Apple ચીનમાં પ્રોડક્શન બંધ કરવાની તૈયારીમાં? ભારત તરફ નજર
Appleએ તેના ઘણા કોન્ટ્રાક્ટ ઉત્પાદકોને ચીનની બહાર ઉત્પાદન વધારવા માટે સૂચના આપી છે. વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું હતું કે ભારત અને વિયેતનામ એવા દેશોમાં સામેલ છે જેને કંપની ચીનના વિકલ્પ તરીકે જોઈ રહી છે. આ દેશો હાલમાં Appleના વૈશ્વિક ઉત્પાદનનો નજીવો હિસ્સો ધરાવે છે.એવો અંદાજ છે કે ચીનમાં 90% થી વધુ Apple ઉત્પાદનો જેમ કે iPhones, iPads અને MacBook કમ્પ્યુટર બનાવે છે. નિષ્ણાતોના મતે એપલની ચીન પર નિર્ભરતા સંભ
Advertisement

Appleએ તેના ઘણા કોન્ટ્રાક્ટ ઉત્પાદકોને ચીનની બહાર ઉત્પાદન વધારવા માટે સૂચના આપી છે. વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું હતું કે ભારત અને વિયેતનામ એવા દેશોમાં સામેલ છે જેને કંપની ચીનના વિકલ્પ તરીકે જોઈ રહી છે. આ દેશો હાલમાં Appleના વૈશ્વિક ઉત્પાદનનો નજીવો હિસ્સો ધરાવે છે.
એવો અંદાજ છે કે ચીનમાં 90% થી વધુ Apple ઉત્પાદનો જેમ કે iPhones, iPads અને MacBook કમ્પ્યુટર બનાવે છે. નિષ્ણાતોના મતે એપલની ચીન પર નિર્ભરતા સંભવિત જોખમ છે. તેની પાછળ બેઇજિંગનું દમનકારી સામ્યવાદી શાસન અને તેનો અમેરિકા સાથેનો સંઘર્ષ મુખ્ય કારણો છે. જો કે આ મામલે Apple તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
Appleની મેન્યુફેક્ચરિંગ યોજનાઓથી પરિચિત લોકોના જણાવ્યા અનુસાર, કંપની તેની મોટી વસ્તી અને ઓછી કિંમતને કારણે ભારતને 'નેક્સ્ટ ચાઇના' તરીકે જુએ છે.
ભારત સિવાય, ચીન પાસે લાયકાત ધરાવતા કામદારોની ખૂબબ જ વધુ સંખ્યા છે. જે એશિયાના ઘણા દેશોની વસ્તી કરતા વધુ છે. એપ્રિલમાં એપલના સીઈઓ ટિમ કુકે જણાવ્યું હતું કે, "અમારી સપ્લાય ચેઈન ખરેખર વૈશ્વિક છે. તેથી ઉત્પાદનો દરેક જગ્યાએ બનાવવામાં આવે છે. 2020ની શરૂઆતમાં કોવિડ -19 વિશ્વભરમાં ફેલાય તે પહેલાં, Apple ચીનથી અલગ થવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ કોરોનાનું સંક્ર્મણ વધતા તેની ઈચ્છા પર પાણી ફરી વળ્યું. Apple ફરીથી દબાણ લાગુ કરી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરોને નવી ઉત્પાદન ક્ષમતા શોધવા માટે સૂચના આપી રહી છે.
ચીનના પ્રવાસ પ્રતિબંધોને કારણે Apple છેલ્લા બે વર્ષમાં માત્ર મુઠ્ઠીભર એક્ઝિક્યુટિવ્સ અને એન્જિનિયરોને દેશમાં મોકલી શક્યું છે. આનાથી ઉત્પાદન સ્થાનનું વ્યક્તિગત નિરીક્ષણ કરવું મુશ્કેલ બન્યું છે. આ સિવાય 2021માં પાવર કટના કારણે ચીનની નિર્ભરતા વધુ ખરાબ થઈ.
શાંઘાઈ અને અન્યત્ર ચીનની કોવિડ-19 વિરોધી નીતિઓ દ્વારા લાદવામાં આવેલા લોકડાઉન ઘણા પશ્ચિમી સાહસો માટે સપ્લાય ચેઈનને રોકી રહ્યા છે. એપલે એપ્રિલમાં ચેતવણી આપી હતી કે કોવિડ-19નું પુનરાવર્તન સમસ્યાઓનું કારણ બની શકે છે.
Advertisement