Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે બ્રિટનના રાજા બન્યા 73 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સ

બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યાર બાદ તેમના મોટા પુત્ર 73 વર્ષીય ચાર્લ્સ હવે સદીઓના પ્રોટોકોલ અનુસાર રાજા બની ગયા છે. રાણીના રેકોર્ડબ્રેક 70 વર્ષના શાસન બાદ રાજવી પરિવાર માટે એક નવો અધ્યાય શરૂ થયો છે.પ્રિન્સ ચાર્લ્સનો રાજ્યાભિષેક ચોક્કસ તારીખે પરંપરા અને ઈતિહાસમાં પથરાયેલી એક વિસ્તૃત વિધિ મુજà
હવે બ્રિટનના રાજા બન્યા 73 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સ
બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યાર બાદ તેમના મોટા પુત્ર 73 વર્ષીય ચાર્લ્સ હવે સદીઓના પ્રોટોકોલ અનુસાર રાજા બની ગયા છે. રાણીના રેકોર્ડબ્રેક 70 વર્ષના શાસન બાદ રાજવી પરિવાર માટે એક નવો અધ્યાય શરૂ થયો છે.
પ્રિન્સ ચાર્લ્સનો રાજ્યાભિષેક ચોક્કસ તારીખે પરંપરા અને ઈતિહાસમાં પથરાયેલી એક વિસ્તૃત વિધિ મુજબ એ જ ઐતિહાસિક પરિવેશમાં થશે જે સદીઓથી થઈ રહી છે.
જો કે, હવે એ સવાલ પણ પુછાઇ રહ્યા છે કે  બ્રિટિશ રાજાશાહીનો સુવર્ણ યુગ પસાર થઈ ગયો છે કે કેમ, આધુનિક યુગમાં પ્રાચીન સંસ્થા કેવી રીતે સધ્ધર રહી શકે છે અને ચાર્લ્સ તે જ સન્માનનું સુકાન સંભાળશે કે પછી પોતાની માતાની છાયામાં શાસન કરશે.  
હજું તો માત્ર બે દિવસ પહેલાં, રાણીએ હસતાં હસતાં લિઝ ટ્રસને તેમના શાસનકાળના 15મા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. જો કે, અશક્તિ હોવાને કારણે તેઓ લાકડીનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. તેમના 70 વર્ષના શાસનમાં બે સદીઓના સામાજિક, રાજકીય અને તકનીકી ઉથલપાથલ જોવા મળી હતી.
બ્રિટનના વિશાળ સામ્રાજ્યના છેલ્લા અવશેષોનું પતન થયું છે. બ્રેક્ઝિટે  તેમના સામ્રાજ્યનો પાયો હચમચાવી નાખ્યો અને તેમના પરિવારે શ્રેણીબદ્ધ કૌભાંડો સહન કર્યા. પરંતુ સમગ્ર સમય દરમિયાન, તેઓ લોકપ્રિય રહ્યા અને માત્ર યુનાઇટેડ કિંગડમની જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ સહિતની 14 ભૂતપૂર્વ બ્રિટિશ વસાહતોની રાણી અને રાજ્યના વડા રહ્યા. તે 56-રાષ્ટ્રોના કોમનવેલ્થના વડા પણ હતા, તે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના સર્વોચ્ચ ગવર્નર પણ હતા.
Advertisement
Tags :
Advertisement

.