ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે ઔરંગાબાદનું નામ 'સંભાજી નગર', ઉસ્માનાબાદ ઓળખાશે 'ધારાશિવ' તરીકે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે મોટું 'હિંદુત્વ કાર્ડ' ચલાવ્યું છે. ઉદ્ધવ સરકારે ઔરંગાબાદઅને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલવાની દરખાસ્તને આજે મંજૂરી આપી છે.હવે ઔરંગાબાદને 'સંભાજી નગર' અને ઉસ્માનાબાદને 'ધારાશિવ' તરીકે ઓળખવામાં આવશે. એરપોર્ટનું નામ પણ બદલીને ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉદ્ધવ સરકારે આજે મહારાષ્ટ્રના આ શહેરોના નામ બદલવાનો મોટો નિર્ણય લીà
01:50 PM Jun 29, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે મોટું 'હિંદુત્વ કાર્ડ' ચલાવ્યું છે. ઉદ્ધવ સરકારે ઔરંગાબાદઅને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલવાની દરખાસ્તને આજે મંજૂરી આપી છે.હવે ઔરંગાબાદને 'સંભાજી નગર' અને ઉસ્માનાબાદને 'ધારાશિવ' તરીકે ઓળખવામાં આવશે.
 
એરપોર્ટનું નામ પણ બદલીને ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 
ઉદ્ધવ સરકારે આજે મહારાષ્ટ્રના આ શહેરોના નામ બદલવાનો મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં ઔરંગાબાદનું નામ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારશિવ નગર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .ઉદ્ધવ સરકારે રાજ્યના શહેરોના નામ બદલવાનો આ મોટો નિર્ણયને મંજૂરી આપી. કેબિનેટની બેઠકમાં ઔરંગાબાદનું નામ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારશિવ નગર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ નવી મુંબઈ એરપોર્ટનું નામ પણ બદલીને ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવશે. કેબિનેટે આ એરપોર્ટનું નામ સ્વ.દિનકટ બાલુ પાટીલ રાખ્યું છે. દિનકટ બાલુ પાટીલ ખેડૂત નેતા અને સાંસદ રહી ચૂક્યા છે.

આ નિર્ણય ઉદ્ધવ સરકારનું હિન્દુત્વ કાર્ડ
બીજીતરફ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે થયેલા બળવા મુદ્દે આજે  સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટ અંગેની સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન ઉદ્ધવ કેબિનેટની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંકટના સમયમાં ઉદ્ધવ સરકારના આ નિર્ણયને હિન્દુત્વના કાર્ડ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ વારંવાર ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવા સામે વાંધો ઉઠાવતી હતી. પરંતુ હવે મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી ચાલી રહી છે. કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવ્યા બાદ શિવસેનાની આ બંને બાબતોને કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું ન હતું.
કોંગ્રેસે પુણેનું નામ બદલવાની માંગ કરી હતી
ઉદ્ધવ કેબિનેટની બેઠકમાં કોંગ્રેસે પુણેનું નામ બદલવાની પણ માંગ કરી હતી. કોંગ્રેસે પુણેનું નામ બદલીને જીજાઉ નગર કરવાની માંગ કરી હતી. આપને જણાવી દઇએ કે  જીજાઉ છત્રપતિ શિવાજીની માતા જીજાબાઈનું નામ છે.આ ઉપરાંત કોંગ્રેસે સીવરી ન્હાવા દેવા ટ્રાન્સ હાર્બર લિન્કનું નામ બદલીને બેરિસ્ટર એ.આર.અંતુલે કરવાની માંગ પણ કરી હતી.

ઔરંગાબાદનું નામ બદલવા માટે ઘણા સમયથી રાજનીતિ ચાલતી હતી 
ઉલ્લેખનીય છે કે  8 જૂને ઔરંગાબાદમાં શિવસેનાની રેલી દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે શહેરનું નામ બદલવામાં આવશે. ઔરંગાબાદનું નામ બદલવા માટે ઘણા સમયથી રાજનીતિ ચાલી રહી છે. હાલમાં તેમની સરકાર મુશ્કેલીમાં છે ત્યારે ઉદ્ધવ સરકારે આ નિર્ણય લીધો છે. તેમનો વિરોધ કરનારા બળવાખોર ધારાસભ્યોએ પણ ઉદ્ધવ સરકાર શિવસેનાના મૂળ ઉદેશ્ય એવાં હિન્દુત્વથી ભટકી ગયાનું કારણ આપ્યું છે. આવી સ્થિતિમાં આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

સભામાં તમામનો આભાર
સાથે જ આજે ઉદ્ધવ ઠાકરેએ બેઠકના અંતે કહ્યું કે સભામાં તમામનો આભાર. સાથે જ તેમના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરેએ પણ આજે બેઠકમાં વિનમ્રતા સાથે હાથ જોડીને લોકોનો આભાર માનતા દેખાયાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ બેઠકમાં તમામનો આભાર માન્યો હતો. ઠાકરેએ કહ્યું કે, તમે જે રીતે અઢી વર્ષ સુધી સાથ આપ્યો તેના માટે આભાર. જો કોઈ ભૂલ હોય તો હું માફી માંગુ છું. ઉદ્ધવ ઠાકરેના આ આભારનો અર્થ એવો પણ લેવામાં આવે છે કે તેઓ સંમત થયા છે કે તેમની સરકાર પડવાની તૈયારીમાં છે.
 
આ પણ વાંચો- ફ્લોર ટેસ્ટ પહેલા શિંદેનો હુંકાર, કહ્યું - અમારી પાસે બે તૃતિયાંશ બહુમતી, સરળતાથી જીતી જઈશું
Tags :
GujaratFirstiIndiaNewsMaharastrrapoliticsNationalNewsUddhavThackrey
Next Article