Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજનીતિ જ નહીં બાંસુરીવાદન, ફોટોગ્રાફી, ફિલ્મોમાં પણ રસ, વડાપ્રધાને ગરબા પણ લખ્યાં છે

વૈશ્વિક નેતા અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં નામ પ્રમાણે ઉત્તમ ગુણો છે, ઉર્જાવાન આભા માટે તેમના વિશિષ્ટ ગુણો અને પસંદગીએ તેમને ખરા અર્થમાં લોક નેતા બનાવ્યા છે. સાદું ભોજન જમતા વડાપ્રધાનશ્રી હંમેશાં તેમની સાદગી સાથે સંસ્કૃતિની મૂળથી જોડાયેલા છે. બહુ આોછા લોકો જાણતા હશે કે વડાપ્રધાનને ભારતીય ક્લાસિકલ મ્યુઝિકમાં પણ ઉંડો રસ છે, તેમાં પણ શાસ્ત્રીય વાદનમાં વાંસળીના સૂરà«
09:42 AM Sep 17, 2022 IST | Vipul Pandya
વૈશ્વિક નેતા અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં નામ પ્રમાણે ઉત્તમ ગુણો છે, ઉર્જાવાન આભા માટે તેમના વિશિષ્ટ ગુણો અને પસંદગીએ તેમને ખરા અર્થમાં લોક નેતા બનાવ્યા છે. સાદું ભોજન જમતા વડાપ્રધાનશ્રી હંમેશાં તેમની સાદગી સાથે સંસ્કૃતિની મૂળથી જોડાયેલા છે. બહુ આોછા લોકો જાણતા હશે કે વડાપ્રધાનને ભારતીય ક્લાસિકલ મ્યુઝિકમાં પણ ઉંડો રસ છે, તેમાં પણ શાસ્ત્રીય વાદનમાં વાંસળીના સૂરો જ્યારે છેડાતા હોય ત્યારે તેઓ મંત્રમુગ્ધ થઇને સાંભળે છે. આવો જ એક કિસ્સો અમદાવાદના સપ્તક સંગીત સમારોહમાં થયો હતો જ્યારે પદ્મભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયાનો અમદાવાદ સપ્તકમાં કાર્યક્રમહતો, જે વડાપ્રધાનના ચહિતા બાંસુરીવાદક છે. 

2 જાન્યુઆરી 2014ના રોજ સપ્તકમાં પંડિત હરિપ્રાસાદ ચોરસિયાનું બાંસુરીવાદન માણ્યું
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 જાન્યુઆરી 2014ની સાંજે અમદાવાદમાં સપ્તક શાસ્ત્રીય સંગીત સમારોહમાં જોવા મળ્યા હતા. કાર્યક્રમના દિવસોમાં તેમનું નામ દેશના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઘોષિત થઈ ચૂક્યું હતું. તેથી સુરક્ષાના કારણોસર આ કાર્યક્ર્મમાં આવવામાં મુશ્કેલી હતી, તેમ છતાં તેમનો સંગીતપ્રેમ તેમને અહીં લાવ્યો હતો,  2 જાન્યુઆરી 2014ના રોજ આયોજિત કાર્યક્રમમાં તેમણે એક સામાન્ય શ્રોતાની જેમ સામાન્ય ખુરશી પર બેસીને  મોડી રાત સુધી સંગીત માણ્યું હતું, પંડિતજીએ પણ વડાપ્રધાન મોદીનું પ્રિય ભજન અને રાષ્ટ્રગાન બાંસરીના સૂરમાં તેમને સંભળાવ્યું હતું, આ તેમની અનિશ્ચિત મુલાકાત હતી, શ્રી મોદી ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ અને ગુજરાત ભાજપના ખજાનચી સુરેન્દ્ર પટેલ (કાકા) સાથે બેસીને મોડી રાત સુધી આ કાર્યક્રમ માણ્યો હતો, બીજી બાજુ તેમની બાજુમાં પંડિત રાજન મિશ્રા (રાજન સાજન મિશ્રા ફેમ), તેમજ ખાડિયા ભાજપના પીઢ નેતા બંસીભાઈ પટેલ અને IAS ભાગ્યેશ જહા બેઠા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાય ગરબા ગીતો લખ્યાં છે
વડાપ્રધાનને ડ્રામા, એન્ટરટેઈનમેન્ટ ઈવેન્ટ્સ ફિલ્મ, સંગીતમાં નરેન્દ્ર મોદી રાજનીતિ જેટલો જ રસ ધરાવે છે. આ એક એવા વડાપ્રધાન છે જે કવિતા લખે છે, ગીતો લખે છે, પુસ્તકો લખે છે, જે ગોલ્ફમાં હાથ અજમાવે છે, સાથે હંમેશાં શિસ્તબદ્ધ અને વેલડ્રેસ રાજનેેતા તરીકે જોવા મળે છે. સાથે જ તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે. જેમાં સાક્ષીભાવ, નરેન્દ્ર મોદીએ સામાજિક સંવાદિતા, જ્યોતિપુંજ, લેટર ટુ મધર જેવા પુસ્તકો બીજા કોઈએ નહીં પણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કેટલાય ગરબા ગીતો લખ્યાં છે, જે જપન કે પાઠક દ્વારા  જેને 16 ઓકટોબર 2012ની નવરાત્રિના પ્રથમ નોરતે રજૂ કરવામાં આવ્યા હતા. ગરબા લોન્ચીંગ સમયે તેમણે કહ્યું હતું કે  વિડીયોમાં પ્રસ્તુત ગીત શ્રી મોદી દ્વારા લખાયેલું એક ગરબા ગીત છે. જે મને આજે સવારે  ઈમેલમાં પહોંચાડવામાં આવ્યું હતું, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગરબા ગીત "ઘુમે માનો ગરબો" અંધ પ્રકાશ ગૃહ માટે લખ્યું હતું. આ ગીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે અને ગીતના બોલ છે 'ઘુમે માનો ગરબો'. ગરબા ડાન્સનો વીડિયો અર્પણ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવ્યો છે. પીએમ મોદીના ગીતો ઉપરાંત શૈલેષ ગોહિલ અને ડો.ત્રિવેદીએ આ ડાન્સ ડિરેક્ટ કર્યો છે. આ ઐશ્વર્યા મજુમદાર અને અમી પારેખે તેમના સુંદર અવાજ દ્વારા ગાયું છે.

રણોત્સવમાં દાના ભારમલના ગીતનો જલ્સો
જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે નિયમિત રીતે થિયેટરમાં ગુજરાતી નાટકો જોવા પણ જતાં હતાં,  ક્યારેક-ક્યારેક ગુણવત્તાયુક્ત ફિલ્મો જોવા પણ જતાં હતાં. દિવસભરના શેડ્યૂલ બાદ અહીંના મુખ્યમંત્રી મોડી રાત સુધી હિન્દી કવિતાના કાર્યક્રમો માણતા જોવા મળ્યાં છે. ચાર-પાંચ વર્ષ પહેલાં વડાપ્રધાન કચ્છ રણ ઉત્સવમાં કચ્છી કલાકાર દાના ભારમલના ગીત માણતા જોવા મળ્યાં હતા. મોદી હસતા હતા અને દિલથી ગીત, સંગીતનો આનંદ માણતા જોવા મળ્યાં હતા.

નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફી પ્રેમ 
શ્રી મોદીએ 1990ના દાયકામાં તેમના પોતાના ફોટો પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વડાપ્રધાન ફોટોગ્રાફીનો ઉંડો શોખ છે. અમદાવાદ સ્થિત પીઢ ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાએ એકવાર કહ્યું હતું કે વડાપ્રધાન મોદી માત્ર તેમના ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન જ રાખતા ન હતા, પરંતુ વિવિધ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં પણ નિયમિત મુલાકાત લેતા હતા. તે આવા પ્રદર્શનોની ખૂબ રસપૂર્વક મુલાકાત લેતા. 
અમદાવાદની ફોટોગ્રાફર્સ ક્લબે 1990માં તેમના ટોક અને સ્લાઈડ શોનું આયોજન કર્યું હતું. તેઓ વડાપ્રધાન બન્યાં ત્યારે, હિલીયમ બલૂન રાઇડને આમદાવડમાં કાંકરિયા તળાવ આગળ શરૂ કરવામાં આવી હતી, ત્યારે મુખ્ય પ્રધાન મોદી લેન્સમેન સાથે એટલાં ભળી ગયા હતા અને ફોટો લેવા માટે એક ફોટો પત્રકાર પાસે તેમણે  કૅમેરો માંગ્યો હતો.
બીમાર ગુજરાતી લેખકના ઘરે તેમનું પુસ્તક અર્પણ કરવા ગયા 
વડાપ્રધાન મોદી હાલના સમકાલીન શ્રેષ્ઠ વક્તા છે. તે વિવિધ વિષયો પર બોલી શકે છે અને તે જ કાર્યમાં હાજર રહેલા વિષય નિષ્ણાતો કરતાં વધુ લોકપ્રિય ભાષણો આપી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે લગભગ એક ડઝનથી વધુ પુસ્તક વિમોચન સમારોહમાં હાજરી આપી છે જ્યાં મોદીએ ભાષણ આપતાં ત્યાં તેમના સૌથી વધુ ટીકાકારો પણ હોલમાંથી બહાર આવીને કહતાં કે, “મોદી અદ્ભુત રીતે બોલ્યા.” મુખ્ય પ્રધાન એક દિવસ ગંભીર રીતે બીમાર ગુજરાતી લેખકના ઘરે તેમનું પુસ્તક અર્પણ કરવા ગયા ત્યારે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી બીમાર લેખક પ્રિયકાંત પરીખના ઘરે તેમના પુસ્તકનું વિમોચન કરવા ગયા હતાં.
 

હું મારી જાતને સાહિત્ય પરિષદમાં સામેલ ન કરી શકું, - વડાપ્રધાન મોદી
એકવાર પુસ્તક વિમોચન સમારોહમાંના તેમના ભાષણમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે "એક સમયે, ગુજરાતી સાહિત્ય પરિષદના લોકો સાહિત્ય પરિષદની કામગીરીમાં મારી ભાગીદીરી માટે મારો સંપર્ક કરતા હતા, મેં તેમને કહ્યું હતું કે હું અત્યારે જે કંઈ પણ કરી રહ્યો છું તેમાં જ હું ઠીક છું , હું મારી જાતને સાહિત્ય પરિષદમાં સામેલ ન કરી શકું, કારણ કે હું મૂળ રાજકારણનો માણસ છું.

ગુજરાતી ગર્લ લજ્જા ગોસ્વામીના  ઘરે ગયાં હતાં
વડાપ્રધાન મોદી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વડા રહી ચૂક્યાં છે. થોડાં વર્ષો પહેલાં તેઓ કોમનવેલ્થ મેડલ વિજેતા ગુજરાતી ગર્લ લજ્જા ગોસ્વામીના ગામડાના ઘર આણંદ જિલ્લાના જીટોડિયા ગામમાં આવેલા ઘરે ગયા હતા. ત્યાં સામાન્ય પલંગ પર બેસીને લજ્જાની જરૂરિયાતો વિશે વિગતવાર વાત કરી. મુખ્ય મંત્રી તરીકે તેને રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કર્યો હતો. જ્લયારબાદ લજ્જાને ગુજરાત સરકારની મદદથી તેની પસંદગીની રાઈફલ મળી હતી. તે રાઈફલ પર મુખ્યમંત્રીની સહી લેવા માટે પણ ગઈ હતી.

3 મિનિટ મોડાં પડવા પર જાહેરમાં માફી માંગી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તેઓ આજે 72 વર્ષના થયા છે. પીએમ મોદી વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ વ્યક્તિગત અને જાહેર જીવનમાં પોતાને ખૂબ જ શિસ્તબદ્ધ રાખે છે, આના ઉદાહરણો પણ અનેક પ્રસંગોએ જોવા મળ્યા છે. ગુજરાત બીજેપીના નેતા કશ્યપ શુક્લાએ વડાપ્રધાન મોદી સાથે સંબંધિત એક કિસ્સો  શેર કર્યો છે. જ્યારે તે એક ઈવેન્ટમાં માત્ર ત્રણ મિનિટ મોડા પહોંચ્યા ત્યારે તેમણે આયોજકો અને ઈવેન્ટમાં આવેલા લોકોની માફી માંગી. કશ્યપ શુક્લા કહે છે, 'આ વાત 35-40 વર્ષ જૂની છે, જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતમાં પાર્ટીના જનરલ સેક્રેટરી હતા. નરેન્દ્રભાઈ સંસ્થામાં કેવી રીતે કામ કરતા હતા તે વિશે હું તેમને નજીકથી જાણું છું અને ઓળખું છું. 1992ની વાત છે. ગુજરાતના રાજકોટમાં પાર્ટીની બેઠક યોજાઈ હતી. નરેન્દ્રભાઈ મહામંત્રી હોવાથી આ બેઠકમાં હાજરી આપવા આવતા હતા. સભામાં આવેલા તમામ લોકો રાત્રે જ રાજકોટ પહોંચી ગયા હતા. નરેન્દ્રભાઈ વહેલી સવારે ઉઠીને અમદાવાદથી રાજકોટ રોડ માર્ગે આવી રહ્યા હતા. તે સમયે કોઈ મોટી કાર નહોતી. તેઓ મારુતિની નાની એસ્ટીમ કાર લઈને રાજકોટ આવી રહ્યા હતા. નરેન્દ્રભાઈને સભા સ્થળે લઈ જવાની જવાબદારી મારી હતી. ત્યાં તેઓ 3 મિનિટ મોડાં પડ્યાં હતાં. પહોંચીને તેમણે જાહેરમાં મોડા પહોંચવા બદલ સૌ કાર્યકરોની માફી માંગી હતી. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફર
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. જ્યારે મોદી માત્ર આઠ વર્ષના હતા ત્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સંપર્કમાં આવ્યા હતા. તેઓ માત્ર 20 વર્ષની વયે આરએસએસના સંપૂર્ણ પ્રચારક બન્યા હતા. તેઓ પ્રથમ વખત 1971માં આરએસએસમાં જોડાયા હતા. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. મોદીએ બાળપણમાં વડનગર રેલ્વે સ્ટેશન પર ચા વેચવામાં પણ પિતાને મદદ કરી હતી.

1987માં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી 
1985માં પાર્ટીએ તેમને 1987માં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી હતી. આ ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે. 1987માં નરેન્દ્ર મોદીને ગુજરાત એકમના સંગઠન સચિવ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ 1990માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા અને 1991માં મુરલી મનોહર જોશીની એકતા યાત્રાનું આયોજન કરવામાં મદદ કરી હતી.
 

હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ 
1995માં નરેન્દ્ર મોદીને ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેઓ ગુજરાતથી દિલ્હી પહોંચ્યા. તેમણે હરિયાણા અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ પણ કર્યું હતું. એક વર્ષ પછી તેને પ્રમોશન મળ્યું. પાર્ટીએ તેમને મહામંત્રી (સંગઠન) બનાવ્યા.

7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી 
6 વર્ષ સુધી કેન્દ્રીય ટીમમાં કામ કર્યા બાદ ભાજપે ફરી નરેન્દ્ર મોદીને ગુજરાત પાછા મોકલ્યા. તેમણે 7 ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજકોટમાં તેમણે કોંગ્રેસના અશ્વિની મહેતાને 14,000થી વધુ મતોથી હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીની આ પહેલી ચૂંટણી હતી. નરેન્દ્ર મોદી 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી પર રહ્યા.


2014થી દેશના વડાપ્રધાન
2014માં નરેન્દ્ર મોદી ભારતના 14મા વડાપ્રધાન બન્યા. આ પછી, તેમણે 2019માં પણ ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત જીત અપાવી. હાલમાં તેઓ ભારતના યશસ્વી વડાપ્રધાન છે.
આ પણ વાંચો-  નરેન્દ્ર મોદી શા માટે નંબર વન નેતા છે? એ જાણવા માટે તમારે આ તો વાંચવું જ જોઈએ
Tags :
BansuriBookswrittenbythePrimeMinisterfilmsGujaratFirstphotographyPMModiPMModiBirthdayWorldleader
Next Article