Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાશ્મીરને મુગલોની શોધ ગણાવતી ક્લિપ પર હવે અમિતાભ બચ્ચન ટ્રોલ થયા ટ્વીટ કરી આપ્યો જવાબ

અમિતાભ બચ્ચનની ફિલ્મ બેમિસાલનો એક સીન સોશિયલ મીડિયા પર હાલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. આ  સીનમાં તેઓ કાશ્મીરને મુગલોની શોધ ગણાવી હતી. ઘણા લોકો ફિલ્મના આ સીનને ભ્રામક પ્રચાર અને જુઠ્ઠાણા  તરીકે શેર કરી રહ્યા છે. આ ક્લિપ વાયરલ થયા બાદ અમિતાભ બચ્ચનના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પણ એક ટ્વિટ થયેલી જોવા મળી હતી જેના પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અમિતાભ બચ્ચનનું ટ્વીટ હાલમાં નિશાà
કાશ્મીરને મુગલોની શોધ ગણાવતી ક્લિપ પર હવે અમિતાભ બચ્ચન ટ્રોલ થયા  ટ્વીટ કરી આપ્યો જવાબ
અમિતાભ બચ્ચનની ફિલ્મ બેમિસાલનો એક સીન સોશિયલ મીડિયા પર હાલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. આ  સીનમાં તેઓ કાશ્મીરને મુગલોની શોધ ગણાવી હતી. ઘણા લોકો ફિલ્મના આ સીનને ભ્રામક પ્રચાર અને જુઠ્ઠાણા  તરીકે શેર કરી રહ્યા છે. આ ક્લિપ વાયરલ થયા બાદ અમિતાભ બચ્ચનના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પણ એક ટ્વિટ થયેલી જોવા મળી હતી જેના પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અમિતાભ બચ્ચનનું ટ્વીટ હાલમાં નિશાના પર છે. તેમણે સ્પષ્ટપણે લખ્યું નથી કે તે શું લખી રહ્યાં છે. જોકે લોકો તેનું અલગ-અલગ અર્થઘટન કરી રહ્યાં છે. 
 
જાણો શું છે આખો મામલો 
હાલમાં અમિતાભ બચ્ચનનું એક ટ્વિટ હેડલાઈન્સમાં છે. જેમાં તેમણે લખ્યું છે કે, હવે અમને ખબર પડી છે, જે પહેલા ક્યારેય ખબર ન હતી. આ ટ્વિટ પર લોકોએ અમિતાભ બચ્ચનને ટ્રોલ કર્યા છે. કેટલાક લોકો માને છે કે અમિતાભ બચ્ચને કાશ્મીરની દુર્ઘટના વિશે લખ્યું છે, જ્યારે ઘણા માને છે કે તેમણે તેમની વાયરલ ક્લિપ વિશે સ્પષ્ટતા કરી છે. એક યુઝરે લખ્યું છે, પરંતુ હજુ પણ બોલવાની હિંમત નથી થઈ? તો અન્ય ફોલોઅર્સે ક્લિપ શેર કરી અને લખ્યું કે તમારા જેવા લોકો અમને મૂર્ખ બનાવતા રહે છે.
Advertisement

ફિલ્મના દ્રશ્યમાં મુઘલોના વખાણ કરાયા
આ વાયરલ ક્લિપ 1982ની ફિલ્મ બેમિસાલની છે. જેમાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે, શું તમે એક વાત જાણો છો? જો તમે પ્રશાંતને નથી જાણતા તો સાંભળો, ભારતના તમામ હિલ સ્ટેશન અંગ્રેજોએ શોધી કાઢ્યા છે. માત્ર એક  કાશ્મીરજ  છે જેની શોધ મુગલોએ કરી હતી. આના પર રાખી કહે છે, મુગલોનો કોઇ જવાબ નથી, તેમનું સંગીત જુઓ, પેઇન્ટિંગ જુઓ, આર્કિટેક્ચર જુઓ.
વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થયા બાદથી ચોતરફ તેની  જ ચર્ચા છે. આ ફિલ્મમાં 1990માં કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની દર્દનાક કહાની દર્શાવવામાં આવી છે. ફિલ્મને ખૂબ જ માઉથ પબ્લિસિટી મળી રહી છે અને લોકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા માટે પણ જઇ રહ્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે

Advertisement
Tags :
Advertisement

.