નોર્થ કોરિયાના તાનાશાહ પહેલીવાર જોવા મળ્યા દીકરી સાથે, જાણો પૂરી વિગત
જ્યારે પણ તાનાશાહ (Dictator) ની વાત થાય ત્યારે આપણે હિટલરને યાદ કરીએ છીએ. પરંતુ આજે તેની હાજરી પૂરાવી રહ્યા હોય તેવા ઉત્તર કોરિયા (North Korea) ના નેતા અને તાનાશાહ (Dictator) કિમ જોંગના જીવન સાથે જોડાયેલી તમામ વાતો સામે આવતી જ રહે છે. પરંતુ તે પોતાનું અંગત જીવન ખૂબ જ ગુપ્ત રાખે છે. તેથી જ તેમના વિશેના અન્ય પાસાઓ વિશે કોઈ જાણતું નથી. કિમ જોંગ ઉન (Kim Jong Un) પહેલીવાર તેની પત્ની અને પુત્રી સાથે જોવા મળ્યા છે. તે પહà
જ્યારે પણ તાનાશાહ (Dictator) ની વાત થાય ત્યારે આપણે હિટલરને યાદ કરીએ છીએ. પરંતુ આજે તેની હાજરી પૂરાવી રહ્યા હોય તેવા ઉત્તર કોરિયા (North Korea) ના નેતા અને તાનાશાહ (Dictator) કિમ જોંગના જીવન સાથે જોડાયેલી તમામ વાતો સામે આવતી જ રહે છે. પરંતુ તે પોતાનું અંગત જીવન ખૂબ જ ગુપ્ત રાખે છે. તેથી જ તેમના વિશેના અન્ય પાસાઓ વિશે કોઈ જાણતું નથી. કિમ જોંગ ઉન (Kim Jong Un) પહેલીવાર તેની પત્ની અને પુત્રી સાથે જોવા મળ્યા છે. તે પહેલા ક્યારેય પરિવાર સાથે જોવા મળ્યા ન હોતા. આવી સ્થિતિમાં ઘણા લોકોને એવું પણ કેહવું છે કે કિમ જોંગ ઉને લગ્ન જ કર્યા નથી. પરંતુ હવે કિમ જોંગ ઉન તેમના પરિવાર સાથે જોવા મળ્યો છે.
દીકરી સાથે જોવા મળ્યા કિમ જોંગ ઉન
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન તેમના અંગત જીવનને ગુપ્ત રાખવા માટે જાણીતા છે, પરંતુ શુક્રવારે તેઓ તેમની પુત્રી સાથે પ્રથમ વખત જાહેરમાં દેખાયા હતા. કિમ જોંગ ઉનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે તેની પુત્રી સાથે જોવા મળી રહ્યા છે. નોર્થ કોરિયાની ન્યૂઝ એજન્સી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં કિમ તેની પુત્રીનો હાથ પકડેલો જોવા મળે છે. તેમની પુત્રી સફેદ જેકેટમાં જોવા મળી રહી છે. જોકે, ન્યૂઝ એજન્સી દ્વારા કિમ જોંગ ઉનની પુત્રીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે, આ તસવીર શુક્રવારની છે. કિમ જોંગ ઉન પોતાની પુત્રી સાથે મિસાઈલના પરીક્ષણ સમયે સ્થળ પર હાજર હતા. માત્ર બે દિવસ પહેલા જ કિમ જોંગે પૂર્વીય સમુદ્ર વિસ્તારમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પરીક્ષણ કર્યું હતું. આ ટેસ્ટ જોવા માટે કિમ પોતાની દીકરી અને પત્ની સાથે પહેલીવાર પહોંચ્યા હતા. ટ્રાયલ દરમિયાન તેમની પત્ની અને પુત્રી પણ તેમની સાથે હતા. ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે કિમે તેની પત્ની રી સોલ જુ અને "પ્રિય પુત્રી" તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે હ્વાસાંગ-17 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ જોયું હતું.
દીકરી કિમ જોંગની ફોટોકોપી છે
પહેલીવાર જ્યારે કિમ જોંગ તેની પત્ની અને પુત્રી સાથે દેખાયા ત્યારે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ પછી ઘણા વિદેશી અખબારોમાં કિમ સાથે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ જોઈ રહેલી તેમની પુત્રી અને પત્નીની તસવીરો પણ પ્રકાશિત થઈ હતી. તેમની દીકરી બિલકુલ કિમ જોંગ જેવી જ દેખાય છે. મુખ્ય રોડોંગ સિનમુન અખબારે ફોટા પ્રકાશિત કર્યા છે જેમાં કિમ તેની પુત્રી સાથે મિસાઈલ પરીક્ષણ જોતા જોવા મળે છે. આ તસવીરોમાં કિમની દીકરી સફેદ જેકેટ અને લાલ ચંપલ પહેરેલી જોવા મળી રહી છે.
વર્ષ 2009માં લગ્ન કર્યા હતા
કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાના સૌથી મોટા નેતા છે. તેમના પિતાનું નામ કિમ જોંગ ઇલ છે. વર્ષ 2009માં 25 વર્ષની ઉંમરે કિમ જોંગ ઉને રી સોલ જુ સાથે લગ્ન કર્યા હતા. તેમને કિમ જૂએ નામની પુત્રી છે. 2011માં કિમ જોંગ ઉને પોતાને ઉત્તર કોરિયાનો તાનાશાહ જાહેર કર્યો હતો. ત્યારથી, તે યુએસ અને તેના સહયોગીઓ માટે સતત પડકાર બની રહ્યો છે. કિમના કુલ છ ભાઈઓ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement