ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

RRR નહીં, ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ઓસ્કાર-2023 માટે નોમિનેટ, જાણો ફિલ્મમાં શું છે ખાસ?

સિનેમા જગતના સૌથી મોટા એવોર્ડ ઓસ્કર માટે સતત નોમિનેશન થાય છે. જ્યાં થોડા દિવસો પહેલા 'ધ કાશ્મીર ફાઇલ્સ'માંથી 'RRR' નામ આવી રહ્યું હતું, આજે આ વર્ષના ઓસ્કર માટે પ્રાદેશિક ભાષાની ફિલ્મનું નામ મંજૂર કરવામાં આવ્યું છે.   'RRR' અને 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ધૂમ વચ્ચે ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો 'ને 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતની પ્રથમ એન્ટ્રી તરીકે પસંદ
01:54 PM Sep 20, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
સિનેમા જગતના સૌથી મોટા એવોર્ડ ઓસ્કર માટે સતત નોમિનેશન થાય છે. જ્યાં થોડા દિવસો પહેલા 'ધ કાશ્મીર ફાઇલ્સ'માંથી 'RRR' નામ આવી રહ્યું હતું, આજે આ વર્ષના ઓસ્કર માટે પ્રાદેશિક ભાષાની ફિલ્મનું નામ મંજૂર કરવામાં આવ્યું છે. 

 'RRR' અને 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ધૂમ વચ્ચે ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો 'ને 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતની પ્રથમ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે.ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે ભારતભરમાં રિલીઝ થવાની છે. મૂળ અમરેલીના ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિનની ગુજરાતી કમિંગ ઑફ એજ ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ (છેલ્લો શૉ)ને ઓસ્કર અવૉર્ડ્સ માટે ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે.

સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર હવે રજૂ થશે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ , જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે.
દિગ્દર્શક પાન નલિનની સફળતાની જર્નીમાં એવૉર્ડ વિનીંગ ફિલ્મો સમસારા, વેલી ઓફ ફ્લાવર્સ અને એંગ્રી ઈન્ડિયન ગોડેસીસનો સમાવેશ થાય છે, જેને ફિલ્મ ફેસ્ટિવલ્સ અને પ્રેક્ષકો બંને થકી પ્રસંશા મેળવી છે. તેઓને તાજેતરમાં એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા તેની પ્રતિષ્ઠિત ડિરેક્ટર્સ બ્રાન્ચમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
Tags :
BollywoodGujaratFirstoscars2023