Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેરે PMના માતા હીરાબાને એક અલગ જ અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ

જાણીતા ગાયક કલાકાર કૈલાસ ખેર દ્વારા PM ના માતા હીરાબાને અપાઇ શ્રદ્ધાંજલિ ગાંધીનગર સ્થિત પંકજ મોદીના ઘરે જઈને આપી શ્રદ્ધાંજલિ કૈલાસ ખેર દ્વારા આગવી રીતે અપાઇ શ્રદ્ધાંજલિ કૈલાસ ખેર દ્વારા આગવી રીતે સ્તુતિ ગાયને અપાઇ શ્રદ્ધાંજલિવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના માતા હીરાબાનું ગત મહિને ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ (UN Mehta
06:39 AM Jan 07, 2023 IST | Vipul Pandya
  • જાણીતા ગાયક કલાકાર કૈલાસ ખેર દ્વારા PM ના માતા હીરાબાને અપાઇ શ્રદ્ધાંજલિ 
  • ગાંધીનગર સ્થિત પંકજ મોદીના ઘરે જઈને આપી શ્રદ્ધાંજલિ 
  • કૈલાસ ખેર દ્વારા આગવી રીતે અપાઇ શ્રદ્ધાંજલિ 
  • કૈલાસ ખેર દ્વારા આગવી રીતે સ્તુતિ ગાયને અપાઇ શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના માતા હીરાબાનું ગત મહિને ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital) માં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધાન બાદ દેશભરમાંથી લોકોએ તેમના શ્રદ્ધાંજલિ (Tribute) આપી હતી. પછી તે નેતા હોય કે અભિનેતા તમામ વડાપ્રધાનને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. હવે જાણીતા ગાયક કલાકાર કૈલાસ ખેરે પણ વડાપ્રધાનના માતા હીરાબાને એક અલગ જ અંદાજમાં શ્રદ્ધાંજલિ પાઠવી છે. 
ગત મહિનાની 30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital) માં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે તેમના નિધન બાદ દુનિયાભરના લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હવે બોલિવૂડના જાણીતા ગાયક કલાકાર કૈલાસ ખેરે પણ વડાપ્રધાન મોદીના માતા હીરાબાને એક અલગ જ અંદાજમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણં ગાંધીનગર સ્થિત પંકજ મોદીના ઘરે જઇને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન તેમણે આગવી રીતે સ્તુતિ ગાઇને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કૈલાશ ખેરે પોતાના ટ્વીટર હેન્ડલ પર વીડિયો શેર કરતા લખ્યું છે કે, પરમપિતા પરમ પરમેશ્વરની દયા દ્રષ્ટિ, ગુરુ મહારાજની કૃપાથી આપણા આદર્શ PM @nrendramodi જી ના પરિવાર સાથે માતાની આરાધના વંદન કરવું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મા હીરાબા તો પંચતત્વોમાં વિલીન થઇને પણ સંસ્કાર સ્વરૂપિણી ભાગીરથી બનીને પરિવારના તમામ સભ્યોમાં પોતાનું સ્થાન જમાવ્યું. આજના પ્રારબ્ધને નમન. હરિ એમ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના માતા હીરાબાનો જન્મ 18 જૂન 1923ના રોજ મહેસાણામાં થયો હતો. હીરાબેનના લગ્ન દામોદરદાસ મુલચંદ મોદી સાથે થયા હતા. દામોદરદાસ ત્યારે ચા વેચતા હતા. હીરાબેન અને દામોદરદાસને 6 બાળકો હતા. જેમા ત્રીજા નંબરે નરેન્દ્ર મોદી હતા. હીરાબેન અને દામોદરદાસને અન્ય બાળકો છે - અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમા મોદી અને પુત્રી વાસંતીબેન હંસમુખલાલ મોદી. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની માતા હીરાબા (Hiraba)નું ગત મહિને 30 તારીખે સવારે અવસાન થયું હતું. માતાના નિધનના સમાચાર મળતાં જ વડાપ્રધાન મોદી અમદાવાદ જવા રવાના થઇ ગયા હતા. સવારે હીરાબાના દેહને ગાંધીનગરના રાયસણ ખાતે વૃંદાવન બંગલોઝ ખાાતે લવાયો હતો. અહીં વડાપ્રધાન મોદીના નાના ભાઇ પંકજ મોદી રહે છે. 
હીરાબેન જીવનભર સંઘર્ષ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના માતાના સંઘર્ષનો ઘણી વખત ભાવનાત્મક રીતે ઉલ્લેખ કર્યો છે. 2015માં ફેસબુક (Facebook) ના સ્થાપક માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમના માતાના સંઘર્ષને યાદ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, 'મારા પિતાના અવસાન પછી માતા બીજાના ઘરે જઈને વાસણો સાફ કરતા અને પાણી ભરીને ગુજરાન ચલાવતા અને અમને ખવડાવતા હતા.' ત્યારબાદ માતાની સમસ્યાઓને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા અને રડી પડ્યા હતા.
આ પણ વાંચો - ગાંધીનગરના સેક્ટર-30માં હીરા બાના કરાશે અંતિમ સંસ્કાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstHirabaKailashKherPMModiPMModi'sMotherSingerKailashKhertribute
Next Article