Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાશમીર ફાઇલ્સ પર હવે અખિલેશનું નિવેદન- જીપથી કચ્ચરઘાણ વાળી ઘટના પર લખીમપુર ફાઇલ્સ કેમ નથી બનાવતા?

અખિલેશ યાદવે કહ્યું કે જો કાશ્મીર પર ધ કાશમીર  ફાઇલ્સ બની રહી છે, તો લખીમપુર હિંસા પર લખીમપુર ફાઇલ્સ પર પણ ફિલ્મ બનવી જોઇએ. અહીંના ખેડૂતોને જીપથી કચડી દેવામાં આવ્યાં હતાં. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં હાર્યા પછી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ  અખિલેશ યાદવે પહેલી વાર  મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભલે પાર્ટી હારી હોય પણ આ ચૂંટણીમાં અમે નૈતિક જીત હાંસલ કરી છે. આ દરમ્યાન 'àª
કાશમીર ફાઇલ્સ પર હવે અખિલેશનું નિવેદન  જીપથી કચ્ચરઘાણ વાળી ઘટના પર લખીમપુર ફાઇલ્સ કેમ નથી બનાવતા
અખિલેશ યાદવે કહ્યું કે જો કાશ્મીર પર ધ કાશમીર  ફાઇલ્સ બની રહી છે, તો લખીમપુર હિંસા પર લખીમપુર ફાઇલ્સ પર પણ ફિલ્મ બનવી જોઇએ. અહીંના ખેડૂતોને જીપથી કચડી દેવામાં આવ્યાં હતાં. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં હાર્યા પછી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ  અખિલેશ યાદવે પહેલી વાર  મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભલે પાર્ટી હારી હોય પણ આ ચૂંટણીમાં અમે નૈતિક જીત હાંસલ કરી છે. આ દરમ્યાન 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વત કરતાં તેમણે કહ્યં કે  જો આ મૂવી બની શકતી હોય તો લખમીપુર ફાઇલ્સ પણ બની શકે છે. 
આ અમારી નૈતિક જીત 
સીતાપુર પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઇલેક્શન પછી પાર્ટીની પરિસ્થિતિ વિશે કહ્યું કે મૂળભૂત મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી સામે આજે પણ છે, સપા આગળ વધી રહી છે. જ્યારે ભાજપા હજુ પાછળ  છે.પૂર્વ મંત્રી અને સપા નેતા નરેન્દ્ર વર્માના મોટા ભાઇ  મહેન્દ્ર વર્માના શાંતિ પાઠમાં સામેલ થવા આવેલા અખિલેશ યાદવે કહ્યું કે અમારી બેઠકો અને ટકાવારી વધી છે, તે બતાવે છે કે આ અમારી નૈતિક જીત છે. 

સમાજવાદી પાર્ટી પોતાની  એક મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવશે
વસતી-બેરોજગારી જેવાં મુદ્દા સંદર્ભે પૂર્વ વડા પ્રધાન અખિલેશ યાદવે કહ્યું, ' આવું પરિણામ પહેલાં ક્યાકેય જોવાં મળ્યું  નથી. કેટલાય લોકોને ઝેર ખાવાની ફરજ પડી હતી. ભવિષ્યમાં ગૃહમાં જે પણ કાર્યવાહી થશે તેમાં સમાજવાદી પાર્ટી પોતાની  એક મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં જોવા મળશે. અખિલેશ યાદવે કહ્યું, 'જો કાશ્મીર ફાઇલ્સ કાશ્મીર પર બની છે તો લખીમપુર હિંસા પર પણ લખીમપુર ફાઇલ્સ બનાવવી જોઇએ. આ હિંસા પર ફિલ્મ બને. મોંઘવારી, બેરોજગારી અને યુપીના વિકાસ જેવા મૂળભૂત મુદ્દાઓ પર ભાજપે જવાબ આપવો પડશે
Advertisement
Tags :
Advertisement

.