ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તાજમહેલ વિવાદમાં હવે ભાજપ સાંસદની એન્ટ્રી, કહ્યું – શાહજહાંએ અમારા પેલેસ પર કબ્જો કર્યો

દેશભરમાં હાલ વિવાદોને મધપુડ્યો જામ્યો હોય તેમ એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. હજુ તો કુતુબ મિનારને લઈને સમાચાર સામે આવ્યા હતા કે તેનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવાની માગ ઉઠી છે તો આજે તાજમહેલને લઈને વિવાદ ચગ્યો છે. તાજમહેલને લઈને ભાજપ સાંસદે એક ચોંકવાનારૂં નિવેદન આપ્યું છે. તાજમહેલને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જયપુરના પૂર્વ શાહી પરિવારની સભ્ય અને રાજસમંદથી બીજેપી સાંસદ દ
12:05 PM May 11, 2022 IST | Vipul Pandya

દેશભરમાં હાલ વિવાદોને
મધપુડ્યો જામ્યો હોય તેમ એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. હજુ તો કુતુબ મિનારને
લઈને સમાચાર સામે આવ્યા હતા કે તેનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવાની માગ ઉઠી છે
તો આજે તાજમહેલને લઈને વિવાદ ચગ્યો છે. તાજમહેલને લઈને ભાજપ સાંસદે એક ચોંકવાનારૂં
નિવેદન આપ્યું છે. તાજમહેલને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જયપુરના પૂર્વ શાહી
પરિવારની સભ્ય અને રાજસમંદથી બીજેપી સાંસદ દિયા કુમારીએ ચોંકાવનારો દાવો કર્યો છે.
દિયા કુમારીએ કહ્યું કે તાજમહેલ જયપુરના રાજવી પરિવારની મિલકત હતી અને તે સમયના
મુઘલ શાસક શાહજહાં દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. સાંસદે કહ્યું કે તે સમયે
દેશમાં મુઘલોનું શાસન હતું અને કોઈ અપીલ સાંભળવામાં આવી ન હતી. દિયા કુમારી વિવિધ વિવાદમાં
પોતાનો મત રજુ કરીને અવારનવાર ચર્ચામાં રહે છે. 


અયોધ્યા જન્મભૂમિમાં શ્રી રામ
મંદિરની સુનાવણી દરમિયાન જ્યારે રામના વંશજોને લઈને મુદ્દો ઉભો થયો હતો.
ત્યારે પણ જયપુર રાજવી પરિવારના આ સભ્યએ દાવો કર્યો
હતો કે તેઓ રામના વંશજ છે. આ માટે તે કોર્ટમાં જુબાની આપવા પણ તૈયાર હતી. 
સાંસદ દિયા કુમારીએ તાજમહેલના
બંધ ઓરડાઓ ખોલવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે
એવું કરવું જોઈએ જેથી જાણી શકાય કે ત્યાં શું હતું
? દિયાએ કહ્યું કે તાજમહેલ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો જયપુરના પૂર્વ
શાહી પરિવારના પોથી ખાનામાં સુરક્ષિત છે અને જો કોઈ કોર્ટ તેમને આ દસ્તાવેજો
આપવાનું કહેશે તો અમે તેમને આપવા માટે તૈયાર છીએ. 


શું તાજમહેલ હિંદુ મંદિર હતું? આ સવાલના જવાબમાં દિયાએ કહ્યું કે તેણે હજુ સુધી સંપૂર્ણ દસ્તાવેજો
જોયા નથી.
પરંતુ એ વાત ચોક્કસ છે કે
તાજમહેલ જયપુરના રાજવી પરિવારની સંપત્તિ હતી. આ ઉપરાંત દિયા કુમારીએ તાજમહેલની
અંદરના બંધ ઓરડાઓ ખોલીને તેની તપાસ કરાવવાની પણ વિનંતી કરી હતી.તેમણે કહ્યું હતું
કે અમારી પાસે જે દસ્તાવેજો છે તે મુજબ તે જમીન પર પહેલા એક મહેલ હતો. શાહજહાંએ તે
મહેલ કબજે કર્યો. એ કબજાના બદલામાં રાજવી પરિવારને થોડું વળતર પણ આપવામાં આવ્યું
હતું. પરંતુ
તે સમયે એવો કોઈ કાયદો નહોતો
કે જેના આધારે તમે ત્યાં તે નિર્ણય સામે અપીલ કરી શકો.


બીજેપી નેતા ડો.રજનીશે
આગ્રામાં બનેલા તાજમહેલને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં અરજી દાખલ કરી
છે. પોતાની અરજીમાં તેમણે લાંબા સમયથી બંધ રહેલા તાજમહેલના
22 ઓરડાઓ ખોલીને ASI પાસેથી સર્વે કરાવવાની માંગ કરી છે. અરજદારનું કહેવું છે કે
તાજમહેલમાં હિંદુ દેવી-દેવતાઓના શિલ્પો અને શિલાલેખો હોઈ શકે છે. જો સર્વે કરવામાં
આવશે તો ખબર પડશે કે તાજમહેલમાં હિન્દુ મૂર્તિઓ અને શિલાલેખો છે કે નહીં
?

Tags :
DiaKumariGujaratFirstJaipurTajmahal
Next Article