Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અગ્નિવીર યોજનાનું નોટિફિકેશન જાહેર, 8 ધોરણ પાસને પણ મળશે તક, જાણો ક્યા પદ પર થશે ભરતી

એક તરફ બિહાર, યુપી, હરિયાણા સહિત દેશના ઘણા રાજ્યોમાં અગ્નિપથ યોજનાનો વિરોધ ચાલી રહ્યો છે.  તો બીજી તરફ સરકાર પણ આ યોજનાને લાગુ કરવા માટે મક્કમ છે. જેથી આજે અગ્નિવીરોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અગ્નિવીર યોજના અંતર્ગત સેનામાં જોડાવા માંગતા યુવાનો ભારતીય સેનાની વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને માહિતી મેળવી શકે છે8 અને 10 પાસ યુવકોને પણ તકભારતી
અગ્નિવીર યોજનાનું નોટિફિકેશન જાહેર  8 ધોરણ પાસને પણ મળશે તક  જાણો ક્યા પદ પર થશે ભરતી
એક તરફ બિહાર, યુપી, હરિયાણા સહિત દેશના ઘણા રાજ્યોમાં અગ્નિપથ યોજનાનો વિરોધ ચાલી રહ્યો છે.  તો બીજી તરફ સરકાર પણ આ યોજનાને લાગુ કરવા માટે મક્કમ છે. જેથી આજે અગ્નિવીરોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અગ્નિવીર યોજના અંતર્ગત સેનામાં જોડાવા માંગતા યુવાનો ભારતીય સેનાની વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને માહિતી મેળવી શકે છે
8 અને 10 પાસ યુવકોને પણ તક
ભારતીય સેનાએ ભારત સરકારની મહત્વાકાંક્ષી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે અગ્નિવીર ભરતી રેલીની સૂચના બહાર પાડી છે. જે અંતર્ગત ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા આવતા મહિનાથી એટલે કે જુલાઈ 2022થી શરૂ થશે. ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ, joinindianarmy.nic.in પર આ રજીસ્ટ્રેશન થઇ શકશે. નોટિફિકેશન મુજબ 8મુ અને 10મુ પાસ યુવાનો પણ અરજી કરી શકે છે. 8 પાસ લોકોને અગ્નિવીર ટ્રેડ્સમેન બનવાની તક મળશે.
આટલી પોસ્ટ માટે ભરતી કરાશે
  • અગ્નિવીર જનરલ ડ્યુટી
  • અગ્નિવીર ટેકનિકલ (એવિએશન / એમ્યૂનેશન)
  • અગ્નિવીર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનિકલ
  • અગ્નિવીર ટ્રેડ્સમેન 10મુ પાસ
  • અગ્નિવીર ટ્રેડ્સમેન 8મુ પાસ
મેરિટના આધારે ભરતી થશે
નોટિફિકેશનમાં આપેલી માહિતી પ્રમાણે ખાલી જગ્યાઓ માટેની ભરતી સંપૂર્ણ રીતે મેરિટ પર આધારિત હશે. માત્ર ભરતી પ્રક્રિયામાં પાસ થવાથી ભરતીનો દાવો નહીં કરી શકાય. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારો પાસે જરૂરી પ્રમાણપત્રો નથી તેઓ જાતે જ તેમના રિજેક્શન માટે જવાબદાર હશે.
કયા પદ પર કોને મળશે તક?
  • જો તમે અગ્નિવીર જનરલ ડ્યુટી માટે અરજી કરવા માંગો છો, તો ઓછામાં ઓછા 45 ટકા માર્ક્સ સાથે 10મુ પાસ હોવું જરૂરી છે. આ સિવાય તમામ વિષયોમાં 33% માર્કસ હોવા જરૂરી છે. 
  • જે બોર્ડમાં ગ્રેડ સિસ્ટમ છે, તેના વિદ્યાર્થીઓને ઓછામાં ઓછો ડી ગ્રેડ મળ્યો હોવો જોઇએ. 
  • 12મુ પાસ વિદ્યાર્થીઓ અગ્નિવીર ટેક માટે અરજી કરી શકે છે. આ માટે 12મા ધોરણમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ તેમના વિષય હોવા જોઈએ. 
  • કોઈપણ સ્ટ્રીમમાંથી 12 પાસ વિદ્યાર્થીઓ અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોરકીપરની પોસ્ટ માટે અરજી કરી શકે છે. 
  • 8 અને 10 પાસ કરેલા યુવાનોને પણ અગ્નિવીર ટ્રેડ્સમેન બનવાની તક મળશે.
સેવાનો સમયગાળો અને શરતો
અગ્નિવીરોની સેવાનો સમયગાળો 4 વર્ષનો રહેશે. આર્મી એક્ટ 1950 હેઠળ તેમની ભરતી કરવામાં આવશે અને જરૂર પડ્યે દેશમાં ગમે ત્યાં તેમની પોસ્ટ કરી શકાશે. અગ્નિવીર બનનારા કોઈપણ યુવકને પેન્શન અને ગ્રેચ્યુઈટી નહીં મળે. તેમનો કાર્યકાળ રજીસ્ટ્રેશન સાથે જ શરુ થઇ જશે. ભારતીય સેનામાં અગ્નિવીરોની અલગ રેન્ક હશે. નોટિફિકેશન પ્રમાણે અગ્નિવીરોની નિશ્ચિત ફરજ ગમે ત્યારે બદલી શકાય છે. અગ્નિવીરોને જરૂરિયાત મુજબ કોઈપણ રેજિમેન્ટ અને યુનિટમાં તૈનાત કરી શકાય છે. આ સિવાય કોઈપણ પ્રદેશમાં ટ્રાન્સફર કરી શકાય છે.
પગાર કેટલો મળશે?
  • અગ્નિવીરોને પ્રથમ વર્ષમાં દર મહિને રૂ. 30,000નો પગાર મળશે, ભથ્થાં અલગ હશે.
  • બીજા વર્ષે 33,000 પ્રતિ માસ પગાર અને ભથ્થા અલગથી આપવામાં આવશે.
  • ત્રીજા વર્ષે અગ્નિવીરોનો પગાર વધીને રૂ. 36,500 થશે.
  • ચોથા અને અંતિમ વર્ષમાં અગ્નિવીરોનો પગાર મહિને 40,000 રૂપિયા થશે.
વીમો કેટલો આપવામાં આવશે?
અગ્નિવીર તરીકે કામ કરતા લોકોને 48 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે. કોઈપણ અકસ્માતના બનાવમાં તેમને આ લાભ મળશે. આ સિવાય કમનસીબે જો તેઓ સેવાના સમયગાળા દરમિયાન શહીદ થાય છે, તો પરિવારને 1 કરોડ રૂપિયાનું ફંડ પણ મળશે.
કાયમી સૈનિકની પસંદગી કઇ રીતે થશે?
માત્ર 25 ટકા અગ્નિવીરોને 4 વર્ષની સેવા પછી નિયમિત સૈનિક તરીકે પસંદ કરવામાં આવશે. ભારતીય સેનાના મેન્યુઅલ અને પરીક્ષણના આધારે 25 ટકા અગ્નિવીરોની પસંદગી કરવામાં આવશે. અગ્નવીર બનનારા લોકો માટે નોટિફિકેશનમાં મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે તેમાંથી નિયમિત સૈનિકોની ભરતી કરવામાં આવશે. મેડિકલ બ્રાન્ચમાં જ અલગ લોકોની ભરતી કરવામાં આવશે.
ચાર વર્ષ બદ શું મળશે?
ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી, અગ્નિવીરોને સેવા નિધિ પેકેજ, અગ્નિવીર કૌશલ્ય પ્રમાણપત્ર અને ધોરણ 12મા સમકક્ષ લાયકાત પ્રમાણપત્ર પણ મળશે. 10મું પાસ ઉમેદવારોને 4 વર્ષ પછી 12મુ સમકક્ષ પાસનું પ્રમાણપત્ર પણ મળશે, જેની સંપૂર્ણ વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. 
Advertisement
Tags :
Advertisement

.