માતાની સંભાળ માટે મોટું ઘર નહીં, પરંતુ તમારું હૃદય કેટલું મોટું છે તે મહત્વનું છે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે વૃદ્ધ માતાની સાચવણી અંગે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ગંભીર ડિમેન્શિયાથી પીડિત 89 વર્ષીય વૃદ્ધ મહિલાની સંપત્તિ અંગે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. કોર્ટે મહિલાના પુત્રને સંપતિમાં કોઈપણ પ્રકારની દખલગીરી પર રોક લગાવતા કહ્યું કે, 'તેમની સંપતિમાં તમને વધારે રસ છે, જે આપણા દેશના વરિષ્ઠ નાગરિકોની દુર્દશાનું કારણ છે.'દીકરીઓ દ્વારા અરજીડિમેન્શિયાàª
સુપ્રીમ કોર્ટે વૃદ્ધ માતાની સાચવણી અંગે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ગંભીર ડિમેન્શિયાથી પીડિત 89 વર્ષીય વૃદ્ધ મહિલાની સંપત્તિ અંગે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. કોર્ટે મહિલાના પુત્રને સંપતિમાં કોઈપણ પ્રકારની દખલગીરી પર રોક લગાવતા કહ્યું કે, 'તેમની સંપતિમાં તમને વધારે રસ છે, જે આપણા દેશના વરિષ્ઠ નાગરિકોની દુર્દશાનું કારણ છે.'
દીકરીઓ દ્વારા અરજી
ડિમેન્શિયાથી પિડાતી સ્ત્રી મૌખિક અથવા શારીરિક સંકેતોને સમજી શકતી નથી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની બેન્ચે એ હકીકતની ગંભીર નોંધ લીધી હતી કે પુત્ર માતાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ વેચવા માટે તેને બિહારના મોતિહારીમાં રજિસ્ટ્રાર ઑફિસમાં અંગૂઠાનું નિશાન લેવા માટે લઇ ગયો હતો. જ્યારે કે મહિલા સંપૂર્ણપણે હલનચલન કરવામાં અસમર્થ છે. 13 મેના રોજ બહેનો દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ પિટિશનની સુનાવણી કરતી વખતે બેન્ચે કહ્યું કે એવું લાગે છે કે તમને મિલકતમાં વધુ રસ છે. એ જાણવા છતા કે તેણી ગંભીર રીતે ડિમેન્શિયાથી પિડીત છે છતા તમે અંગુઠાનું નિશાન લેવા માટે મોતિહારીની રજિસ્ટ્રાર ઓફિસમાં લઈ ગયા.
વૈદેહી સિંહ નામની આ મહિલાની પુત્રીઓ કે જેમના દ્વારા આ અરજી કરવામાં આવી છે તે પુષ્પા તિવારી અને ગાયત્રી કુમાર તરફથી વકીલે કોર્ટને કહ્યું કે તેમણે 2019 સુધી માતાની સાર સંભાળ લીધી હતી. તેઓ ફરીથી તેમની સંભાળ લેવા માટે તૈયાર છે. તબીબોની સલાહ મુજબ, તેઓ તેમની માતાને હોસ્પિટલમાં લઈ જવા અથવા ઘરે પણ સંભાળ લેવા માટે તૈયાર છે. દીકરીઓના વકીલે એવો પણ દાવો કર્યો છે કે માતા કે જે અત્યારે મોટા ભાઇ સાથે છે, અન્ય ભાઈ-બહેનોને તેમને મળવાની મંજૂરી પણ નહોતી મળતી. તેમને એકવાર મળવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તે પણ પોલીસની હાજરીમાં.
માતાની સંભળ માટે મોટું ઘર નહીં, મોટું દિલ જોઇએ
ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું કે પાંચમા પ્રતિવાદી (કૃષ્ણ કુમાર સિંહ, મોટો પુત્ર અને હાલમાં માતા તેમની સાથે છે)ના વકીલ અરજદારોના વકીલ દ્વારા દાખલ કરાયેલી દરખાસ્ત પર નિર્દેશ આપશે. જેથી વિરોધ પક્ષને સાંભળ્યા બાદ આદેશ આપી શકાય. આ સુનવણી દરમિયાન કૃષ્ણ કુમાર સિંહના વકીલે કહ્યું કે તેમની બહેન પાસે નોઈડામાં માત્ર બે રૂમનો ફ્લેટ છે અને જગ્યાની પણ અછત છે. વકીલની આવી વાત પર ખંડપીઠે કહ્યું, "તમારું ઘર કેટલું મોટું છે તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમારું હૃદય કેટલું મોટું છે તે મહત્વનું છે."
ખંડપીઠે નિર્દેશ આપ્યો છે કે આગળના આદેશ સુધી, વૈદેહી સિંહની કોઈપણ મિલકત સંબંધી કોઇ વ્યવહાર કરવામાં ના આવે. બેન્ચે આ મામલે વધુ સુનાવણી 17 મેના રોજ નક્કી કરી છે.
Advertisement