ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોના સામે લડવા માટે ઉત્તર કોરિયા સેનાના શરણે, લોકોને વેક્સિન આપવામાં નથી આવી

કોરોના મહામારીના સંક્ર્મણથી દૂર રહેલું ઉત્તર કોરિયા ધીમે ધીમે તેની પકડમાં આવી રહ્યું છે.  ઉત્તર કોરિયામાં કોરોનાનું સંક્ર્મણ વધવા લાગ્યું છે.  ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને હવે કોરોનાનો સામનો કરવા માટે સેનાનો આશરો લેવાનું નક્કી કર્યું છે. ઉત્તર કોરિયાના મીડિયા રિપોર્ટ અનુસાર કિમ જોંગ ઉને રવિવારે એક બેઠક બોલાવી હતી જેમાં સરકાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સામેલ હતા. આ મીટિà
07:44 AM May 16, 2022 IST | Vipul Pandya
કોરોના મહામારીના સંક્ર્મણથી દૂર રહેલું ઉત્તર કોરિયા ધીમે ધીમે તેની પકડમાં આવી રહ્યું છે.  ઉત્તર કોરિયામાં કોરોનાનું સંક્ર્મણ વધવા લાગ્યું છે.  ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને હવે કોરોનાનો સામનો કરવા માટે સેનાનો આશરો લેવાનું નક્કી કર્યું છે. 
ઉત્તર કોરિયાના મીડિયા રિપોર્ટ અનુસાર કિમ જોંગ ઉને રવિવારે એક બેઠક બોલાવી હતી જેમાં સરકાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સામેલ હતા. આ મીટિંગમાં કિમે આ અધિકારીઓને કોરોના રોગચાળા સામે મોડા પગલાં લેવા બદલ નિંદા કરી હતી.  આ અધિકારીઓએ બેજવાબદાર વલણ અપનાવ્યું અને સમયસર દવાઓ પહોંચાડવાનું કામ કર્યું નહીં. કિમ જોંગ ઉને આ બેઠકમાં આદેશ આપ્યો છે કે હવે સેનાનું મેડિકલ યુનિટ દવાઓ સપ્લાય કરશે.
ઉત્તર કોરિયામાં 5,64, 860 લોકોને તાવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 8 નવા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃત્યુ પામેલા 8 લોકોમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. ઉત્તર કોરિયામાં 2 વર્ષ બાદ કોરોનાનો પહેલો દર્દી સામે આવ્યો છે. દર્દીની પુષ્ટિ થયા બાદ દેશમાં લોકડાઉન લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. કિમ જોંગ ઉને અપીલ કરી હતી કે કોરોનાથી બચવાના ઉપાયો વધુ વધારવા જોઈએ અને લોકડાઉનનું પણ ચુસ્તપણે પાલન કરવું જોઈએ. લોકોને ઘરમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે.
વેક્સિન આપવામાં નથી આવી 
ઉત્તર કોરિયાના ઇમરજન્સી એન્ટિ-વાયરસ હેડક્વાર્ટરે જણાવ્યું હતું કે એપ્રિલના અંતમાં તાવના ઝડપી પ્રકોપ વચ્ચે લાખો લોકો બીમાર પડ્યા હતા. આજે સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 8 નવા મોત નોંધાયા છે. જે બાદ કુલ મૃત્યુઆંક 50ને વટાવી ગયો છે. આ બાબતે નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર કોરિયામાં કોરોના સામે લડવાની સુવિધાઓ ઓછી છે અને નબળી આરોગ્ય વ્યવસ્થાને જોતા અહીં ગંભીર પરિણામો જોવા મળી શકે છે. ઉત્તર કોરિયાની વસ્તી લગભગ 2.6 કરોડ  હોવાનું કહેવાય છે, જેમાંથી 5 લાખથી વધુ લોકો આ રોગથી પીડિત છે. અહીં મોટાભાગના લોકોને વેક્સિન આપવામાં આવી નથી. 
Tags :
CoronacovidCovid19GujaratFirstKimJongUnnorthkorea
Next Article