ શિવિર'માં દેશભરના પક્ષના નેતાઓ આંતરિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને સંગઠનને મજબૂત કરવા માટે ઉકેલો સૂચવશે.
નિવેદનબાજી કરતા નેતાઓને ચેતવણી
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ કહ્યું કે ટીકા જરૂરી છે, પરંતુ તે પક્ષની અંદર થવી જોઇએ બહાર નહીં. દરેક વ્યક્તિએ પાર્ટીની શિસ્તમાં રહેવું જોઈએ. આપણી પાર્ટીમાં સ્વ-ટીકાની જરૂર છે, પરંતુ તે એવી ના હોવી જોઇએ કે તેનાથી આત્મવિશ્વાસ અને ઉત્સાહ તૂટી જાય અને નિરાશાનું વાતાવરણ સર્જાય.
Advertisement